________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૫
૧૬૩ પ્રધાન અર્થથી, અ૫નબંધકાદિને દ્રવ્યઆજ્ઞા છે. એ પ્રમાણે વૃત્તિનો તાત્પર્યાર્થ છે=ઉપદેશપદની વૃત્તિનો તાત્પર્યાર્થ છે. ભાવાર્થ :
અન્યદર્શનવાળા જીવો અવેઘસંવેદ્યપદમાં રહેલા હોવા છતાં ગલિત અસગ્રહવાળા હોય છે ત્યારે ભાવ જૈન હોય છે. તેઓને ભાવાજ્ઞાનું કારણ એવી પ્રધાન દ્રવ્યાજ્ઞા હોય છે; કેમ કે અપુનબંધક જીવો, જે ઉચિતાચાર પાળે છે તે પરંપરાએ સમ્યગ્દર્શનાદિના સાધક છે.
આશય એ છે કે જેઓનું મિથ્યાત્વ મંદ થયું છે. આમ છતાં ગ્રંથિનો ભેદ થયો નથી તેથી વિપરીત બોધવાળા છે માટે તેઓ અવેદ્યસંવેદ્યપદમાં રહેલા છે. છતાં મિથ્યાત્વની મંદતાને કારણે જિનપણા પ્રત્યે તેઓને રાગ છે. આથી તેઓ જિનપણાના ઉપાસક હોવાથી ભાવજૈન કહેવાય છે. સમ્યગ્દષ્ટિ જીવોએ ગ્રંથિનો ભેદ કરેલો છે. તેથી સર્વ બતાવેલા માર્ગનો તેઓને સૂક્ષ્મ બોધ છે. આવા જીવો સ્વશક્તિ અનુસાર સર્વજ્ઞના વચનને વિશેષ વિશેષ જાણવા સદા યત્ન કરે છે. માર્ગાનુસારી સૂક્ષ્મપ્રજ્ઞા હોવાને કારણે તેઓને શાસ્ત્રાભ્યાસથી જે કાંઈ બોધ થાય છે તે સર્વ સમ્યગુ પરિણમન પામે છે. માટે આગમના વચનરૂપ આજ્ઞા તેઓને ભાવથી પરિણમન પામેલી છે તેમ કહેવાય છે. તેથી સમ્યગ્દષ્ટિ જીવો ભાવાજ્ઞાને પામેલા છે. આવી ભાવાજ્ઞા અવેદ્યસંવેદ્યપદમાં રહેલા ભાવનને પ્રાપ્ત થઈ નથી તોપણ અપુનબંધકદશાને ઉચિત જે આચારો તેઓ પાળે છે તે પરંપરાથી સમ્યગ્દર્શનાદિના સાધક હોવાને કારણે ભાવાજ્ઞાના કારણ છે.
તેમાં ગ્રંથકારશ્રીએ ઉપદેશપદની સાક્ષી આપીને કહ્યું કે દ્રવ્યાજ્ઞામાં રહેલ દ્રવ્ય શબ્દ બે અર્થમાં છે : (૧) અપ્રધાન અર્થમાં (૨) યોગ્ય અર્થમાં. તેમાં યોગ્યરૂપ દ્રવ્યાજ્ઞા અપુનબંધકાદિને છે અને અપ્રધાનાર્થક દ્રવ્યાજ્ઞા અભવ્યને અને સકૃબંધકને છે. તેથી એ પ્રાપ્ત થાય કે જે અભવ્યના જીવો કે સકૃબંધકાદિ જીવો જિનપૂજાદિ કે ચારિત્રનું અનુષ્ઠાન પાળે છે તે સર્વ આચરણા અપ્રધાનદ્રવ્યાજ્ઞા છે; કેમ કે મોક્ષપ્રાપ્તિનું કારણ બને તેવો પ્રધાનભાવ સમ્યગ્દર્શનાદિરૂપ છે અને તે ભાવનું કારણ બને તેવા ભાવાંશથી વિકલ તેઓની સર્વ ક્રિયા છે. માટે તેઓની તે દ્રક્રિયા સમ્યગ્દર્શનાદિનું સર્વથા અકારણ છે. તેથી અપ્રધાનદ્રવ્યાજ્ઞા છે.
વળી અપુનબંધકાદિ જીવો જે દ્રવ્યાજ્ઞા પાળે છે તે સર્વ ભાવાજ્ઞાનું કારણ બને તેવી છે માટે પ્રધાન દ્રવ્યાજ્ઞા છે. તે પ્રધાન દ્રવ્યાજ્ઞાના ત્રણ ભેદ છે. (૧) એકભવિક (૨) બદ્ધાયુષ્ક (૩) અભિમુખનામગોત્ર. આ ત્રણે પ્રકારના પરિણામવાળી વ્યક્રિયા સમ્યગ્દર્શનાદિરૂપ પર્યાયની પ્રાપ્તિને અનુકૂળ એવા સમુચિત ભાવરૂપ છે. તેથી તેવા ભાવથી યુક્ત એવી તે ક્રિયા ક્રમે કરીને સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિનું કારણ બનશે.
આનાથી એ પ્રાપ્ત થાય કે અપુનબંધક, માર્ગાભિમુખ અને માર્ગપતિત આ ત્રણ અવસ્થા સમ્યત્ત્વની પ્રાપ્તિની પૂર્વાવસ્થા છે. તેમાં અપુનબંધક જીવોને એકભવિક દ્રવ્યાજ્ઞા હોય છે, માર્ગાભિમુખ જીવોને બદ્ધાયુષ્કરૂપ દ્રવ્યાજ્ઞા હોય છે અને માર્ગપતિત જીવોને અભિમુખનામગોત્રરૂપ દ્રવ્યાજ્ઞા હોય છે. આ અપુનબંધકાદિ ત્રણે અવસ્થા યોગની પહેલી ચાર દૃષ્ટિવાળી અવસ્થા છે. તેમાં જે જીવો પહેલી દૃષ્ટિમાં આવ્યા છે તેઓને