________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૬
ભગવાનના શાસનની સમ્યક્ત્વની ક્રિયા અને ચારિત્રની ક્રિયા કઈ રીતે ક૨વાની છે ? તેનો બોધ કરાવીને તે ક્રિયા દ્વારા તેઓમાં વર્તતા અસગ્રહનો પરિત્યાગ કરાવે છે, જેનાથી તેઓમાં માર્ગાનુસારી ભાવ પ્રગટે છે. અર્થાત્ ચારિત્રનો પરિણામ પ્રગટે છે.
૧૭૪
તે જ રીતે અન્યદર્શનમાં રહેલા પણ જેઓ અસહમાં પ્રવૃત્ત નથી પરંતુ સગ્રહમાં પ્રવૃત્ત છે અર્થાત્ મોક્ષના કારણભૂત ઉચિત ક્રિયા જ તેઓને આત્મહિતરૂપે જણાય છે તેવા યોગ્ય જીવો જૈનદર્શન અને અન્યદર્શનસાધારણને અભિમત એવી યમ-નિયમાદિની શુદ્ધ ક્રિયાઓ કરે છે. આવી ક્રિયા દ્વારા તેઓને આત્માના પારમાર્થિક સ્વરૂપ વિષયક પક્ષપાત વધે છે. તેથી સગ્રહપ્રવૃત્ત એવા અન્યદર્શનવાળા જીવો પણ માર્ગાનુસા૨ી ભાવને પ્રાપ્ત કરે છે.
અહીં પ્રશ્ન થાય કે અન્યદર્શનવાળા જીવોમાં પારમાર્થિક વસ્તુ વિષયક પક્ષપાતનું આધાન કેમ થાય છે ? તેથી કહે છે
અધ્યાત્મના જાણનારાઓ હેય-ઉપાદેયના વિષયમાત્રની પરીક્ષા કરવામાં કુશળ હોય છે. તેથી અધ્યાત્મના પરમાર્થને જાણનારા એવા તેઓ મોક્ષપ્રાપ્તિ માટે શું હેય છે ? અને શું ઉપાદેય છે ? તેને જ નિપુણ પ્રજ્ઞાથી જાણવા યત્ન કરે છે. અને જેમ જેમ હેયોપાદેયના વિષયમાં તેઓ અધિક-અધિક બોધવાળા થાય છે તેમ તેમ તેઓમાં પારમાર્થિક વસ્તુ વિષયક પક્ષપાત વધે છે. તેથી ઉભયને અભિમત ક્રિયાથી પણ તેઓની શુદ્ધિ થાય છે.
આ કથનથી શું ફલિત થાય છે ? તે બતાંવતાં કહે છે –
--
આત્મામાં મોક્ષને અનુકૂલ એવી પરિણતિની નિષ્પત્તિરૂપ માર્ગાનુસારી ભાવની પ્રાપ્તિમાં જૈન શાસનની ક્રિયાનું એકાંતિક હેતુપણું કે આત્યંતિક હેતુપણું નથી અર્થાત્ જૈનશાસનની ક્રિયા કરે તો જ માર્ગાનુસારી ભાવ થાય તેવો એકાંતિક નિયમ નથી અને જૈનશાસનની ક્રિયા જ માર્ગાનુસારી ભાવ પ્રત્યે અત્યંત કારણ છે, અન્ય કોઈ ક્રિયા અત્યંત કારણ નથી તેવો એકાંત નિયમ નથી. માટે જૈન ક્રિયાને નહીં કરનારા એવા પણ ભાવથી જૈન એવા અન્યદર્શનવાળા જીવોમાં માર્ગાનુસારીપણું હોવાથી ભગવાનની આજ્ઞાનો સંભવ અવિરુદ્ધ છે.
વળી અન્યદર્શનમાં રહેલા જીવોમાં ભગવાનની આજ્ઞાના સંભવને સ્વીકારવામાં શાસ્ત્રીય યુક્તિ બતાવે છે. શાસ્ત્રમાં અન્યલિંગસિદ્ધ, ગૃહસ્થલિંગસિદ્ધાદિ સિદ્ધના ૧૫ ભેદો કહ્યા છે. જીવ જે કોઈપણ લિંગથી સિદ્ધ થાય તેઓમાં રત્નત્રયીની પરિણતિરૂપ ભાવલિંગ અવશ્ય હોય છે. આ રત્નત્રયીની પરિણતિરૂપ ભાવલિંગનું કારણ જૈનશાસનના સાધ્વાચારરૂપ ક્રિયા છે. જેઓ અન્યલિંગસિદ્ધ થાય છે તેઓ જૈનશાસનની ક્રિયા કર્યા વગર ભાવલિંગને પામીને સિદ્ધ થાય છે તેમ સ્વીકારીએ તો જ અન્યલિંગ સિદ્ધાદિ ભેદની સંગતિ થાય. તેથી જેમ જૈનશાસનની ચારિત્રની ક્રિયા વગર ભાવચારિત્ર પ્રાપ્ત થાય છે તેમ જૈનશાસનની ક્રિયા વગર પણ માર્ગાનુસારીભાવરૂપ પરિણામ અન્યદર્શનવાળા જીવોને થઈ શકે છે તેમ સ્વીકારવું જોઈએ.