________________
૧૪૩
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૨ અધ્યવસાયથી તુચ્છ દેવાદિ ભવની પ્રાપ્તિ પછી નરકાદિ ભવોની પ્રાપ્તિ થશે. માટે સર્વ દેવોને નમસ્કાર કરવાનો અધ્યવસાય મહા અનર્થનો હેતુ જ છે. માટે સર્વ દેવોને નમસ્કાર કરવાનો અધ્યવસાય શુભ કહી શકાય નહિ. આથી જ સમ્યક્ત ઉચ્ચરાવતી વખતે તેનું પચ્ચખ્ખાણ કરાય છે. અહીં કોઈક કહે કે સર્વ દેવોને નમસ્કાર કરવાનો અધ્યવસાય સમ્યગ્દષ્ટિ જીવોની અપેક્ષાએ અશુભ હોવા છતાં આદિધાર્મિક જીવોની અપેક્ષાએ શુભ છે. તેનું નિરાકરણ કરતાં પૂર્વપક્ષી કહે છે કે સર્વ દેવોને નમસ્કાર કરવાના અધ્યવસાયમાં આપેક્ષિક શુભપણું પણ ઘટતું નથી. જેમ કોઈ સ્વસ્ત્રીના સંગનો પરિત્યાગ કરે અને પરસ્ત્રીના સંગમાં પ્રવૃત્તિ કરે, તે પુરુષને સ્વસ્ત્રીના સંગના પરિત્યાગનો શુભ અધ્યવસાય છે તેમ કહી શકાય નહીં તેમ પૃથ્વી આદિના આરંભનો ત્યાગ કરીને કુદેવની ઉપાસના કરવાનો અધ્યવસાય સુંદર છે તેમ કહી શકાય નહિ; કેમ કે ઘણાં પાપના પરિત્યાગ વગર અલ્પ પાપના ત્યાગનું શુભપણું નથી અર્થાત્ કુદેવને નમસ્કારરૂપ ઘણાં પાપના ત્યાગ વગર કુદેવના નમસ્કારકાળમાં પૃથ્વી આદિ આરંભરૂપ અલ્પ પાપનો પરિત્યાગ અશુભ જ છે. આથી જ=કુદેવને નમસ્કારની પ્રવૃત્તિ પૃથ્વી આદિ આરંભ કરતાં પણ અધિક પાપરૂપ છે આથી જ, પૃથ્વી આદિની આરંભની પ્રવૃત્તિ કરનારા પણ અવિરતસમ્યગ્દષ્ટિ જીવો અન્ય દેવોની આરાધનાનો પરિત્યાગ કરે તે સંગત થાય છે. આ પ્રકારનો પરનો એકાંત અભિનિવેશ છે. અર્થાત્ અન્ય દેવોની આરાધના કરવી એ એકાંત અસુંદર છે એવો અભિનિવેશ છે. તે પૂર્વના કથનથી નિરાકૃત થાય છે, કેમ કે પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે જિજ્ઞાસાદિ ગુણોવાળા જીવોને સર્વ દેવોના નમસ્કાર કરવારૂપ અનાભિગ્રહિક મિથ્યાત્વ છે તે પણ સમ્યક્તની પ્રાપ્તિનું કારણ હોવાથી ગુણકારી છે. માટે દેવના વિશેષ સ્વરૂપને જાણનારા એવા સમ્યગ્દષ્ટિ જીવોને સર્વ દેવોને નમસ્કાર કરવાનો અધ્યવસાય અસુંદર છે તોપણ આઘભૂમિકાવાળા મુગ્ધ જીવોને સર્વ દેવોને નમસ્કાર કરવાનો અધ્યવસાય મધ્યસ્થ પરિણતિનું કારણ હોવાથી સુંદર છે. '
વળી પૂર્વપક્ષનો એકાંત અભિનિવેશ ઉચિત નથી તેમાં યુક્તિ આપતાં ગ્રંથકારશ્રી કહે છે. ઉત્કટ મિથ્યાત્વવાળા પુરુષને આશ્રયીને પોતપોતાના દેવતાની આરાધનાની પ્રવૃત્તિનું મહા અનર્થનું હેતુપણું છે તોપણ અનાભિગ્રહિક એવા આદિધાર્મિક જીવને આશ્રયીને સર્વ દેવતાના આરાધનાની પ્રવૃત્તિ અનર્થનો હેતુ નથી; કેમ કે તેવા જીવો પક્ષપાત વગર સર્વ દેવોને નમસ્કાર કરે તેનાથી જ તેઓ નરકપાતાદિ દુર્ગના તરણને પ્રાપ્ત કરે છે એમ હરિભદ્રસૂરિએ કહ્યું છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે જેઓ ઉત્કટ મિથ્યાત્વવાળા છે તેઓ અતત્ત્વના અનિવર્તનીય આગ્રહવાળા છે. અને તેવા જીવો કદાચ વીર ભગવાનની ઉપાસના કરતા હોય કે બુદ્ધાદિ અન્ય દેવોની ઉપાસના કરતા હોય તોપણ તેઓને અતત્ત્વનો પક્ષપાત હોવાથી તેઓની પોતપોતાના દેવોની આરાધનાની પ્રવૃત્તિ મહા અનર્થનો હેતુ છે; કેમ કે દેવની ઉપાસનાકાળમાં પણ અતત્ત્વ પ્રત્યેનો તેઓને ઉત્કટ રાગ છે. અને જેઓ તત્ત્વજિજ્ઞાસાદિ ગુણોવાળા છે અને કયા દેવો સુદેવ છે ? અને કયા દેવો કુદેવ છે તેનો વિશેષ નિર્ણય જેઓને નથી તેવા જીવો સર્વ દેવો પ્રત્યે મધ્યસ્થવૃત્તિ રાખીને ઉપાસ્ય દેવ તરીકે સર્વ દેવોને પૂજે. ત્યારે પણ