________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૭
૧૮૯ ગ્રંથિભેદની નજીકમાં રહેલા જીવોમાં જ માર્ગાનુસારી ભાવ આવે છે. માટે ઉત્કૃષ્ટથી અર્ધપુદ્ગલપરાવર્તકાળ ન્યૂન સંસારવાળા જીવોને જ માર્ગાનુસારી ભાવ સંભવી શકે.
ગ્રંથકારશ્રી કહે છે કે પૂર્વપક્ષીના આ કથનમાં આ પ્રમાણે વિચારણા કરવા જેવી છે. ચરમયથાપ્રવૃત્તિકરણ ચરમાવર્તવાળા જીવોને જ થાય છે, તેના પહેલાં નહિ. તેઓ સંનિહિત ગ્રંથિભેદવાળા છે એ પ્રકારનું જે ઉપદેશપદનું વચન છે તે તત્કાલ સમ્યક્ત પ્રાપ્ત કરે કે અતિ નજીકમાં જ સમ્યક્ત પ્રાપ્ત કરે તે અપેક્ષાએ નથી પરંતુ સમ્યક્તની પ્રાપ્તિના પરિણામની નજીકનો પરિણામ ચરમયથાપ્રવૃત્તિકરણકાળમાં છે. તેથી ઉત્કર્ષથી પુદ્ગલપરાવર્ત સંસારવાળા જીવો પણ ચરમયથાપ્રવૃત્તિ કરે તે વખતે મોક્ષને અનુકૂળ તેવો કોઈક ભાવ કરે છે જે ભાવ, સમ્યક્તની પ્રાપ્તિનું અવંધ્ય કારણ છે. તેથી જો કોઈ વિઘ્ન ઉત્પન્ન ન થાય તો તેવા જીવો એ ભવમાં કે બે-ચાર ભવમાં સમ્યક્ત પ્રાપ્ત કરી શકે પરંતુ ચરમયથાપ્રવૃત્તિકરણવાળા બધા જ જીવો નિયમા બે-ચાર ભવમાં જ સમ્યક્ત પ્રાપ્ત કરશે તેવો નિયમ સ્વીકારીને ચરમયથાપ્રવૃત્તિકરણવાળા અપુનબંધક જીવોને ઉત્કૃષ્ટથી અર્ધપુદ્ગલપરાવર્તકાળ ન્યૂન જ સંસાર હોય છે, માટે તેઓને માર્ગાનુસારી ભાવ હોય છે તેવો નિયમ એકાંતે સ્વીકારી શકાય નહિ.
જેમ યોગબિંદુની વૃત્તિમાં કહ્યું છે કે “ચરમાવર્તવર્તી જીવોને મોક્ષ આસન્ન છે' તે વચન પણ બે-ચાર ભવમાં સિદ્ધિ છે તેમ સ્થાપન કરતું નથી, પરંતુ ઉત્કૃષ્ટથી એક પુદ્ગલપરાવર્તમાં અવશ્ય સિદ્ધિ છે તેમ સ્થાપન કરે છે. તે રીતે ચરમયથાપ્રવૃત્તિકરણવાળા જીવો સંનિહિત ગ્રંથિભેદવાળા છે. તે કથન બે-ચાર ભવમાં ગ્રંથિભેદ અવશ્ય કરશે તેમ બતાવતું નથી પરંતુ ચરમયથાપ્રવૃત્તિકરણ વખતે થયેલો ભાવ સમ્યક્તના પરિણામનું અવંધ્યકરણ હોવાને કારણે ઉપદેશપદમાં ચરમયથાપ્રવૃત્તિકરણવાળા જીવોને ગ્રંથિભેદ આસન્ન છે તેમ કહેલું છે. તેથી જેઓ ઉત્કૃષ્ટથી એક પુદ્ગલપરાવર્ત સંસારમાં ભમે તેવા અપુનબંધક જીવો જે ચરમયથાપ્રવૃત્તિકરણ કરે છે અને તેના કારણે જે સુંદર પ્રવૃત્તિ કરે છે તેઓ પણ ન્યૂન અર્ધપુદ્ગલપરાવર્ત સંસાર અવશેષ હોય તેના પૂર્વે સમ્યક્ત પામી શકે નહિ. માટે ચરમાવર્તમાં ચરમયથાપ્રવૃત્તિકરણ જીવ અનેક વખત કરે છે. તેમ પણ સંભવે અને કોઈક જીવ ચરમયથાપ્રવૃત્તિકરણ કરીને તત્કાલ સમ્યક્ત પામે તેમ પણ સંભવે, માટે ચરમયથાપ્રવૃત્તિકરણ એટલે છેલ્લું યથાપ્રવૃત્તિકરણ તેવો અર્થ કરવો નહિ, પરંતુ મોક્ષપ્રાપ્તિને અનુકૂળ એવા ઉત્તમ અધ્યવસાયો જેમાં હોય તે ચરમયથાપ્રવૃત્તિકરણ છે. તેનો અર્થ કરીને ચરમયથાપ્રવૃત્તિકરણવાળા જીવોને ઉત્કૃષ્ટથી એક પુદ્ગલપરાવર્તકાળ પણ સંભવી શકે અને ત્યારે તેઓને માનુસારી ભાવ થઈ શકે છે તેમ સ્વીકારવું જોઈએ. અને સમ્યગ્દષ્ટિ જીવોને ઉત્કૃષ્ટથી જૂન અર્ધપુલપરાવર્ત-કાળ સંસાર છે, તેમ સ્વીકારવું જોઈએ. ટીકા :__ अथैकभविकाधुचितयोग्यतानियतत्वाद् द्रव्याज्ञायाः सम्यक्त्वप्राप्त्यपेक्षया तदधिकव्यवधाने मिथ्यादृशो न मार्गानुसारितेति निश्चीयते इति चेत्? न, असति प्रतिबंधे परिपाके वाऽपुनर्बन्धकादेर्मार्गानुसारिणो भावाज्ञाऽव्यवधानेऽपि सति, प्रतिबन्धादौ तद्व्यवधानस्यापि संभवात्, तत्कालेपि भावाज्ञाबहुमाना