________________
૧૮૩
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૭ વળી ગાથાનો અર્થ કરતાં કહે છે –
અપુનબંધક અપુનબંધક કાલ વગેરે જેને છે તે તેવા છે અપુનબંધક વગેરે છે, અને તેવા અપુનબંધક વગેરેના કાલ ધીર એવા તીર્થંકર વડે કાલ=વચન ઔષધ પ્રયોગનો કાલ, કહેવાયો છે.
વળી નિશ્ચયથી–નિશ્ચયનયના મતથી, આ=આગળમાં કહેવાય છે તે, વચનૌષધ પ્રયોગનો કાળ જાણવો. કયો જાણવો ? એથી કહે છે – ગ્રંથિભેદ કાળ જ જાણવો=જે કાળમાં અપૂર્વકરણ, અનિવૃત્તિકરણથી ગ્રંથિ ભેદાયેલી થાય છે. તે કાળ જ જાણવો. કેમ ગ્રંથિભેદ કાળ જ વચનૌષધ પ્રયોગનો કાળ જ જાણવો ? તેથી કહે છે –
જે કારણથી ગ્રંથિભેદ થયે છતે અવસ્થા ઉચિત કૃત્ય કરણરૂપ વિધિથી સદા=સર્વકાલ, વચનૌષધની જે પાલના તેનાથી કરીને સંસારવ્યાધિના રોધરૂપ આરોગ્ય આ વચનૌષધના પ્રયોગથી થાય છે. અપુનબંધકાદિમાં કરાતો પણ વચનપ્રયોગ=અપાતો પણ ઉપદેશ, તે પ્રકારે=જે પ્રકારે સમ્યગ્દષ્ટિને સૂક્ષ્મ બોધ વિધાયક છે તે પ્રકારે સૂક્ષ્મબોધ વિધાયક નથી. તત્કાલનું અપુનબંધકાદિ કાલનું, અનાભોગબહુલપણું છેઃવચનમાંથી કંઈક તૃત્વનો બોધ થવા છતાં ઘણા અંશમાં તત્ત્વનો બોધ થતો નથી.
વળી, ભિન્નગ્રંથી આદિ જીવો વ્યાવૃત્તમોહપણાને કારણે નિપુણબુદ્ધિપણું હોવાથી તે તે કૃત્યોમાં વર્તમાન=પ્રવર્તતા તે તે કર્મરૂપ વ્યાધિના સમુચ્છેદક થાય છે. એથી ગ્રંથિભેદને જ પુરસ્કાર કરતાંગ્રંથિભેદનું જ મહત્ત્વ બતાવતાં, કહે છે – ઈતરથા પણ=વિધિપૂર્વક સદાજ્ઞાપાલન વગર પણ, આ કરાયે છતે ગ્રંથિભેદ કરાયે છતે, આ=વચન પ્રયોગ, આરોગ્યસાધક જ=ભાવારોગ્યનિષ્પાદક જ, થાય છે. અને તે રીતે ઉદ્ધરણની ગાથામાં કહ્યું કે વિધિથી સદાજ્ઞાપાલન વગર પણ સમ્યક્ત પ્રાપ્ત થયે છતે આ વચનપ્રયોગ આરોગ્યસાધક થાય છે તે રીતે, કહેવાય છે.
“અનવદ્યપદને દેનારું સંપૂર્ણ સુખરૂપ મોક્ષપદને દેનારું સમ્યક્તરત્ન મુહૂર્ત પણ પ્રાપ્ત કરીને જેઓ ત્યાગ કરે છે=સમ્યક્તનું વમન કરે છે, તેઓ પણ ભવરૂપી સમુદ્રમાં ચિરકાલ સુધી ભમતા નથી, ચિરત=લાંબો કાળ તેને ધારણ કરનારા=સમ્યક્તને ધારણ કરનારા, જીવોનું અહીં=સંસારમાં, શું કહેવા જેવું છે.
આમાં=સમ્યક્તવમન કરવા છતાં પણ સમ્યક્ત પામેલા જીવો સંસારમાં બહુ પરિભ્રમણ કરતા તથી એમાં, હેતુને કહે છે –
ઔદારિક, વૈક્રિય, તૈજસ, ભાષા, શ્વાસોચ્છવાસ, મન અને કર્મગ્રહણપરિણતપુદ્ગલોનો વિવક્ષિત કાળ આદિ કરીને જેટલા કાળમાં સમસ્તપણાથી એક જીવના ગ્રહણ-નિસર્ગ થાય છે તે પુદ્ગલપરાવર્ત કાળ એ પ્રમાણે કહેવાય છે; કેમ કે પુદ્ગલના ગ્રહણ અને નિસર્ગ દ્વારા પરિવર્તન પામે છેપરાપર પરિણતિને પ્રાપ્ત કરે છે જેમાં, એ પ્રમાણેની વ્યુત્પત્તિ છે=પુદ્ગલપરાવર્ત શબ્દની વ્યુત્પત્તિ છે. તેના અર્ધ સુધી=પગલપરાવર્તના અર્ધ સુધી, જે કારણથી કાંઈક હીન આ હોતે છત=ગ્રંથિભેદ હોતે છતે, તીર્થંકરાશાતના બહુલ પણ જીવોનો સંસાર છે. આમાં=ગ્રંથિભેદ થવા છતાં પણ કંઈક ન્યૂન સંસારપરિભ્રમણમાં, ફૂલવાલક, ગોશાલાદિ દગંત કહેવાં.” ઇત્યાદિ. ભાવાર્થ :
જીવમાં મોક્ષપ્રાપ્તિનું કારણ બને એવું દ્રવ્યમાર્ગાનુસારીપણું ક્યારે થાય ? અને ભાવમાર્ગાનુસારીપણું ક્યારે થાય ? તેનું કાલમાન બતાવતાં કહે છે –