________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૨
૧૪૧
પણ તેની જેમ=સાધુને જિનપૂજાની અનુમોદના છે તેની જેમ, અનુમોધત્વની આપત્તિ છે=આદિધાર્મિકની સર્વ દેવોને નમસ્કાર કરવાની ક્રિયાની સમ્યગ્દષ્ટિ આદિને અનુમોદ્યત્વની આપત્તિ છે. એ પ્રમાણે કોઈક કહે તો ગ્રંથકારશ્રી કહે છે – એમ નહિ કહેવું; કેમ કે સામાન્ય પ્રવૃત્તિના કારણ એવા તેના ઉપદેશાદિ દ્વારા=સર્વ દેવોને નમસ્કાર કરવારૂપ સામાન્ય પ્રવૃત્તિના કારણ એવા આદિધાર્મિક અપાતા એવા ઉપદેશાદિ દ્વારા, તેની અનુમોદનાનુંઆદિધાર્મિકતી સર્વ દેવોને નમસ્કાર કરવાની પ્રવૃત્તિની અનુમોદનાનું, ઇષ્ટપણું છે. ફક્ત સમ્યક્તાદિ અનુગત કૃત્ય=સમ્યક્તનું પોષક એવું દેવપૂજાનું કૃત્ય, સ્વરૂપથી પણ અનુમોઘ છે=સાધુ વડે સ્વરૂપથી પણ અનુમોધ છે, અને ઈતર સર્વ દેવોને નમસ્કાર કરવારૂપ ઈતર કૃત્ય, માર્ગ બીજત્વાદિથી અનુમોઘ છે. સ્વરૂપથી અનુમોઘ નથી. એ પ્રમાણે વિશેષ છે. એને આગળ અમે સમ્યમ્ વિવેચન કરીશું. II૧૨ા ભાવાર્થ :
ગ્રંથકારશ્રીએ અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે આદિધાર્મિકમાં વર્તતું અનાભિગ્રહિકમિથ્યાત્વ પણ ગુણકારી છે સર્વ દેવોને નમસ્કાર કરવા દ્વારા વર્તતો સર્વ દેવો પ્રત્યે મધ્યસ્થભાવ તત્ત્વની જિજ્ઞાસારૂપ ગુણને કારણે સમ્યક્તની પ્રાપ્તિરૂપ ગુણને કરનારો થાય છે. આ કથનથી આગળમાં જે ગ્રંથકારશ્રી કહે છે તે કથનનો નિરાસ થાય છે. અને તે કથન એ છે કે અયોગવ્યવચ્છેદ દ્વાર્નાિશિકામાં કહ્યું છે કે “જે જીવો ભગવાનના અને અન્યદર્શનના દેવોમાં સમાનતાને જોનારા છે તેઓ કાચ અને મણિને સમાન જોનારા છે. માટે તેઓ ભગવાન પ્રત્યે મત્સરવાળા છે.” આ પ્રકારના વચનની સાક્ષી આપીને કોઈક પૂર્વપક્ષી કહે છે કે અનાભિગ્રહિક મિથ્યાષ્ટિ જીવો પણ સર્વદેવોને સમાન માનનારા છે માટે આભિગ્રહિક મિથ્યાષ્ટિ જીવો જેવું જ અનાભિગ્રહિકમિથ્યાત્વ પણ તીવ્ર જ છે. આ મત અનાભિગ્રહિકમિથ્યાત્વ ગુણકારી છે. એમ કહેવાથી નિરસ્ત થાય છે; કેમ કે અનાભિગ્રહિક મિથ્યાદૃષ્ટિ જીવો મુગ્ધ અને તત્ત્વના જિજ્ઞાસુ હોય છે. વિશેષ બોધના અભાવને કારણે મધ્યસ્થતાપૂર્વક સર્વ દેવોને મોક્ષ પ્રાપ્તિ અર્થે ઉપાસ્ય સ્વીકારે છે. તેથી તત્ત્વના અર્થી એવા તેઓની સર્વ દેવોની ઉપાસના ગુણને કરનારી થાય છે.
અહીં પ્રશ્ન થાય કે અયોગવ્યવચ્છેદ કાત્રિશિકામાં સર્વ દેવો પ્રત્યેના માધ્યથ્યને દોષરૂપ કેમ કહેલ છે ? તેથી ગ્રંથકારશ્રી કહે છે –
જેઓની પાસે વિશેષ પ્રજ્ઞા છે તેઓ અન્ય દેવો કરતાં વીતરાગ દેવની વિશેષતાને જાણનારા છે છતાં માયાદિ દ્વારા સર્વ દેવો પ્રત્યે માધ્યચ્ય બતાવે છે. તેઓના મધ્યસ્થભાવને દ્વાáિશિકામાં દોષરૂપ કહેલ છે.
અહીં પ્રશ્ન થાય કે સમ્યગ્દષ્ટિ જીવોને સર્વ દેવોને નમસ્કાર કરવાનો પરિણામ જેમ દુષ્ટ છે તેમ આદિધાર્મિકને પણ સર્વ દેવોને નમસ્કાર કરવાનો પરિણામ દુષ્ટ સ્વીકારવો જોઈએ. તેના સમાધાનરૂપે ગ્રંથકારશ્રી કહે છે –
અવસ્થાભેદથી દોષની પ્રાપ્તિ છે. અર્થાત્ સમ્યગ્દષ્ટિ જીવો અન્ય દેવો કરતાં વીતરાગના સ્વરૂપના ભેદને જાણી શકે એવી નિર્મળ દૃષ્ટિવાળા છે તેથી તેઓને સર્વ દેવોને તુલ્ય સ્વીકારવા દોષરૂપ બને પરંતુ