________________
૧૬૯
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૫
આ રીતે-ગાથાના ઉત્તરાર્ધની ટીકામાં અત્યાર સુધી બતાવ્યું એ રીતે, પરને પણ અત્યદર્શનમાં રહેલા જીવને પણ, મધ્યસ્થપણું હોતે છતે તત્વ પ્રત્યેના પક્ષપાતરૂપ મધ્યસ્થપણું હોતે છતે, દ્રવ્યાજ્ઞાનો સદ્ભાવ સિદ્ધ છે. I૧પા ભાવાર્થ :
નનુથી પૂર્વપક્ષીએ શંકા કરેલ કે ભાવાત્તાનું કારણ એવી દ્રવ્યાજ્ઞા અપુનબંધકને સંભવે છે પરંતુ અન્યદર્શનમાં રહેલા મધ્યસ્થ એવા પણ મિથ્યાષ્ટિને દ્રવ્યાજ્ઞા સંભવે નહિ. તેમાં યુક્તિ આપેલ કે અપુનબંધક જીવો શાસ્ત્રથી વ્યુત્પન્ન મતિવાળા નહીં હોવાને કારણે સમ્યક્ત પામ્યા નથી તોપણ જૈનમાર્ગની ક્રિયા પ્રત્યે રુચિવાળા છે તેથી તેઓ બીજાધાન કરે છે. અને જેઓ દ્રવ્યાજ્ઞાવાળા હોય તેઓ અવશ્ય મોક્ષને અનુકૂળ બીજાધાન કરતા હોય છે. માટે અન્યદર્શનવાળા જીવોમાં મોક્ષને અનુકૂળ એવી પ્રધાન દ્રવ્યાજ્ઞા સંભવે નહિ. અને તેમાં સાક્ષીરૂપે ઉપદેશપદની ટીકામાં બીજાધાન કરતા જીવોનું સ્વરૂપ બતાવેલ છે. તેથી સ્થૂલથી જણાય કે જૈન શાસનની જ ક્રિયા કરનાર જીવોને બીજાધાન સંભવે અને તેઓ જ પ્રધાન દ્રવ્યાજ્ઞાવાળા હોય છે.
વળી લલિતવિસ્તરામાં પણ ચૈત્યવંદનની પ્રાપ્તિ અર્થે અપુનબંધક જીવોએ શું કરવું જોઈએ ? તેનું વર્ણન કરેલ છે. તેથી પણ જણાય કે જૈન શાસનમાં રહેલા ભાવથી ચૈત્યવંદનની નિષ્પત્તિ અર્થે જે જીવો લલિત વિસ્તરા વચનાનુસાર અકલ્યાણ મિત્રનો પરિહારાદિ કરે છે, તેઓને જ પ્રધાન દ્રવ્યાજ્ઞા છે. આમ છતાં જૈનદર્શનમાં ન રહેલા હોય અને અન્યદર્શનની ક્રિયા કરતા હોય તેવા અપુનબંધક જીવોને પણ પ્રધાન દ્રવ્યાજ્ઞા સંભવે છે. તે બતાવવા અર્થે ગાથાના ઉત્તરાર્ધમાં કહે છે – અપુનબંધકાદિ જીવોને ચિત્ર પ્રકારનું અનુષ્ઠાન શાસ્ત્રમાં સ્વીકારાયેલું છે. તેથી ભગવાનના શાસનમાં રહેલા અને ભગવાનના શાસનના વચનથી વ્યુત્પન્ન નથી તેવા જીવોને જેમ પ્રધાન દ્રવ્યાજ્ઞા સંભવે છે તેમ અન્યદર્શનમાં રહેલા પણ જીવો વિશેષ સામગ્રીના અભાવને કારણે સૂક્ષ્મ બોધવાળા ન હોય તો પણ મધ્યસ્થતાથી આત્મકલ્યાણાર્થે તે તે દર્શનના આચારો પાળે છે, તેઓને પણ પ્રધાન દ્રવ્યાજ્ઞા છે.
આનાથી એ ફલિત થાય કે સંસારથી પર અવસ્થાની પ્રાપ્તિના વિષયમાં સંક્ષેપથી કે વિસ્તારથી જેઓની મતિ જિનવચનાનુસાર વ્યુત્પન્ન થયેલી છે તેઓ સંસારના ઉચ્છેદના ઉપાયને સૂક્ષ્મ દૃષ્ટિથી જોનારા છે. તેવા જીવો સમ્યગ્દષ્ટિ છે. અને તેવી સૂક્ષ્મ દૃષ્ટિવાળા સમ્યગ્દષ્ટિ જીવો જૈનદર્શનની જ ક્રિયા કરે, અન્યદર્શનની ક્રિયા કરે નહિ; કેમ કે જૈનદર્શનની સર્વ ક્રિયા પૂર્ણ વિવેકથી યુક્ત હોવાથી વ્યુત્પન્નમતિવાળા એ ક્રિયાને સેવીને તીવ્ર ઉપયોગવાળા બને તો ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરીને કેવળજ્ઞાન જ પામે છે. જેમ જિનવચનથી વ્યુત્પન્નમતિવાળા નાગકેતુને જિનવચનાનુસાર પૂજા કરતાં કરતાં કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ, તેથી વ્યુત્પન્નમતિવાળાને ભગવાનના શાસનની સર્વ ક્રિયાઓ કઈ રીતે વીતરાગતાનું કારણ છે ? તેનું એકવાક્યતાથી અનુસંધાન હોય છે માટે તેઓને અન્યદર્શનની ક્રિયા તેવી વિવેકયુક્ત નહિ જણાવાથી ક્યારેય ઉપાદેય જણાતી નથી. પરંતુ જિનશાસનમાં રહેલા અને જિનશાસનની દરેક ક્રિયાઓ કઈ રીતે એકવાક્યતાથી વીતરાગતાનું