________________
૧૭૬
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૬ પ્રાપ્તિનું કારણ એવી ક્રિયા, ક્વચિત્ ઉભય અભિમત છે અને ક્વચિત્ સમય અભિમત છે. એથી અનિયત હેતુ છે.
અહીં પ્રશ્ન થાય કે સ્વસમયાભિમત કહેવાથી અન્યદર્શનને અભિમત ન કહીએ તો પણ ચાલે; કેમ કે માત્ર પરસમયાભિમત ક્રિયા માર્ગાનુસારિતાનો હેતુ નથી અને સ્વસમયાભિમત હોય તે ક્રિયા પરને અભિમત હોય કે ન પણ હોય તેનાથી કાંઈ વિશેષતા પ્રાપ્ત થતી નથી. આમ છતાં ક્વચિત્ ઉભયાભિમત ક્રિયા માર્ગાનુસારિતાનો હેતુ છે તેમ કેમ કહ્યું ? તેથી કહે છે –
અને પરકીયસંમતિનું નિજમાર્ગના કાર્યનું હેતુપણું અવ્યુત્પન્ન અને અભિતિવિષ્ટ જીવો પ્રત્યે છે પરંતુ વ્યુત્પન્ન અને અભિતિવિષ્ટ જીવો પ્રત્યે નથી.
ત્તિ' શબ્દ માર્ગાનુસારી ભાવની પ્રાપ્તિમાં ક્રિયા કઈ રીતે હેતુ છે ? તેની સમાપ્તિ માટે છે. વળી, “નિશ્ચયથી પરસમય બાહ્ય જ એવા સંગમ, નયસાર, અંબડ વગેરેને માર્ગાનુસારીપણું થાય, અન્યોને નહીં.' એ પ્રમાણે જે કેટલાકનો મત છે તે તેઓને જ પ્રતિકૂળ છે; કેમ કે અંબડાદિની જેમ સહ પ્રવૃત્તિ જવિત વૈશ્ચયિક પરસમય બાહ્યપણારૂપે પતંજલિ આદિઓને પણ માર્ગાનુસારિતાનો અપ્રતિઘાત છે. આટલો જ વિશેષ છે, જે એકને પતંજલિ આદિને અપુનબંધકપણાથી તથાપણું માર્ગાનુસારીપણું, છે, વળી, બીજાઓને અંબડાદિવે, શ્રદ્ધાળુપણાઆદિથીeભગવાનના વચનમાં રુચિપણું અને ભગવાનના વચનાનુસાર પ્રવૃત્તિ કરવાપણું હોવાથી, માર્ગાનુસારીપણું છે. II૧૬ ભાવાર્થ :
સર્વજ્ઞશતકકાર ધર્મસાગરજી મહારાજ માને છે કે જૈનદર્શનની ક્રિયા જ માર્ગાનુસારિતામાં હેતુ છે, અન્યદર્શનની ક્રિયા કરનારામાં માર્ગાનુસારિતા નથી. આને સ્થાપન કરવા માટે તે મહાત્મા કહે છે કે પરસમયઅનભિમત અને સ્વસમયઅભિમત એવી ક્રિયા જ અતત્ત્વના પક્ષપાતરૂપ અસહનો નાશ કરે છે. અતત્ત્વને પક્ષપાતરૂપ અસદ્ગત જેમ જેમ અલ્પ થાય છે તેમ તેમ માર્ગાનુસારિતા પ્રગટે છે. માટે અન્યદર્શનની ક્રિયા કરનારા એવા પતંજલિ આદિને માર્ગાનુસારિતા સંભવે નહિ.
આ પ્રકારનું સર્વજ્ઞશતકનું કથન અસતું છે તેમ ગ્રંથકારશ્રી કહે છે. તેમાં મુક્તિ આપે છે કે જૈનદર્શન અને પરદર્શન એમ ઉભયને સંમત એવા પાપઅકરણના નિયમાદિના સેવનથી પતંજલિ આદિ દ્રષિઓમાં માર્ગાનુસારિતા છે એમ શાસ્ત્રમાં કહેલું છે. એથી પરસમયાનભિમત એવી જૈનદર્શનની ક્રિયા જ માર્ગાનુસારિતાનો હેતુ છે તેમ કહી શકાય નહિ. પરંતુ જૈનદર્શન જેને સ્વીકારે છે એવી પરસમયને અભિમત પાપઅકરણની ક્રિયા પણ માર્ગાનુસારિતાનો હેતુ છે.
અહીં પ્રશ્ન થાય કે પરસમયની ક્રિયા પૂર્ણ વિવેકવાળી નથી અને જૈનદર્શનની ક્રિયા અત્યંત વિવેકવાળી છે તેથી પરસમયની વિવેકવાળી પણ કંઈક અવિવેકથી યુક્ત ક્રિયા કઈ રીતે માર્ગાનુસારિતાનો હેતુ થશે ? તેથી કહે છે – પરદર્શનમાં પણ જેઓની મતિ તત્ત્વને જોવા માટે વ્યુત્પન્ન છે તેવા પતંજલિ આદિ ઋષિઓને સંસારથી અતીત તત્ત્વની પ્રાપ્તિ થાય તેવા તત્ત્વની જિજ્ઞાસાપૂર્વક તત્ત્વાતત્ત્વના વિષયમાં વિચાર