________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૭
૧૯૩
સાથે વ્યવહિત એવા દ્રવ્યસ્તવથી જ, તેવા પ્રકારના માર્ગાનુસારી જીવને=ભાવાજ્ઞા પ્રત્યે બહુમાનવાળા એવા માર્ગાનુસારી જીવને, દ્રવ્યાજ્ઞા પણ અવિરુદ્ધ જ છે. જે પ્રમાણે નિદાન રહિત, સૂત્રવિધિરૂપ પ્રકારથી અથવા ભાવસ્તવ અનુરાગરૂપ પ્રકારથી જિનભવનાદિ ઉચિત અનુષ્ઠાનનું દ્રવ્યસ્તવપણું અવ્યાહત છે; કેમ કે એકાંતથી ભાવશૂન્યનું જ વિપરીતાણું છે. તે પ્રમાણે ભાવાજ્ઞાના અનુરાગના ભાવલેશથી યુક્ત એવા અપુતબંધકને પણ વ્યવધાનમાં પણ=ભાવાણાની પ્રાપ્તિના વ્યવધાનમાં પણ, દ્રવ્યાજ્ઞાનો વિરોધ નથી. ‘તિ’ શબ્દ તર્કની સમાપ્તિ માટે છે.
આથી જ=ભાવાજ્ઞાની સાથે વ્યવધાન હોવા છતાં પણ અપુનબંધકને દ્રવ્યાજ્ઞાનો વિરોધ નથી આથી જ, ભવાભિવંગ અને અનાભોગના અસંગતપણાથી=રહિતપણાથી, અત્યાવર્તની અપેક્ષાએ વિલક્ષણ જ ગુરુદેવાદિ પૂજન ચરમાવર્તમાં વ્યવસ્થિત છે. તેનચરમાવર્તમાં અત્યાવર્ત કરતાં વિલક્ષણ જ ગુરુદેવાદિ પૂજન છે તે, યોગબિંદુમાં કહેવાયું છે –
આનાથી યુક્ત=ભવાભિધ્વંગથી અને અનાભોગથી યુક્ત અનુષ્ઠાન, અત્યાવર્તમાં તે=પૂર્વસેવારૂપે કહેલું અનુષ્ઠાન ધ્રુવ છે. વળી, ચરમાવર્તમાં અન્ય પ્રકારનું જાણવું; કેમ કે સહજ અલ્પમલપણું છે. I/૧૫રા એક જ અનુષ્ઠાન કર્તના ભેદથી ભેદ પામે છે. જે રીતે સરોગી અને ઈતરના ભેદથી ભોજનગત અનુષ્ઠાન ભેદ પામે છે. II૧૫૩ અને આ રીતે આ છે-અનુષ્ઠાનના ભેદનું સ્વરૂપ છે, જે કારણથી આ જ વિચારમાં, યોગીઓ વડે સામાન્યથી જ વિષાદિ અનુષ્ઠાન પાંચ પ્રકારનું કહેવાયેલું છે. I૧૫૪ા વિષ, ગર, અનુષ્ઠાન, તહેત અને પ્રકૃષ્ટ એવું અમૃત. ગુર્વાદિ પૂજાનુષ્ઠાન અપેક્ષાદિના વિધાનથી છે. ૧૫પા લબ્ધિ આદિની અપેક્ષાથી આ=અનુષ્ઠાન, વિષ થાય છે; કેમ કે સચ્ચિત્તનું મારણ છે. અને મહાન અનુષ્ઠાનનું અલ્પ અર્થન હોવાથી લઘુત્વનું આપાદન છે. ૧૫૬ દિવ્યભોગના અભિલાષથી મનીષીઓ આને–દેવતાદિ પૂજનાદિ અનુષ્ઠાનને ગર અનુષ્ઠાન કહે છે. કારણકે વિહિત નીતિથી જ=સચ્ચિત્ત મારણાદિરૂપ વિહિત નીતિથી જ, કાલાંતરમાં નિપાત છે. ૧૫છા અનાભોગવાળાનું આ=ગુરુદેવાદિ અનુષ્ઠાન, અનુષ્ઠાન કહેવાય છે; કેમ કે આને-અનાભોગવાળાને, સંપ્રમુગ્ધ મન છે. ‘તિ' શબ્દ પાદપૂર્તિ માટે છે. અને તેથી=મન સંપ્રમોહને કારણે, આ=દેવ-પૂજાદિ અનુષ્ઠાન, યથોદિત છે=પૂર્વે કહ્યું એવું અનાભોગવાળું છે. I૧૫૮ આવા રાગથી=સદનુષ્ઠાનના ભાવબહુમાનથી, આ=આદિધાર્મિકકાલભાવી દેવા-પૂજાદિ અનુષ્ઠાન, સદનુષ્ઠાનભાવનો શ્રેષ્ઠ હેતુ યોગના જાણનારાઓ કહે છે; કેમ કે શુભભાવના અંશનો યોગ છે. ૧૫૯. વળી, “જિન વડે કહેવાયેલું છે, એ પ્રકારના ભાવપ્રધાન અત્યંત સંવેગગર્ભ આ અનુષ્ઠાન, અમૃત તીર્થકરો કહે છે. I૧૬૦અને આ રીતે પૂર્વે વર્ણન કર્યું એ રીતે, પાંચ પ્રકાનું અનુષ્ઠાન હોતે છતે, કર્તુના ભેદથી પુદ્ગલોના ચરમ પરાવર્તમાં અન્ય પ્રકારનું અચરમાવર્ત કરતાં અન્ય પ્રકારનું, ગુરુદેવાદિ પૂજન પ્રતિષ્ઠિત છે. I૧૬૧] જે કારણથી આકચરમાવર્તવર્તી જીવ, તેનાથી અન્ય જીવો કરતાં-ચરમાવર્તથી અન્ય જીવો કરતાં, વિશિષ્ટ કર્તા નિયમથી છે; કેમ કે તેના યોગની યોગ્યતાનો ભેદ છે, એમ સમ્યમ્ વિચાર કરવો. II૧૬રા”
અહીં-યોગબિંદુના શ્લોકોમાં, વૃત્તિકારે વિવરણ કર્યું છે, એમ અવય છે. શું વર્ણન કર્યું છે? તે સ્પષ્ટ કરે છે – પૂર્વમાં ચરમાવર્તથી પૂર્વમાં, એકાંતથી યોગને અયોગ્ય એવા જીવનું જ=મોક્ષપ્રાપ્તિના કારણભૂત