________________
૧૪૮
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૩
ચરમયથાપ્રવૃત્તિકરણના સામર્થ્યથી ચરમાવર્તમાં અપૂર્વકરણનું કારણ બને તેવા પ્રકારના યથાપ્રવૃત્તિકરણના સામર્થથી કર્મભૂલનું અલ્પીકૃતપણું છે ક અલ્પ થયેલાં છે. આથી જ=મિત્રાદષ્ટિમાં આવા ગુણો પ્રગટ થાય છે આથી જ, આ ચરમયથાપ્રવૃત્તિકરણ-મિત્રાદષ્ટિમાં પ્રગટ થતું ચરમયથાપ્રવૃત્તિકરણ, પરમાર્થથી અપૂર્વકરણ જ છે, એ પ્રમાણે યોગના જાણનારાઓ કહે છે.
અને યોગદષ્ટિમાં કહેવાયું છે – “અપૂર્વ આસન્ન ભાવને કારણે અપૂર્વકરણના આસન્ન ભાવને કારણે વ્યભિચારનો વિયોગ હોવાથી=અપૂર્વકરણની પ્રાપ્તિમાં અકારણ બને એ પ્રકારના વ્યભિચારનો વિયોગ હોવાથી તત્ત્વથી આચરમયથાપ્રવૃત્તિકરણ, અપૂર્વ જ છે. એ પ્રકારે યોગના જાણનારાઓ જાણે છે.”
અને આ અવસ્થામાં-મિત્રાદષ્ટિની અવસ્થામાં, મિથ્યાષ્ટિમાં પણ ગુણસ્થાનક પદની યોગાર્થ ઘટના ઉપપન્ન થાય છે ગુણસ્થાનક પદનો વ્યુત્પત્તિઅર્થ સંગત થાય છે. અને કહેવાયું છે –
પ્રથમ ગુણસ્થાનકનું સામાન્યથી જે વર્ણન કરાયું છે શાસ્ત્રમાં કહેવાયું છે. આ અવસ્થામાં જ અવર્થ યોગથી ગુણસ્થાનકની વ્યુત્પત્તિના યોગથી, તે મુખ્ય છે.”
વળી તારામાં તારા દૃષ્ટિમાં, કંઈક સ્પષ્ટ દર્શન છે, નિયમો શુભ છે, તત્ત્વજિજ્ઞાસા છે, યોગકથામાં અવિચ્છિન્ન પ્રીતિ છે યોગકથા સાંભળતાં પ્રીતિનો ક્યારેય વિચ્છેદ થતો નથી, પરંતુ યોગકથામાં અત્યંત પ્રીતિ હોય છે. ભાવયોગીમાં બાહ્ય આચરણાથી નહીં પરંતુ શાસ્ત્રાનુસારી યોગમાર્ગને પામેલા એવા ભાવયોગીમાં, યથાશક્તિ ઉપચાર છે–પોતાની શક્તિ અનુરૂપ આહારદાનાદિની પ્રવૃત્તિ છે. ઉચિત ક્રિયાની અહાનિ=પોતાની ભૂમિકા અનુસાર જે ઉચિત ક્રિયાઓ હોય તેનું સમ્યફ સેવન કરે, પોતાના આચારની હીનતામાં મહાત્રાસ પોતે જે ધર્માનુષ્ઠાન સેવે તેમાં જે સ્કૂલનાદિ થાય તેને જોઈને હું વિરાધક છું.' એ પ્રમાણે ચિત્તમાં તે દોષો પ્રત્યે દ્વેષભાવ થાય, અધિક કૃત્યોની જિજ્ઞાસા થાય છે= સ્વ ભૂમિકાનુસાર પોતે જે ધર્મકૃત્યો સેવે છે તેનાથી વિશેષ-વિશેષ પ્રકારનાં કૃત્યો પોતે કઈ રીતે કરી શકે ? તેની જિજ્ઞાસા થાય છે. આ દૃષ્ટિમાં રહેલ યોગી, પોતાની પ્રજ્ઞાથી કલ્પિત પદાર્થમાં વિસંવાદનું દર્શન હોવાથી પૂર્વે પોતે જે પદાર્થનું સ્વરૂપ વિચારેલ તે સ્વરૂપ અયથાર્થ છે તેવું પાછળથી વિસંવાદ દેખાતો હોવાથી, અને જુદા જુદા પ્રકારની મુમુક્ષુઓની પ્રવૃત્તિઓનું સંપૂર્ણથી જાણવું અશક્ય હોવાથી શિષ્ટ આચરિતને આગળ કરીને, પ્રવર્તે છે. અને કહેવાયું છે –
“અમારી મહાન પ્રજ્ઞા નથી, સુમહાન શાસ્ત્રવિસ્તાર છે, તે કારણથી અહીં=યોગમાર્ગના પ્રસંગમાં, શિષ્ટ પુરુષો પ્રમાણ છે. એ પ્રમાણે આ દૃષ્ટિમાં સદા જીવ માને છે.”
બલાદષ્ટિમાં દઢ દર્શન છે યોગમાર્ગ ઉપર કઈ રીતે પ્રયાણ કરવું તેનો કંઈક સ્પષ્ટ બોધ છે, સ્થિર સુખાસન છે=અસત્ તૃષ્ણાનો અભાવ થવાથી સ્થિરતાપૂર્વક ધમનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરી શકે તેવું સુખાસન છે, પરમ તત્ત્વશુશ્રુષા તત્વને સાંભળવાની ઉત્કટ ઈચ્છા, યોગવિષયક અક્ષેપ=ક્ષેપ દોષનો પરિહાર, આ દૃષ્ટિમાં હોય છે, સ્થિરચિતપણું હોવાથી યોગના સાધનના ઉપાયમાં કૌશલ્ય થાય છે,