________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૨ આદિધાર્મિક જીવો અન્યદર્શનના દેવો કરતાં વીતરાગના સ્વરૂપને વિશેષથી જાણી શકે તેવી નિર્મળ દૃષ્ટિવાળા નથી પરંતુ સર્વ દેવોએ સંસારના ઉચ્છેદ અર્થે મોક્ષમાર્ગનો ઉપદેશ આપ્યો છે અને સ્વયં મોક્ષમાર્ગની સાધના કરીને મોક્ષમાં ગયા છે માટે તેઓ ઉપાસ્ય છે તેવો સામાન્ય બોધ વર્તે છે. તેથી મધ્યસ્થતાપૂર્વક સર્વ દેવોને નમસ્કાર કરે તેમાં દોષ નથી. જેમ જિનની ઉપાસના કરનાર પણ ઋષભદેવ ભગવાન કે વીર ભગવાન આદિ ૨૪ તીર્થંકરોની સમાનરૂપે ઉપાસના કરે તેમાં દોષ નથી તેમ મોક્ષના અર્થી એવા આદિધાર્મિક માટે પણ સર્વ દેવોને નમસ્કાર ક૨વામાં દોષની પ્રાપ્તિ નથી. જો એવું ન માનવામાં આવે અને કહેવામાં આવે કે અન્યદર્શનના દેવો સુદેવ નથી માટે તેઓને નમસ્કાર કરવાથી આદિધાર્મિક જીવોને પણ દોષની જ પ્રાપ્તિ છે, તો સાધુને સાક્ષાત્ દેવપૂજાદિ કૃત્યો દુષ્ટ છે તેમ સમ્યગ્દષ્ટિને પણ સાક્ષાત્ દેવપૂજાદિ કૃત્યો દુષ્ટ છે તેમ માનવું પડે. તેથી જેમ સાધુને માટે સાક્ષાત્ દેવપૂજાદિ કૃત્યો દુષ્ટ હોવા છતાં સમ્યગ્દષ્ટિને માટે સાક્ષાત્ દેવપૂજાદિ કૃત્યો ગુણકારી છે તેમ સમ્યગ્દષ્ટિને સર્વ દેવોને નમસ્કાર કરવો દુષ્ટ હોવા છતાં આદિધાર્મિકને સર્વ દેવોને નમસ્કા૨ ક૨વો એ ગુણકારી છે.
૧૪૨
આના દ્વારા=પૂર્વે સ્થાપન કર્યું કે આભિગ્રહિકમિથ્યાત્વ ગુણકારી છે તેના દ્વારા, પરનો એકાંત અભિનિવેશ નિરસ્ત છે, તેમ અન્વય છે. અને તે પરનો એકાંત અભિનિવેશ બતાવતાં કહે છે. પર માને છે કે અન્યદર્શનના દેવને નમસ્કા૨ ક૨વો એ એકાંત દુષ્ટ છે.
કેમ અન્યદર્શનના દેવને નમસ્કાર કરવો એકાંત દુષ્ટ છે ? એ સ્થાપન કરવા અર્થે ૫૨ કહે છે
જેઓ અન્યદર્શનના દેવોને નમસ્કારની ક્રિયા શુભ માને છે તેઓ કહે કે પૃથ્વી આદિના આરંભ પ્રવૃત્તિની અપેક્ષાએ પોતપોતાને અભિમત એવા બુદ્ધાદિ દેવતાની આરાધનમાં પ્રવૃત્ત એવા જીવોનો અધ્યવસાય સુંદર છે; કેમ કે દેવાદિ શુભગતિનો હેતુ છે. આ પ્રકારનું તેઓનું કથન અસત્ છે.
પૂર્વપક્ષનો આશય એ છે કે જેઆ તીર્થંકર સિવાય અન્ય પોતપોતાને અભિમત એવા દેવતાઓની આરાધના માટે પ્રવૃત્ત હોય ત્યારે તેઓ પૃથ્વી આદિ આરંભની પ્રવૃત્તિ કરતા નથી અને જે જીવો પૃથ્વીના આરંભ આદિની પ્રવૃત્તિ કરે છે તે જીવોની આરંભની પ્રવૃત્તિ કરતાં પોતપોતાના ઉપાસ્ય દેવની આરાધનાની પ્રવૃત્તિનો અધ્યવસાય સુંદર છે; કેમ કે ઉપાસ્ય એવા દેવની ભક્તિના અધ્યવસાયથી દેવાદિ શુભગતિની પ્રાપ્તિ થાય છે. તેમ કહીને સર્વ દેવોને નમસ્કાર કરવાની પ્રવૃત્તિ ઉચિત છે એમ જેઓ સ્થાપન કરે છે તેઓનું તે કથન મિથ્યા છે.
કેમ મિથ્યા છે ? તેમાં યુક્તિ બતાવતાં પૂર્વપક્ષી કહે છે
સર્વ દેવોને નમસ્કાર કરવાનો અધ્યવસાય જો સુંદર હોય તો જે જીવો સમ્યક્ત્વનું ઉચ્ચરણ કરે છે તે જીવો ‘ળો પ્પફ અળ ઉત્થિણ વા' ઇત્યાદિ આલાવા દ્વારા જે મિથ્યાત્વનું પ્રત્યાખ્યાન કરે છે તે સંગત થાય નહિ. કેમ સંગત થાય નહિ ? તેમાં યુક્તિ બતાવતાં કહે છે કે શુભ અધ્યવસાયનું કે શુભ અધ્યવસાયના કારણીભૂત ઉચિત પ્રવૃત્તિનું પચ્ચક્ખાણ કરાતું નથી. તેથી સર્વ દેવોને નમસ્કાર કરવામાં જે શુભ અધ્યવસાય છે તે સર્વ દેવોને નમસ્કાર કરનારા જીવોને પાપાનુબંધી પુણ્યપ્રકૃતિના બંધનો હેતુ છે. માટે તે શુભ