________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૭ માર્ગાનુસારી પ્રૌઢ પ્રજ્ઞા અનુગતપણાનું વચન છે. અને તેનું=અપુનબંધકાદિનું, આટલું જ કાલમાનપણું છે=એક પુદ્ગલપરાવર્ત કાલમાન છે, આથી જ=ભવાભિનંદીના દોષોના વિગમનથી ચરમાવર્તમાં માર્ગાનુસારી ભાવ થાય છે આથી જ, વચન ઔષધના પ્રયોગનો કાળ=ભાવરોગના ઔષધરૂપ ભગવાનના વચનના પ્રદાનનો કાળ વ્યવહારથી ચરમપુદ્ગલપરાવર્ત જ કહેવાયો છે. વળી નિશ્ચયથી ગ્રંથિભેદ કાળ જ છે. ત્યાં પણ=વચનૌષધ પ્રયોગના વ્યવહારથી-નિશ્ચયથી બતાવેલા બે પ્રકારના કાલમાં પણ, ગ્રંથિભેદ કાળ જ ન્યૂનપણાને કારણે પુરસ્કાર કરાયો છે=સંસારના પરિભ્રમણના કાળનું અપુનબંધક કરતાં ન્યૂનપણું હોવાને કારણે વચનૌષધ પ્રયોગ માટે અધિક મહત્ત્વ અપાયું છે, અને તે પ્રમાણે=વચૌષધના પ્રયોગનો કાળ વ્યવહારથી અપુનર્બંધકનો છે અને નિશ્ચયથી ગ્રંથિભેદ કાળ છે તે પ્રમાણે, ઉપદેશપદની સૂત્ર અને વૃત્તિ છે
અહીં=વચનૌષધ પ્રયોગમાં, ઘન મિથ્યાત્વનો કાલ અકાલ જ્ઞાતવ્ય છે. વળી, અપુનબંધકાદિવાળો કાળ ધીર પુરુષો વડે એ વચનૌષધના પ્રયોગમાં કાળ કહેવાયો છે. ।।૪૩૨।।
૧૮૨
-
નિશ્ચયથી વળી, આવચનૌષધ પ્રયોગનો કાળ, ગ્રંથિભેદ કાળ જાણવો. આ હોતે છતે=ગ્રંથિભેદ હોતે છતે, પોતાની અવસ્થા ઉચિત કૃત્યકરણરૂપ વિધિથી સદા વચનૌષધની પાલના વડે આનાથીવચનૌષધથી, આરોગ્ય થાય છે. ।।૪૩૩।।
-
ઘન=મહામેઘવી અવલુપ્ત એવા સકલ નક્ષત્રાદિની પ્રભાના પ્રસરવાળી ભાદરવાદિના અમાવસ્યાની રાત્રિના મધ્યભાગમાં સમુદ્ભુત થયેલા અંધકાર જેવું નિબિડ, તત્ત્વવિપર્યાસ લક્ષણ મિથ્યાત્વ છે જેમાં તે તેવો છે=ધન મિથ્યાત્વવાળો છે, અને તે ઘન મિથ્યાત્વવાળો કાળ=ચરમ પુદ્ગલપરાવર્તથી વ્યતિરિક્ત શેષ પુદ્ગલપરાવર્ત લક્ષણ કાળ, અહીં=વચનૌષધ પ્રયોગમાં, અકાળ જ જ્ઞાતવ્ય છે. વળી, ચરમપુદ્ગલપરાવર્ત લક્ષણ કાળ તથાભવ્યત્વના પરિપાકથી બીજાધાનના ઉભેદ-પોષણાદિમાં કાલ થાય પણ=વચનૌષધ પ્રયોગનો કાલ થાય પણ, આથી જ=પૂર્વમાં કહ્યું કે, ચરમાવર્ત લક્ષણ વચનૌષધ પ્રયોગનો કાલ થાય પણ આથી જ, ઉપદેશપદમાં કહે છે વળી, અપુનબંધકાદિ કાલ છે—વચનૌષધ પ્રયોગનો અવસર છે, ત્યાં=અપુનર્બંધકાદિમાં, પાપ તીવ્ર ભાવે કરી નહિ ઇત્યાદિ લક્ષણ અપુનર્બંધક છે. આદિ શબ્દથી=અપુનબંધકાદિમાં રહેલા આદિ શબ્દથી, માર્ગાભિમુખ અને માર્ગપતિત ગ્રહણ કરાય છે. ત્યાં=માર્ગાભિમુખ અને માર્ગપતિતમાં, રહેલ માર્ગ લલિતવિસ્તરામાં આ જ શાસ્ત્રકાર વડે=ઉપદેશપદના જ શાસ્ત્રકાર વડે, ‘મયાાં' ઇત્યાદિ આલાપકની વ્યાખ્યામાં આવા લક્ષણવાળો=આગળ બતાવે છે તેવા લક્ષણવાળો કહેવાયો છે. ચિત્તનું અવક્રગમન=તત્ત્વાતત્ત્વના વિભાગને અનુકૂલ ચિત્તનું અવક્રગમન, માર્ગ છે. જે માર્ગ સાપના નલિકાના ગમન તુલ્ય છે. વિશિષ્ટ ગુણસ્થાનકની અવાપ્તિમાં પ્રવણ=સમર્થ, જીવના સ્વરસને વહન કરનાર ક્ષયોપશમવિશેષરૂપ હેતુ, સ્વરૂપ અને ફલ શુદ્ધ સુખા છે=માર્ગપ્રાપ્તિનો જે હેતુ એવો જે માર્ગાભિમુખ ભાવ તેના પ્રગટ થયેલ હેતુરૂપ સુખા છે. અને ૩-૪થી દૃષ્ટિમાં વર્તતા જીવો તત્ત્વાતત્ત્વના વિભાગને અનુકૂલ જે ઊહ કરે છે, તે સ્વરૂપ શુદ્ધ સુખા છે. અને માર્ગગમનથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિરૂપ જે ભાવમાર્ગની પ્રાપ્તિ થાય છે તે ફલ શુદ્ધ સુખા છે=જીવને સુખ આપે તેવો સુંદર પરિણામ છે. ત્યાં=માર્ગમાં, પડેલો=રહેલો, ભવ્ય વિશેષ માર્ગપતિત એ પ્રમાણે કહેવાય છે. અને તેના આદિ ભાવને પામેલો=માર્ગના આદિ ભાવને પામેલો માર્ગાભિમુખ કહેવાય છે. ‘રૂતિ’ શબ્દ માર્ગપતિત અને માર્ગાભિમુખના સ્વરૂપના કથનની સમાપ્તિ માટે છે. અને આમાર્ગપતિત અને માર્ગાભિમુખ એ ચરમ યથાપ્રવૃત્તકરણમાં રહેનારા જાણવા.