________________
૧૭૨
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૬ અભિધાન હોવાથી=પતંજલિ આદિ મુનિઓમાં યોગની દૃષ્ટિઓનું અભિધાન હોવાથી, તેઓને પતંજલિ આદિ ઋષિઓને, માર્ગાનુસારીપણાની સિદ્ધિ છે.
“અને યોગમાર્ગના જાણનારા=અધ્યાત્મના જાણનારા, એવા તપથી નિધૂત કલ્મષવાળા=પ્રશમપ્રધાન તપ દ્વારા ક્ષીણપ્રાયઃ છે માર્ગાનુસારી બોધના બાધક એવા મોહમલવાળા, પતંજલિ વગેરે વડે કહેવાયું છે–નિરૂપણ કરાયું છે.” એ પ્રકારના="ાં જ યોગમાસ્તરોનિધૂર્તશલ્મઃ” એ પ્રકારના, પ્રતીકનું વિવરણ કરતા એવા યોગબિંદુના વૃત્તિકાર વડે પણ તેઓને=પતંજલિ આદિઓને, તેનું માર્ગાનુસારીપણાનું, અભિધાન છે.
અહીં અત્યદર્શનવાળા જીવોને માર્ગાનુસારી ભાવ છે તેમાં, આ પરમાર્થ છે. અવ્યુત્પન્ન અને વિપરીત વ્યુત્પન્ન એવા જીવોને-મોક્ષમાર્ગને અનુકૂળ ઉચિત દિશામાં યત્ન કરવા વિષયક જેઓની મતિ અવ્યુત્પન્ન છે અથવા વિપરીત વ્યુત્પન્ન છે તેવા પરસમયમાં રહેલા જીવોને, જેનામતની ક્રિયા જે પ્રમાણે અસગ્રહના પરિત્યાજન દ્વારા દ્રવ્યસમ્યક્તના આરોપણથી માર્ગાતુસારિતાનો હેતુ છે તે પ્રમાણે સદ્ગહમાં પ્રવૃત્ત એવા અવ્યદર્શનવાળાઓને ઉભય અભિમત જૈનદર્શન અને અન્યદર્શનને અભિમત એવા યમ-નિયમાદિ શુદ્ધ સ્વરૂપવાળી ક્રિયા પણ પારમાર્થિક વસ્તુ વિષયક પક્ષપાત આધાન દ્વારા=સર્વ કર્મોથી રહિત મુક્તાવસ્થાના કારણભૂત એવા પારમાર્થિક પરિણામ વિષયક પક્ષપાત આધાન દ્વારા, તે પ્રકારની છે=માર્ગાતુસારિતાનો હેતુ છે, કેમ કે અધ્યાત્મના જાણનારાઓનું હેય-ઉપાદેયના વિષયમાત્રની પરીક્ષામાં સમર્થપણું છે મોક્ષપ્રાપ્તિ માટે આત્માને શું છે અને શું ઉપાદેય છે? તે વિષયમાત્રમાં વિવેકપૂર્વકની પરીક્ષામાં સમર્થપણું છે. તે રીતે=સદ્ગહપ્રવૃત્ત અન્યદર્શનવાળા પણ પારમાર્થિક વસ્તુ વિષય પક્ષપાતના આધાન દ્વારા માર્ગાનુસારીભાવને પ્રાપ્ત કરે છે તે રીતે, નિયત ક્રિયાનું જૈનશાસનની નિયત ક્રિયાનું, માર્ગાનુસારીભાવજનનમાં એકાંતિકપણું અને આત્યંતિકપણું નથી. અને તે રીતે માર્ગાનુસારીભાવજતનમાં નિયત ક્રિયા એકાંતે હેતુ નથી તે રીતે, જેની ક્રિયા વગર પણ ભાવજેતા એવા અવ્યદર્શનવાળાને માર્ગાનુસારીપણું હોવાથી આજ્ઞાનો સંભવ અવિરુદ્ધ છે. અને આ યુક્ત છે અન્યદર્શનવાળાને આજ્ઞાનો સંભવ છે એ યુક્ત છે, અને એ પ્રમાણેક અચદર્શનવાળાને આજ્ઞાનો સંભવ છે એ પ્રમાણે, ન માનો તો ભાવલિંગના બીજના અભાવને કારણે-રત્નત્રયીરૂપ ભાવલિંગના કારણભૂત એવી જૈનશાસનની ક્રિયાનો અભાવ હોવાને કારણે, ભાવલિંગની પણ અચદર્શનવાળાને અનુપાતિ હોતે છતે મોક્ષની પ્રાપ્તિના કારણભૂત એવી રત્નત્રયીની પરિણતિરૂપ ભાવલિંગની પણ અવ્યદર્શનવાળાને અનુપપત્તિ હોતે છતે, અત્યલિંગ સિદ્ધાદિ ભેદની અનુપપત્તિ છે.
ભાવાર્થ :
અવતરણિકામાં શંકા કરેલ કે ભગવાનના શાસનમાં બતાવેલી ક્રિયાના સેવન વગર પણ અન્યદર્શનવાળા જીવોને ભગવાનના વચનની પરિણતિરૂપ પ્રધાન દ્રવ્યાજ્ઞા કઈ રીતે સંભવી શકે ? તેનું સમાધાન કરતાં