________________
૧૪૦
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૨
નહિ. તેથી સમ્યક્ત ઉચ્ચરાવવાના કાળમાં સર્વ દેવોને નમસ્કાર નહિ કરવાનું પચ્ચકખાણ કરાય છે તેથી, તેઓનો શુભ અધ્યવસાય પણ=મિથ્યાષ્ટિઓને પોતાના દેવતાઓને નમસ્કાર કરવાનો શુભ અધ્યવસાય પણ, પાપાનુબંધી પુણ્યપ્રકૃતિનું હેતુપણું હોવાને કારણે નરકાદિનું કારણ પણું હોવાથી મહાઅનર્થનો હેતુ જ છે. અહીં પોતપોતાના દેવોને નમસ્કાર કરવામાં, આપેક્ષિક પણ શુભપણું ઘટતું નથી; કેમ કે સ્વસ્ત્રીના સંગના પરિત્યાગથી પરસ્ત્રીના સંગમાં પ્રવૃત પુરુષની જેમ બહુ પાપના પરિત્યાગ વગર અલ્પ પાપના પરિત્યાગનું અશુભપણું છે–પોતપોતાના દેવોને નમસ્કાર કરવારૂપ બહુ પાપના પરિત્યાગ વગર પૃથ્વી આદિના આરંભરૂપ અલ્પ પાપના પરિત્યાગનું અશુભપણું છે. આથી જમિથ્યાદૃષ્ટિ દેવોને નમસ્કાર કરવો એ પૃથ્વી આદિ આરંભ કરતાં અધિક પાપ છે આથી જ, પૃથ્વી આદિ આરંભમાં પ્રવૃત્ત એવા પણ સમ્યગ્દષ્ટિ જીવોની અવ્યતીર્થિક દેવાદિની આરાધનાના પરિત્યાગની ઉપપત્તિ છે" એ પ્રમાણે પરનો એકાંત અભિનિવેશ તિરસ્ત છે; કેમ કે ઉત્કટ મિથ્યાત્વવાળા પુરુષને આશ્રયીને પોતપોતાના દેવતાદિની આરાધનાની પ્રવૃત્તિનું મહાઅનર્થનું હેતુપણું હોવા છતાં પણ અનાભિગ્રહિક આદિધાર્મિકને આશ્રયીને તથાનો અભાવ છે=મિથ્યાદિ દેવોને કરાયેલા નમસ્કારનો મહા અનર્થનો અભાવ છે.
કેમ આદિધાર્મિકની મિથ્યાષ્ટિ દેવોને નમસ્કારની પ્રવૃત્તિ મહા અનર્થનો હેતુ નથી ? એમાં યુક્તિ બતાવે છે –
તેની=આદિધાર્મિકતી, અવિશેષથી પ્રવૃત્તિનું સર્વ દેવોને નમસ્કારરૂપ અવિશેષથી પ્રવૃત્તિનું, દુર્ગ તરણના હેતુત્વનું તરકપાતાદિ દુર્ગતરણના હેતુત્વનું, હરિભદ્રસૂરિ વડે ઉક્તપણું છે. અને પૂર્વ ભૂમિકામાં શુભ અધ્યવસાયના હેતુનું પચ્ચકખાણ ઉત્તર ભૂમિકામાં પોતે સ્વીકારેલા વિશેષ ધર્મના પ્રતિબંધકરૂપે થાય છે. એટલાથી ઉત્તરભૂમિકામાં પોતે સ્વીકારેલા વિશેષ ધર્મના પ્રતિબંધકરૂપે જેનું પ્રત્યાખ્યાન થતું હોય એટલામાત્રથી, પૂર્વ ભૂમિકામાં પણ તેનો વિલોપ કરવો યુક્ત નથી. જે પ્રમાણે સ્વીકારાયેલા સંપૂર્ણ સંયમવાળા સાધુને જિનપૂજાના સાક્ષાતકરણનો નિષેધ હોવાથી તેને સાધુને, પોતે સ્વીકારેલા ચારિત્રના વિરોધી એવા પુષ્પાદિતા ગ્રહણરૂપે તેનું પ્રત્યાખ્યાત હોવા છતાં પણ દેશ સંયમવાળા શ્રાવકોને તેનું જિનપૂજાનું, અનુચિતપણું નથી, તે પ્રમાણે સ્વીકારેલા સમ્યગ્દર્શનવાળા જીવોને પોતાના વડે સ્વીકારાયેલા સમ્યક્તના પ્રતિબંધક એવા વિપર્યાસના હેતુપણાથી અવિશેષથી પ્રવૃત્તિનું સર્વ દેવોને નમસ્કાર કરવારૂપ અવિશેષથી પ્રવૃત્તિનું, પ્રત્યાખ્યાન હોવા છતાં પણ આદિધાર્મિક જીવોને તેનું અનુચિતપણું અવિશેષથી સર્વ દેવોને નમસ્કાર કરવાની પ્રવૃત્તિનું અનુચિતપણું, નથી, એ પ્રમાણે વિભાવન કરવું.
‘તથી શંકા કરે છે કે આ રીતે પૂર્વમાં સ્થાપન કર્યું એ રીતે, આદિધાર્મિકને દેવાદિ સાધારણ ભક્તિનું સર્વ દેવોને પૂજવારૂપ સાધારણ ભક્તિનું, પૂર્વસેવામાં ઉચિતપણું હોતે છતે શ્રાવકોની જિનપૂજાની જેમ સાધુને સાક્ષાત્ તેની અકરણવ્યવસ્થામાં પણ સાક્ષાત્ પૂજાતી અકરણની મર્યાદામાં