________________
૧૯૬
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૭ તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – જે જીવોને એકભવિકાદિ પ્રધાન દ્રવ્યાજ્ઞા પ્રાપ્ત થઈ છે તેઓ અપુનબંધક છે. તેવા અપુનબંધક જીવોને પ્રતિબંધ પ્રાપ્ત થાય નહિ તો અલ્પકાળમાં અવશ્ય સમ્યક્ત પ્રાપ્ત થાય છે. આવા અપુનબંધક જીવોને આશ્રયીને કહી શકાય કે ઉત્કર્ષથી આ જીવોને અર્ધપુદ્ગલપરાવર્તથી અધિક સંસાર નથી, પરંતુ કેટલાક અપુનબંધક જીવો એક પુદ્ગલપરાવર્ત સંસાર ભટકે તેવા છે. તેવા જીવોને કોઈક રીતે માર્ગાનુસારી ભાવ પ્રાપ્ત થાય ત્યારે એકભવિકાદિ પ્રધાન દ્રવ્યાજ્ઞાની પ્રાપ્તિ થાય છે. આમ છતાં માર્ગાનુસારી ભાવની પ્રાપ્તિના નાશ કરનારા કર્મો વિપાકમાં આવે છે ત્યારે તેઓમાં સમ્યક્તનો સન્મુખભાવ નાશ પામે છે. અને તેવા જીવો ઘણા વ્યવધાન પછી પણ સમ્યક્ત પામી શકે છે. તેથી તેવા જીવોને આશ્રયીને ઉત્કર્ષથી એક પુગલપરાવર્ત સંસાર શેષ છે તેમ સ્વીકારવામાં કોઈ બાધ નથી.
અહીં ટીકામાં કહ્યું કે જે અપુનબંધક જીવોને પ્રતિબંધ ન હોય અથવા અપરિપાક ન હોય તેવા જીવો માર્ગાનુસારી ભાવ પ્રાપ્ત કર્યા પછી અલ્પ કાળમાં ભાવાત્તા પ્રાપ્ત કરે છે. તેથી એ પ્રાપ્ત થાય કે જે અપુનબંધક જીવો મેઘકુમારના હાથીના ભવની જેમ માર્ગાનુસારી ભાવ પ્રાપ્ત કરે છે અને તે માર્ગાનુસારી ભાવની પ્રાપ્તિ દ્વારા સમ્યક્તની પ્રાપ્તિમાં પ્રતિબંધ વિદ્યમાન ન હોય અર્થાતુ=પ્રતિબંધ કરે તેવાં ક્લિષ્ટ કર્મો વિદ્યમાન ન હોય અથવા તેઓને સમ્યક્તની પ્રાપ્તિને અનુકૂળ ભવ્યત્વનો અપરિપાક ન હોય તો તેઓ વ્યવધાન વગર ભાવાજ્ઞાને પ્રાપ્ત કરે છે, જેમ મેઘકુમારના જીવે હાથીના ભવ પછી તરત સમ્યક્તને પ્રાપ્ત કર્યું. જેઓને પ્રતિબંધ કરે તેવા કર્મો વિદ્યમાન હોય અથવા તેઓનું સમ્યક્તની પ્રાપ્તિ કરાવે તેવું ભવ્યત્વ અપરિપાકવાળું હોય તો ઘણાં વ્યવધાન સુધી પણ સમ્યક્ત પ્રાપ્ત થાય નહિ. તોપણ જેઓને માર્ગાનુસારી ભાવ પ્રાપ્ત થયો છે તે જીવોને માર્ગાનુસારી ભાવની પ્રાપ્તિકાળમાં, સમ્યક્તપ્રાપ્તિકાલીન જે ભગવાનની ભાવાજ્ઞા છે તેના પ્રત્યે અવશ્ય બહુમાન હોય છે.
વળી, ઘણાં વ્યવધાનથી સમ્યક્ત પામનારા કે અલ્પ કાળમાં સમ્યક્ત પામનારા જીવોની દ્રવ્યાજ્ઞા સમાન સ્વરૂપવાળી હોવાથી પ્રધાન દ્રવ્યાજ્ઞા જ છે. તેની પુષ્ટિ કરવા માટે યુક્તિ આપે છે કે જેમ વિવેકપૂર્વકનું કરાયેલું દ્રવ્યસ્તવ ચારિત્રના પરિણામરૂપ ભાવસ્તવની પ્રાપ્તિનું કારણ છે. ત્યાં પણ જે શ્રાવકો ચારિત્રના પારમાર્થિક બોધવાના છે અને ચારિત્રની પ્રાપ્તિને લક્ષ્યરૂપે સામે રાખીને તેના ઉપાયરૂપે જિનવચનાનુસાર દ્રવ્યસ્તવ કરે છે તેઓ તે દ્રવ્યસ્તવના બળથી દેવભવમાં જાય છે. અને ઉત્તરના ભાવમાં ભાવચારિત્રની પ્રાપ્તિ કરીને સુખપૂર્વક સંસારસાગર તરી જાય છે. આમ છતાં તત્સદશ જ દ્રવ્યસ્તવ કરનારા કેટલાક શ્રાવકો દ્રવ્યસ્તવ કરે છે તોપણ પ્રતિબંધક કર્મ વિદ્યમાન હોય તો અથવા ચારિત્રની પ્રાપ્તિને અનુકૂલ ભવ્યત્વ પરિપાકને પામેલું ન હોય તો તે દ્રવ્યસ્તવ કરીને કોઈક અન્ય તેવા ભવોમાં જાય છે કે જ્યાં સમ્યક્તની પ્રાપ્તિ પણ દુર્લભ બને છે અને ઘણા વ્યવધાન પછી પણ ભાવચારિત્રની પ્રાપ્તિ કરે. જેમ અષાઢી શ્રાવકે પૂર્વની ચોવીશીમાં શ્રાવકપણું પાળી જિનપ્રતિમાને ભરાવી તે વખતે એકભવિકાદિ દ્રવ્યસ્તવની પ્રાપ્તિ હતી છતાં કોઈક પ્રતિબંધક કર્મને કારણે સંસારમાં ઘણું ભટકીને પાર્શ્વનાથ ભગવાનના કાળમાં ચારિત્રને પાળીને મોક્ષને પ્રાપ્ત કર્યું.