________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૬
૧૭૮
અભિમત છે માટે માર્ગાનુસારિતાનો હેતુ છે. તેના સમાધાન માટે ગ્રંથકારશ્રી કહે છે – જે જીવો અવ્યુત્પન્ન છે અથવા અભિનિવિષ્ટ છે તેવા જીવોને ૫૨કીય સંમતિ બતાવવાથી ભગવાનના માર્ગમાં દૃઢતા થાય છે. તેથી તેવા જીવો દૃઢ યત્ન કરીને ઉભય સંમત ક્રિયા દ્વારા માર્ગાનુસારી ભાવને પ્રાપ્ત કરી શકે.
આશય એ છે કે જેઓ અન્યદર્શનમાં રહેલા છે અને તત્ત્વજિજ્ઞાસાથી સદ્ગુરુ પાસે તત્ત્વ સાંભળવા આવેલા છે અને તત્ત્વના વિષયમાં માર્ગાનુસારી વિચાર કરી શકે તેવી વ્યુત્પન્ન મતિ નથી તેઓ અવ્યુત્પન્ન છે. કેટલાક તત્ત્વજિજ્ઞાસાથી સદ્ગુરુ પાસે તત્ત્વ સાંભળવા આવેલા છે આમ છતાં સ્વદર્શન પ્રત્યે કંઈક પક્ષપાતરૂપ અભિનિવેશ છે. તેવા જીવોને કહેવામાં આવે કે આ પાપઅકરણનિયમાદિની ક્રિયા જેમ જૈનદર્શનને સંમત છે તેમ અન્યદર્શનવાળા એવા પતંજલિ આદિને પણ સંમત છે. તે સાંભળીને જે અવ્યુત્પન્ન છે તેવા જીવોને થાય કે અમારા દર્શનમાં પણ જે પાપઅકરણનિયમ કહ્યા છે તે જ પાપઅકરણતે નિયમાદિને ધર્મરૂપે આ મહાત્મા કહે છે. તેથી તે પાપઅકરણનિયમની ક્રિયા પ્રત્યે તે મહાત્માને દૃઢ પક્ષપાત થાય છે.
વળી જે કાંઈક સ્વદર્શનમાં અભિનિવેશવાળા છે તેઓને સુગુરુ કહે કે આ પાપઅકરણનિયમાદિની ક્રિયા જેમ અમને અભિમત છે તેમ તમારા પતંજલિ ઋષિ આદિને પણ અભિમત છે. તેથી સ્વદર્શન પ્રત્યેના કંઈક અભિનિવેશવાળાને પણ જૈનદર્શનને સંમત એવા પાપઅકરણનિયમની ક્રિયામાં દઢતા થાય છે. અને પાપઅકરણનિયમ પ્રત્યેના દૃઢ રાગવાળા એવા તેઓ પાપઅકરણનિયમની જૈનશાસનની સૂક્ષ્મ દૃષ્ટિને સુગુરુ પાસેથી સાંભળીને અન્યદર્શન કરતાં પણ જૈનદર્શનની પાપઅકરણની ક્રિયા સૂક્ષ્મ તત્ત્વને સ્પર્શનારી છે તેવા બોધવાળા થાય છે. અને તે સૂક્ષ્મબોધપૂર્વકની ક્રિયાઓ કરીને વિશેષ-વિશેષ માર્ગાનુસારી બોધ પ્રાપ્ત કરે છે.
વળી, જેઓ વ્યુત્પન્ન મતિવાળા છે અને પોતાના દર્શન પ્રત્યે અભિનિવિષ્ટ નથી, તેવા જીવોને આ પાપઅકરણનિયમની ક્રિયા ઉભય સંમત છે તેમ કહેવાની આવશ્યકતા રહેતી નથી; કેમ કે વ્યુત્પન્ન મતિવાળા અને કોઈ દર્શન પ્રત્યે જેઓને અભિનિવેશ નથી તેવા જીવો સંસારથી અતીત તત્ત્વ કેવું છે તેને જાણનારા હોય છે અને તેઓને ઉપદેશક કહે કે ભગવાનના શાસનમાં પાપઅકરણના નિયમાદિની ક્રિયાઓ આ પ્રકારે બતાવાયેલી છે અને તે ક્રિયાઓ આ રીતે સંસારના ઉચ્છેદનું કારણ છે. તે સાંભળીને તેઓ સ્વાભાવિક રીતે તે ક્રિયાઓ પ્રત્યે રાગવાળા થાય છે. પરંતુ આ અકરણનિયમ ક્રિયા અન્યદર્શનને પણ સંમત છે તેમ કહેવાથી તેઓને કોઈ વિશેષ પરિણામ થતો નથી. તેથી તેઓ પ્રત્યે પાપઅકરણનિયમમાં ૫રદર્શનની સંમતિ છે તેમ બતાવવાનું કોઈ પ્રયોજન નથી.
વળી, જે કોઈ કહે છે કે નિશ્ચયથી પ૨સમયમાં બાહ્ય જ એવા સંગમ, નયસાર, અંબડાદિને માર્ગાનુસારીપણું હોય, પરંતુ પરસમયમાં રહેલા એવા પતંજલિ આદિને માર્ગાનુસારીપણું હોઈ શકે નહિ; કેમ કે પતંજલિ આદિ તો અન્યદર્શનમાં જ રહેલા છે અને તે દર્શનના આચારોને મોક્ષનું કારણ માને છે. જ્યારે શાલિભદ્રનો જીવ સંગમ તો સુસાધુ પ્રત્યે ભક્તિવાળો છે આથી જ અતિ ક્લેશથી પ્રાપ્ત