________________
૧૬૮
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૫
એથી નથી શંકા કરીને ઉપદેશપદની સાક્ષી આપી અને લલિત વિસ્તરાના કથનથી સ્થાપિત કર્યું છે જૈનમાર્ગમાં રહેલા જીવો જ અપુતબંધક આદિ હોય છે તેનાથી અન્ય નહીં, એ સર્વ શંકાથી, ગાથાના ઉત્તરાર્ધથી કહે છે – જે કારણથી અપુનબંધકાદિને ચિત્ર પ્રકારનું અનેક પ્રકારનું અનુષ્ઠાન ઉપદિષ્ટ છે. આથી ભિજ્ઞાચારમાં રહેલા પણ તેઓને અત્યદર્શનના આચાર પાળનાર પણ અપુનબંધકાદિને દ્રવ્યાજ્ઞાની અનુપત્તિ નથી. ‘તિ' શબ્દ ગાથાના ઉત્તરાર્ધથી અપાયેલા ઉત્તરની સમાપ્તિ માટે છે.
અહીં=ગાથાના ઉત્તરાર્ધના કથનમાં, આ તાત્પર્ય છે – આદિધાર્મિકતી સર્વ જ વિધિ સર્વત્ર ઉપયોગી નથી=સર્વ જ અપુતબંધક જીવોમાં અપુનબંધકદશાને સ્થિર કરવા ઉપયોગી નથી, પરંતુ કોઈકને જ ઉચિત ઉપયોગી છે. એથી ભિજ્ઞાચારમાં રહેલા પણ અંતઃશુદ્ધિવાળા જીવોનું અપુતબંધકપણું
અવિરુદ્ધ છે; કેમ કે અપુનબંધકનું નાના રૂપપણું હોવાથી અનેક પ્રકાનું સ્વરૂપ હોવાથી, તે તે શાસ્ત્રમાં કહેવાયેલી પણ મોક્ષાર્થ ક્રિયા ઘટે છે અ૫નબંધકમાં ઘટે છે. અને સમ્યગ્દષ્ટિને સ્વદર્શનની ક્રિયા જ ઘટે છે એ પ્રમાણે વ્યવસ્થિતપણું છે. તે યોગબિંદુનાં સૂત્રમાં અને વૃત્તિમાં કહેવાયું છે –
“આ રીતે સમ્યગ નીતિથી અપુનબંધકને તે તે દર્શનમાં કહેવાયેલું અખિલ અનુષ્ઠાન ઘટે છે; કેમ કે અવસ્થાભેદનો આશ્રય છે=અપુનબંધકની અનેક અવસ્થાઓનો સ્વીકાર છે. રપ૧
આ રીતે યોગબિંદુની રપ૧મી ગાથા પૂર્વે જે વિષયશુદ્ધાદિ અનુષ્ઠાનોનું સ્વરૂપ બતાવ્યું એ રીતે, કહેવાયેલા સ્વરૂપવાળા અપુનબંધકને શુદ્ધ યુક્તિરૂપ સમ્ય નીતિથી તે તે દર્શનમાં કહેવાયેલું કપિલ, સૌગતાદિ શાસ્ત્રમાં કહેવાયેલું, મુમુક્ષુજન્ય સમસ્ત અનુષ્ઠાન ઘટે છે. કેમ ઘટે છે ? તેથી કહે છે –
અવસ્થાભેદનો આશ્રય છે અપુનબંધકનાં અનેક સ્વરૂપનો સ્વીકાર છે. જે કારણથી અપુનબંધકનાં અનેક સ્વરૂપના સ્વીકારમાં કોઈપણ અવસ્થામાં કોઈ પણ અનુષ્ઠાન ઘટે છે. રપ૧ અને અપુનબંધકના ઉત્તરમાં જ થાય છે તે કહે છે –
સ્વતંત્ર નીતિથી જ=ભગવાનના વચનને અનુસાર કરાયેલી પ્રવૃત્તિથી જ, તે પ્રકારે ગ્રંથિભેદ થયે છતે અત્યંત પ્રશમાદિ ગુણથી અવિત સમ્યગ્દષ્ટિ થાય છે.
સ્વતંત્ર નીતિથી જ=જૈનશાસનની નીતિથી જ, પરંતુ અત્યદર્શનના અભિપ્રાયથી પણ નહિ. તે પ્રકારે યથાપ્રવૃત્તિકરણ આદિ પ્રકારથી, ગ્રંથિભેદ થયે છત=રાગ, દ્વેષ મોહના પરિણામની અતિદઢ એવી ગ્રંથિનું વિદારણ થયે છતે, શુદ્ધ સમ્યક્તને ધારણ કરનાર એવો સમ્યગ્દષ્ટિ થાય છે.
તે કેવો છે ? તેથી કહે છે –
પૂર્વાવસ્થાથી અત્યંત પ્રશનાદિ ગુણથી અવિત છેઉપશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્યની અભિવ્યક્તિથી યુક્ત છે. રપરા”
‘તિ” શબ્દ યોગબિંદુની ટીકાની સમાપ્તિ માટે છે.