________________
૧૮૬
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૭ છે તે મધ્યસ્થ પુરુષે વિચારવું જોઈએ અથત તેનું તે કથન ઉચિત નથી તે મધ્યસ્થ પુરુષે વિચારવું જોઈએ. કેમ તે કથન ઉચિત નથી ? તેથી કહે છે –
એ રીતે પૂર્વપક્ષી કહે છે એ પ્રમાણે ઉત્કર્ષથી અર્ધપુદગલપરાવર્તથી ચૂત સંસારવાળાને જ માર્ગાનુસારી ભાવ સ્વીકારીએ એ રીતે, અપુનબંધકની અપેક્ષાએ કાલભેદથી ગ્રંથિભેદનું પુરસ્કરણ ઘટતું નથી અર્થાત્ અપુનબંધકનો ઉત્કૃષ્ટ કાળ એક પુદ્ગલપરાવર્ત છે અને ગ્રંથિભેદવાળા જીવતો ઉત્કૃષ્ટ સંસાર કાળ અર્ધપુદ્ગલપરાવર્તથી ભૂત છે. એ પ્રકારના કાલભેદથી જે સમ્યગ્દષ્ટિનું મહત્વ ગ્રંથકારશ્રીએ બતાવ્યું તે સંગત થતું નથી; કેમ કે પરના અભિપ્રાયથી અર્ધપુદ્ગલપરાવર્તથી ચૂત સંસારનું બંનેમાં અપુનબંધકમાં અને સમ્યક્તીમાં, અવિશેષ છે. આ રીતે કહેતાંaઉત્કર્ષથી અર્ધપુદ્ગલપરાવર્તથી ચૂત સંસારવાળાને માર્ગાનુસારી ભાવ છે એ રીતે કહેતાં, પૂર્વપક્ષીનું ચરમયથાપ્રવૃત્તિકરણ વિભાગવાળા જ અપુતબંધકાદિનું અધિકારીનું ભણતત્રશાસ્ત્રના અધિકારીનું ભણત, ભ્રાન્તિસૂલ છે=ભ્રાતિમૂલક . કેમ ભ્રાન્તિમૂલક છે ? તેમાં હેતુ કહે છે – તેવા પ્રકારના તેઓનું-ચરમયથાપ્રવૃત્તિકરણવાળા અપુતબંધકાદિનું, સમ્યક્તનું સંનિહિતપણું છે અર્થાત્ તેઓ ભાવથી સમ્યક્તને સંનિહિત છે, પરંતુ સમ્યક્તને પામેલા નથી. માટે સગવીનો જેટલો ઉત્કૃષ્ટ સંસારપરિભ્રમણનો કાળ હોય તેટલો જ સંસારપરિભ્રમણનો ઉત્કૃષ્ટ કાળ તેઓને છે એ આશયથી નથી, પરંતુ વર્તમાનનું યથાપ્રવૃત્તિકરણ યોગબીજના આધાન દ્વારા અવશ્ય એક પગલપરાવર્તકાળની અંદરમાં તે જીવને મોક્ષપ્રાપ્તિનું કારણ બનશે. તેથી સમ્યગ્દર્શન પામેલા અને સમ્યગ્દર્શત નહિ પામેલા એવા અપુનબંધકતો ઉત્કૃષ્ટ સંસારપરિભ્રમણકાળ સમાન કહેવો તે ભ્રાન્સિમૂલ કથન છે. કઈ રીતે પૂર્વપક્ષીનું આ કથન બ્રાન્તિભૂલ છે ? તે સ્પષ્ટ કરવા ગ્રંથકારશ્રી કહે છે – આથી જ ઉપદેશપદના વચનનું અનુસરણ કરીને તેના વડે કહેવાયું છે, એમ આગળ સાથે અન્વય
ઉપદેશપદમાં કહેવું છે કે “આમનું મિથ્યાત્વીનું, જ્ઞાન પ્રાય: અસત્ પ્રવૃત્તિનો ભાવ હોવાને કારણે ભવનો હેતુ છે. અને તેનો અનુબંધ હોવાને કારણે જ મિથ્યાત્વીનું જ્ઞાન ભવનો હેતુ છે, એમ અવય છે.
કેમ અસત્યવૃત્તિના અનુબંધનો હેતુ છે ? તેમાં હેતુ કહે છે – તત્તેતરવિંદનાદિથી અસત્યવૃત્તિના અનુબંધનો હેતુ છે. I૪૪૬”
આમનો=મિથ્યાષ્ટિનો, જ્ઞાન–શાસ્ત્રાભ્યાસજન્ય બોધ, ભવનો હેતુ=સંસારનું કારણ છે. કેમ સંસારનું કારણ છે ? તેથી કહે છે –