________________
૧૮૪.
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૭
જીવનો અનાદિ કાળથી ભવાભિનંદીપણાનો સ્વભાવ છે. અર્થાત્ બાહ્ય પદાર્થોના સંયોગરૂપ ભવમાંથી જ આનંદ લેવાનો સ્વભાવ છે. અને તેવા જીવોમાં જે દોષો વર્તે છે તે દોષોને કારણે તે જીવો ભવના ઉચ્છેદ માટે લેશ પણ યત્ન કરતા નથી, તેવા જીવો ભવાભિનંદી જીવો છે. અને જે જીવમાં જેટલા અંશમાં ભવાભિનંદી દોષ ન્યૂન થાય તેટલા અંશમાં તેઓ તત્ત્વને પામી શકે તેવી ભૂમિકાને પ્રાપ્ત કરે છે. તેથી ચરમપુદ્ગલપરાવર્તમાં ભવાભિનંદી દોષોના કંઈક વિગમનથી ગુણવૃદ્ધિ થવાને કારણે જીવ માર્ગાનુસારી ભાવવાળો થાય છે. અને તેવા જીવો આદ્ય ભૂમિકામાં અપુનબંધક, માર્ગાભિમુખ, માર્ગપતિત હોય છે. અને જ્યારે ભવાભિનંદી દોષો સર્વથા જાય છે ત્યારે જીવ સમ્યક્ત પામે છે. સમ્યક્ત પામેલો જીવ ચારિત્ર મોહનીય બળવાન ન હોય તો નિયમા સર્વવિરતિ ગ્રહણ કરે અને સર્વવિરતિની શક્તિ ન હોય તો દેશવિરતિ ગ્રહણ કરે અને દેશવિરતિની શક્તિ ન હોય તોપણ સદા સ્વભૂમિકાનુસાર સર્વવિરતિની શક્તિનો સંચય કરે છે. અને ભગવાનના વચનૌષધના પ્રયોગનો કાળ વ્યવહારથી ચરમાવર્ત કહ્યો છે. તેથી ભગવાનનું વચન ચરમાવર્તમાં આવેલા સમ્યગ્દષ્ટિ આદિ જીવોને તો અવશ્ય સમ્યક્ પરિણમન પામે છે. પરંતુ જેઓ સમ્યક્ત પામ્યા નથી અને ભવાભિનંદી દોષોના કંઈક વિગમનને કારણે ચરમાવર્તમાં આવેલા છે અને અપુનબંધક, માર્ગાભિમુખ, માર્ગપતિત અવસ્થાવાળા છે તેઓને પણ ભગવાનના વચન રૂપી ઔષધથી કંઈક ભાવરોગ દૂર થાય છે. એથી ભાવરોગને કંઈક દૂર કરી શકે તેવો દ્રવ્યમાર્ગાનુસારી ભાવ અપુનબંધક, માર્ગાભિમુખ, માર્ગપતિત જીવોમાં છે.
સમ્યગ્દષ્ટિ, દેશવિરતિધર, સર્વવિરતિધર જીવો તો સંપૂર્ણ ભવાભિનંદીદોષોથી રહિત છે. અને સ્વશક્તિ અનુસાર સંસારના ઉચ્છેદ માટે બલવાન યત્ન કરનારા છે. એવા જીવોને ભગવાનનાં વચન રૂપી ઔષધ જેમ જેમ પ્રાપ્ત થાય છે. તેમ તેમ ભાવઆરોગ્ય વધે છે. તેથી સમ્યગ્દષ્ટિ આદિ જીવોમાં ભાવરોગના નાશ માટે અત્યંત કારણ બને એવો ભાવમાર્ગાનુસારી ભાવ છે. આથી જ જેઓએ ગ્રંથિભેદ કરીને સમ્યક્તને પ્રાપ્ત કર્યું છે, તેઓ અવિરતિના ઉદયવાળા હોય તો પણ પોતાની અવસ્થાને ઉચિત એવા કૃત્યના કરણરૂપ વિધિ દ્વારા ભગવાનના વચનૌષધનું સદા પાલન કરીને સંસારવ્યાધિનો સતત નાશ કરે છે. વળી અપુનબંધકાદિ ત્રણ જીવો સ્વભૂમિકાનુસાર ભગવાને બતાવેલી ક્રિયાઓ કરતા હોય તોપણ તેઓને ભગવાનના વચનરૂપ ઔષધ તે પ્રકારે સૂક્ષ્મ બોધ કરનારો થતો નથી. તેથી તે ક્રિયાઓ દ્વારા તેઓ કંઈક કંઈક ભાવઆરોગ્ય પ્રાપ્ત કરે છે. તોપણ સમ્યગ્દષ્ટિ જીવો જેવું ભાવઆરોગ્ય તેઓ પ્રાપ્ત કરી શકતા નથી. ટીકા -
एवं च-'उत्कर्षतोऽप्यपार्धपुद्गलपरावर्तावशेषसंसारस्यैव मार्गानुसारित्वमिति यत्केनचिदुक्तं तत्केनाभिप्रायेणेति विचारणीयं मध्यस्थैः, न ह्येवमपुनर्बन्धकापेक्षया कालभेदेन ग्रन्थिभेदस्य पुरस्करणमुपपद्यते, पराभिप्रायेणापार्द्धपुद्गलावर्तकालमानस्योभयत्राविशेषाद्, एवं वदतो भ्रान्तिमूलं तावच्चरम