________________
૧૮૮
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૭
“આ ચરમાવર્તી જીવને આ મુક્તિ, અત્યંત આસન્ન છે. જે કારણથી આ=આવર્તા, ઘણા વ્યતિક્રાન્ત કરાયા. તે કારણથી અહીં ચરમાવર્તમાં, એક-એક આવર્ત, કંઈ નથી.”
“આ ચરમાવર્તવર્તીને=ચરમ પગલપરાવર્તવાળા જીવને, આ મુક્તિ, અત્યંત આસન્ન છે=નજીક જ છે, જે કારણથી આ આવર્તા, ઘણા=અતિ બહુ, વ્યતિક્રાન્ત કરાયા=અનાદિ સંસારમાં પસાર કરાયા, તેથી ત્યાં=જુગલપરાવર્તમાં, એક અપશ્ચિમ આ આવર્ત, અહીં=સંસારમાં, કંઈ નથી=કોઈ ભયનું સ્થાન નથી.”
એ પ્રમાણે યોગબિંદુ સૂત્રની વૃત્તિના વચનથી ચરમાવર્તી એવા આસન્નસિદ્ધિકપણાનું પણ સ્વલ્પકાળ પ્રાપ્તવ્ય એવી સિદ્ધિના આક્ષેપકત્વની આપત્તિ છે. (તેથી જેમ એક પુદ્ગલપરાવર્તકાળવાળા જીવને સિદ્ધિ તરત નથી, પરંતુ અનંતકાળ પછી થઈ શકે છે. તેમ ચરમયથાપ્રવૃત્તિકરણ પણ ગ્રંથિભેદના કાલને અતિ આસન્ન નથી, પરંતુ ઘણા કાળ પછી ગ્રંથિભેદ થઈ શકે છે. માટે ચરમ આવર્તમાં થનારા યથાપ્રવૃત્તિકરણને ચરમયથાપ્રવૃત્તિકરણ કહી શકાય, તેમ પૂર્વના કથન સાથે સંબંધ છે.)
અહીં પૂર્વપક્ષી કહે કે યોગબિંદુમાં ચરમાવર્તવાળા જીવને મુક્તિ અતિ આસન્ન કહી છે તે આપેક્ષિક છે, પરંતુ બે ચાર ભવમાં થનારી નથી. તેના ઉત્તરરૂપે ગ્રંથકારશ્રી કહે છે કે આપેક્ષિક આસન્નપણાથી સમાધાન મોક્ષની પ્રાપ્તિને અનુકૂળ એવો પ્રાથમિક પરિણામ ચરમાવર્તમાં છે એ પ્રકારનું આપેક્ષિક સમાધાન, ઉભયત્ર સુઘટ છે. સમ્યક્તને આસન્ન ચરમયથાપ્રવૃત્તિકરણમાં અને મોક્ષને આસન્ન એક પુલપરાવર્તમાં સુઘટ છેeગ્રંથિભેદને આસન્ન એવો પરિણામ ચરમયથાપ્રવૃત્તિકરણમાં છે અને મોક્ષપ્રાપ્તિનો કારણ બને એવો એક પુદ્ગલપરાવર્તનરૂપ આસન્ન પરિણામ ચરમપુદ્ગલપરાવર્તમાં છે, એ પ્રકારનું બંને સ્થાનમાં સમાધાન થઈ શકે છે. ભાવાર્થ :
પૂર્વે ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે અપુનબંધકનો સંસારપરિભ્રમણનો કાળ ઉત્કૃષ્ટથી, પુદ્ગલપરાવર્ત છે. ત્યાં અન્ય કોઈ કહે છે કે ઉત્કર્ષથી અર્ધ પુદ્ગલપરાવર્તથી ન્યૂન સંસાર હોય તેવા જીવોમાં જ માર્ગાનુસારી ભાવ આવે.
અન્યનું તે કથન ઉચિત નથી. તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – જો અર્ધ પુદ્ગલ ન્યૂન સંસારવાળાને માર્ગાનુસારી ભાવ સ્વીકારીએ તો ગ્રંથિભેદ થયા પછી અર્ધ પુદ્ગલપરાવર્ત ન્યૂન સંસાર છે એમ કહેનાર શાસ્ત્રવચન છે તે સંગત થાય નહિ. માટે પૂર્વપક્ષીનું તે કથન ઉચિત નથી. વળી, ઉપદેશપદની ગાથાની ટીકાનું અનુસરણ કરીને પૂર્વપક્ષીને આ પ્રકારનો ભ્રમ થયો છે; કેમ કે તે ગાથામાં કહ્યું કે મિથ્યાષ્ટિનું જ્ઞાન પ્રાયઃ અસત્ પ્રવૃત્તિનો હેતુ છે. અહીં પ્રાયઃ કહેવાથી કોની વ્યાવૃત્તિ થાય છે તેની સ્પષ્ટતા ટીકાકારે કરેલ છે કે જેઓ સંનિહિત ગ્રંથિભેદવાળા છે, ચરમયથાપ્રવૃત્તિકરણવાળા છે, અત્યંત જીર્ણ મિથ્યાત્વવાળા છે, તેઓને દુઃખીમાં અત્યંત દયા, ગુણવાનમાં અદ્વેષ અને ઉચિત આચારની પ્રવૃત્તિ સ્વરૂપ સુંદર પ્રવૃતિ થાય છે. તે સિવાયના મિથ્યાત્વીનું જ્ઞાન સંસારનો હેતુ છે. આ વચનથી પૂર્વપક્ષીને ભ્રમ થયેલો છે કે