________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૬, ૧૭
૧૭૯ થયેલ એવા પરમાનને સાધુને વહોરાવે છે. તેથી નિશ્ચયથી સંગમનો જીવ પરદર્શનમાં રહ્યો નથી. વળી, નયસાર પણ સમ્યક્તની પ્રાપ્તિ પૂર્વે કોઈ દર્શનમાં રહેલ નથી. આથી જ કોઈ મહાત્મા પધારે તો તેઓને ભોજન આપીને “ભોજન કરું' તેવો પરિણામ ધરાવે છે. મહાત્મા તરીકે જૈન સાધુને જોઈને પણ નયસારને આ સાધુ તો અન્યદર્શનના છે, આપણા નથી, તેવી બુદ્ધિ થતી નથી. તેથી નયસાર નિશ્ચયથી પરદર્શન બાહ્ય છે. વળી અંબડ પરિવ્રાજકનો વેષ ધારણ કરે છે, તોપણ ભગવાનના વચનથી ભાવિત હોવાને કારણે શ્રાવકના આચાર પાળે છે, તેથી વેશથી પરદર્શનમાં હોવા છતાં અંબડ શ્રાવક નિશ્ચયનયથી પરદર્શન બાહ્ય છે. માટે તેઓમાં માર્ગાનુસારીપણું હોઈ શકે. જ્યારે પતંજલિ ઋષિ આદિ તો પોતાને અભિમત સાંખ્ય દર્શનને જ પ્રમાણભૂત માને છે, તેથી તેઓમાં માર્ગાનુસારીપણું સંભવે નહિ, એ પ્રકારનો સર્વજ્ઞ શતકનો આશય છે. તે તેઓના જ વચનને પ્રતિકૂળ છે, એમ ગ્રંથકારશ્રી કહે છે. તેમાં યુક્તિ બતાવે છે કે જેમ અંબાદિમાં માર્ગાનુસારી ભાવ છે તેમ સદ્ગહપ્રવૃત્તિથી જનિત નશ્ચયિક પરસમય બાહ્યપણું પતંજલિ આદિમાં હોવાથી તેમાં પણ માર્ગાનુસારીપણું છે.
આશય એ છે કે પતંજલિ આદિ પોતપોતાને અભિમત દર્શનને જ પ્રમાણભૂત માને છે. આમ છતાં મોક્ષને અનુકૂલ તત્ત્વ પ્રત્યેના પક્ષપાતવાળા છે. તેથી પોતાના દર્શનનાં જે જે વચનો મોક્ષને અનુકૂલ ક્રિયાઓને બતાવનારાં છે તેના પ્રત્યે જ તેઓને આગ્રહ છે. તેથી પરદર્શનમાં રહેલી મોક્ષને અનુકૂળ એવી ક્રિયાઓ પ્રત્યે જ આગ્રહ હોવાથી તેઓમાં સદ્ગહપ્રવૃત્તિથી જનિત નશ્ચયિક પરસમય બાહ્યપણું છે. ફક્ત જેમ અંબડ શ્રાવક વેશથી પરસમયમાં છે તેમ પતંજલિ ઋષિ પણ બાહ્યથી પરસમયમાં છે. છતાં જેમ નિશ્ચયથી અંબડ શ્રાવક જૈનદર્શનમાં છે, તેમ પતંજલિ ઋષિ પણ નિશ્ચયથી જૈનશાસનમાં છે; કેમ કે જિનપણાના ઉપાસક છે. ફક્ત અંબડાદિમાં અને પતંજલિ આદિમાં આટલો ભેદ છે – પતંજલિ આદિને અપુનબંધકપણાથી પરસમય બાહ્યપણું છે. અને અંબડ આદિને ભગવાનના વચનમાં શ્રદ્ધા હોવાથી શ્રાદ્ધપણાદિથી પરસમય બાહ્યપણું છે. ll૧૬ અવતરણિકા -
अयं मार्गानुसारिभावः कदा स्यात् ? इत्येतत्कालमानमाह - અવતરણિકાર્ય :
આ પૂર્વગાથામાં કહ્યો છે, માર્ગાનુસારિભાવ ક્યારે પ્રાપ્ત થાય છે ? તેથી એના માર્ગાનુસારી ભાવના, કાલમાનને કહે છે –
ગાથા :
मग्गाणुसारिभावो जायइ चरमंमि चेव परिअट्टे । गुणवुड्डीए विगमे भवाभिनंदीणदोसाणं ।।१७।।