________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૭
૧૯૫
ઉપદેશપદની ગાથાનો અર્થ આ પ્રમાણે છે – “તે કારણથી સર્વ પણ આ તત્ત્વથી સમ્યગુ અનુષ્ઠાન જ જાણવું. (જે કારણથી) અપુનબંધકાદિને મૂકીને આ અનુષ્ઠાન અહીં થતું નથી.” ઉપદેશપદની ગાથાની વૃત્તિનો અર્થ આ પ્રમાણે છે – “તે કારણથી સર્વ પણ આeત્રણ પ્રકારનું પણ અનુષ્ઠાન તત્ત્વથી=પારમાર્થિક વ્યવહારનયની દૃષ્ટિથી સમ્યમ્ અનુષ્ઠાન જ જાણવું ભગવાનની આજ્ઞાને અનુકૂળ આચરણ જ જાણવું, આમાં–આ ત્રણે અનુષ્ઠાનો સમ્યમ્ અનુષ્ઠાનો છે તેમાં, હેતુને કહે છે. જે કારણથી અપુનબંધક, માર્ગાભિમુખ, માર્ગપતિતને છોડીને અહીં=સંસારમાં, આ અનુષ્ઠાન આ જીવોમાં થતા નથી અને અપુનબંધકાદિ સમ્યગું અનુષ્ઠાનવાળા છે.”
એ પ્રમાણે ઉપદેશપદના સૂત્રની વૃત્તિના વચનથી અપુનબંધકાદિના સમ્યમ્ અનુષ્ઠાનના નિયમનું પ્રતિપાદન હોવાથી અપુનબંધકાદિ સમ્યગું અનુષ્ઠાનવાળા નથી એમ શંકા ન કરવી, એમ પૂર્વ સાથે જોડાણ કરવું. વળી ત્રણ પ્રકારનું સદ્ અનુષ્ઠાન બતાવે છે – સતતાભ્યાસ, વિષયાભ્યાસ અને ભાવાભ્યાસના ભેદથી ત્રણ પ્રકારનું અનુષ્ઠાન છે. ત્યાં-ત્રણ પ્રકારના અનુષ્ઠાનમાં, ઉપાદેયપણાથી આદર બુદ્ધિથી, નિત્ય જ લોકોત્તર ગુણની પ્રાપ્તિની યોગ્યતાની આપાદક એવી માતા-પિતાની વિનયાદિની બુદ્ધિ સતતાભ્યાસ છે. વિષયમાંeભક્તિને યોગ્ય એવા વિષયમાં અથવા મોક્ષમાર્ગના સ્વામી એવા અરિહંતના વિષયમાં, જે વિનયાદિની વૃત્તિ તે વિષયાભ્યાસ છે. ભવથી અત્યંત ઉદ્વિગ્નને સમ્યગ્દર્શનાદિ ભાવોનો અભ્યાસ ભાવાભ્યાસ છે. અને તેeત્રણ પ્રકારનું અનુષ્ઠાન, નિશ્ચયથી મોક્ષને અનુકૂળ ભાવ સાથે પ્રતિબદ્ધપણું હોવાથી વિષયગત જ છે=ભગવાનની આજ્ઞાને અનુસાર વિષયગત જ છે, એથી અપુનબંધકાદિ સખ્ય અનુષ્ઠાનવાળા જ છે. એ પ્રમાણે યોગમાર્ગના રહસ્યને જાણનારાઓ કહે છે: ભાવાર્થ :
પૂર્વે પૂર્વપક્ષીએ સ્થાપન કરેલ કે ઉત્કર્ષથી અર્ધપગલપરાવર્તથી ન્યૂન સંસારવાળાને જ માર્ગાનુસારી ભાવ પ્રાપ્ત થાય છે. તેનું નિરાકરણ કરીને ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે એક પગલપરાવર્ત શેષ સંસારવાળા એવા અપુનબંધકને માર્ગાનુસારી ભાવ પ્રાપ્ત થઈ શકે છે. ત્યાં અથથી પૂર્વપક્ષી કહે છે કે માર્ગાનુસારી ભાવ પ્રાપ્ત કરેલા જીવોને પ્રધાન દ્રવ્યાજ્ઞાની પ્રાપ્તિ છે. પ્રધાન દ્રવ્યાજ્ઞા એકભવિક, બદ્ધાયુષ્ક, અભિમુખ નામગોત્ર એમ ત્રણ પ્રકારની છે. આવી પ્રધાન દ્રવ્યાજ્ઞા સમ્યક્તની પ્રાપ્તિમાં ઘણું વ્યવધાન હોય તો થઈ શકે નહિ. માટે અર્ધ પુદ્ગલથી અધિક સંસારવાળા એવા મિથ્યાત્વી જીવોને માર્ગાનુસારી ભાવ સંભવે નહિ. એ પ્રકારે પ્રધાન દ્રવ્યાજ્ઞાના સ્વરૂપને કહેનારા શાસ્ત્રવચનથી નિર્ણય થાય છે.