________________
૧૬૪
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૫
એકભવિક દ્રવ્યાજ્ઞા હોય છે; કેમ કે કંઈક અંશથી ભાવાજ્ઞાનું કારણ બને તેવી દ્રવ્યાજ્ઞાની પ્રાપ્તિ તેઓને થઈ છે, પરંતુ સર્વથા ભાવશૂન્ય ક્રિયા નથી. બીજી દૃષ્ટિમાં જે જીવો આવ્યા છે તેઓ માર્ગને અભિમુખ થયેલા છે. તેથી “ચખુદયાણં' શબ્દથી “નમુત્થણ'માં તેઓનો સંગ્રહ કરેલો છે. આવા જીવો બદ્ધાયુષ્કવાળી યોગ્યતાને પામેલા છે; કેમ કે પ્રથમ દૃષ્ટિ કરતાં કંઈક વિશેષ ભાવથી યુક્ત તેઓની દ્રવ્યાજ્ઞા છે. પરંતુ ભાવશૂન્ય દ્રવ્યાજ્ઞા નથી. વળી જેઓ ત્રીજી તથા ચોથી દૃષ્ટિમાં છે તેઓ માર્ગપતિત છે અર્થાત્ મોક્ષમાર્ગમાં આવીને રહેલા છે. તેઓને અભિમુખનામગોત્રરૂપ દ્રવ્યાજ્ઞા છે; કેમ કે ત્રીજી દૃષ્ટિથી અર્થમાત્ર પ્રયોગમાં પ્રીતિવાળું અનુષ્ઠાન થાય છે. તેથી પહેલી બે દૃષ્ટિ કરતાં અતિશય સંવેગથી યુક્ત ધર્માનુષ્ઠાન હોય છે.
અહીં વિશેષ એ છે કે તીર્થંકરનો આત્મા ભાવતીર્થંકરની પૂર્વના ત્રીજા ભવમાં તીર્થંકરનામકર્મ નિકાચિત કરે છે ત્યારે એકભવિક યોગ્યતાવાળા દ્રવ્યતીર્થકર છે. ત્યાંથી દેવભવમાં જાય છે અને તીર્થંકરના ભવનું આયુષ્ય બાંધે છે ત્યારે બદ્ધાયુષ્ક યોગ્યતાવાળા દ્રવ્યતીર્થકર છે અને દેવભવમાંથી આવીને તીર્થકરરૂપે ચરમ ભવમાં આવે છે ત્યારે અભિમુખનામગોત્રરૂપ યોગ્યતાવાળા દ્રવ્યતીર્થકર છે તથા કેવળજ્ઞાન પામે છે ત્યારે ભાવતીર્થંકર બને છે. તેમ પહેલી દૃષ્ટિવાળા જીવો કંઈક સંવેગથી યુક્ત ધર્માનુષ્ઠાન કરે છે. તેથી તેઓનું ધર્માનુષ્ઠાન એકભવિક યોગ્યતાવાળું છે. બીજી દૃષ્ટિવાળા જીવો પ્રથમ દૃષ્ટિ કરતાં કંઈક વિશેષથી ધર્માનુષ્ઠાન કરે છે અને તેઓને અનુષ્ઠાનના પરમાર્થને જોવાને અનુકૂળ કંઈક ચક્ષુ પ્રાપ્ત થઈ છે. તેથી તેઓનું ધર્માનુષ્ઠાન બદ્ધાયુક્યોગ્યતાવાળું છે. વળી ત્રીજી દૃષ્ટિવાળા જીવો માર્ગને પામેલા છે તેથી ક્રિયાઓમાં પરિણામ નિષ્પન્ન થાય તેવા કંઈક યત્નપૂર્વક ધર્માનુષ્ઠાન કરે છે. અને ચોથી દષ્ટિ તો તત્ત્વને પ્રાપ્તિને અત્યંત અભિમુખ છે. તેથી ત્રીજી અને ચોથી દષ્ટિવાળા જીવોનું ધર્માનુષ્ઠાન અભિમુખનામગોત્રરૂપ યોગ્યતાવાળું છે. જ્યારે જીવ સમ્યગ્દર્શન પામે છે ત્યારે ભગવાનનું વચન તે મહાત્માને સમ્યગુ પરિણમન પામેલું હોવાથી ભાવાત્તાની પ્રાપ્તિ થાય છે. ટીકા :
नन्वेवमपुनर्बन्धकानां द्रव्याज्ञा व्यवस्थिता, तथाऽपि भिन्नमार्गस्थानां मध्यस्थानामपि मिथ्यादृशां कथमेषा संभवति? जैनमार्गक्रिययैवाव्युत्पन्नदशायामपुनर्बन्धकत्वसिद्धेः, बीजाधानस्यैव तल्लिङ्गत्वात्, तस्य च सर्वज्ञवचनानुसारिजिनमुनिप्रभृतिपदार्थकुशलचित्तादिलक्ष्यत्वाद् । तदुक्तमुपदेशपदवृत्तिकृता
आणापरतंतेहिं ता बीआहाणमेत्थ कायव्वं । धम्ममि जहासत्ती परमसुहं इच्छमाणेहिं ।।२२५ ।। इति गाथां विवृण्वता, धर्मबीजानि चैवं शास्त्रान्तरे (योगदृष्टिसमुच्चये) परिपठितानि दृश्यन्तेजिनेषु कुशलं चित्तं तन्नमस्कार एव च । प्रणामादि च संशुद्धं योगबीजमनुत्तमम् ।।२३।।