________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૪
૧૫૭ સર્વજ્ઞનું સેવકપણું હોવાથી=સર્વ પ્રવૃત્તિઓમાં ધર્મશાસ્ત્રને આગળ કરીને તેના વકતા અર્થાત્ ધર્મશાસ્ત્રના વક્તા, એવા સર્વજ્ઞપણાનું સેવકપણું સ્વીકારેલું હોવાથી, તેઓ ભાવજૈન છે.
નથી શંકા કરે છે – આ રીતે=સર્વ દર્શનોને સમાન સ્વીકારનાર પર દર્શનમાં રહેલા અનાભિગ્રહિક મિથ્યાષ્ટિમાં ભાવજેતત્વ છે તેમ સ્વીકાર્યું એ રીતે, જેનાજેનની વ્યવસ્થા ઉચ્છિન્ન થશે; કેમ કે બાહ્ય એવા સર્વ વડે=જૈનદર્શનથી અન્ય એવા સર્વ વડે, નામમાત્રથી સર્વજ્ઞતો સ્વીકાર કરેલો હોવાથી તેઓના ઉપાસ્ય દેવને સર્વજ્ઞરૂપે સ્વીકાર કરેલો હોવાથી, તેઓના પણ જૈનત્વનો પ્રસંગ છે. એથી તેઓના=સર્વજ્ઞતા સેવકના, વિશેષને ગાથામાં કહે છે – ગલિત અસઘ્રહદોષવાળા એવા તેઓ ભાવથી જૈનત્વને પામે છે, એમ અવય છે. ગલિત અસંગ્રહદોષનો અર્થ સ્પષ્ટ કરે છે –
જેઓને અસદ્ગહના દોષથી સ્વ-સ્વાસ્થૂપગત અર્થનો પુરસ્કાર છે. તેઓને રાગ-દ્વેષાદિ વિશિષ્ટ કલ્પિત-સર્વજ્ઞનું અભ્યપગઝૂંપણું હોવા છતાં પણ ભાવ જેનપણું નથી. વળી માધ્યસ્થથી અવદાત બુદ્ધિવાળા એવા જેઓને વિપ્રતિપત્તિના વિષયના પ્રકારઅંશમાં પોતાના દ્વારા સ્વીકારાયેલા પદાર્થ કરતાં અન્ય વડે સ્વીકારાયેલા પદાર્થમાં વિપરીત નિર્ણય છે તેવા વિષયના પ્રકારઅંશમાં, આગ્રહ નથી તેઓનું મુખ્ય સર્વજ્ઞનું અભ્યપગઝૂંપણું હોવાથી ભાવજેતપણું થાય જ, એ પ્રકારનો ભાવ છે.
અહીં પ્રશ્ન થાય કે જેઓ ગલિત અસદ્ગહદોષવાળા છે તેઓનું મુખ્ય સર્વજ્ઞ અભ્યાગતૃપણું કેમ છે ? તે કહે છે – | મુખ્ય સર્વજ્ઞ એક જ છે. અને તિરતિશયગુણવાનપણારૂપે તેની પ્રતિપત્તિ=સર્વજ્ઞનો સ્વીકાર, જેટલા જીવોને છે તેટલા જીવોને તેનું ભક્તપણું-સર્વજ્ઞનું ભક્તપણું, અવિશિષ્ટ જ છે; કેમ કે સર્વ વિશેષોનું સર્વજ્ઞમાં રહેલ સર્વ વિશેષ ધર્મોનું, છપ્રસ્થ વડે અગ્રહણ છે. અને દૂર-આસાદિ ભેદનું સર્વજ્ઞના સ્વીકારમાં દૂરવર્તિતા અને આસાવર્તિતાદિ ભેદવું, યત્વ જાતિનું અભેદકપણું છે સેવકત્વ જાતિ એક છે, ‘તિ’ શબ્દ ગલિત અસગ્રહદોષતા તાત્પર્યની સમાપ્તિ માટે છે. તે ગલિત અસહદોષવાળા એક સર્વજ્ઞતા સેવક છે એમ પૂર્વમાં કહેવાયું છે તે, યોગદૃષ્ટિસમુચ્ચયમાં કહેવાયું છે –
તત્વથી સર્વજ્ઞો ભિન્ન અભિપ્રાયવાળા નથી, જે કારણથી ઘણા છે તે કારણથી સર્વજ્ઞ પ્રત્યે અતિશય શ્રદ્ધાવાળાઓને સર્વજ્ઞના ભેદનો સ્વીકાર એ મોહ છે. ll૧૦રા પારમાર્થિક જ જે કોઈ સર્વજ્ઞ છે. વ્યક્તિનો ભેદ હોતે છતે પણ તે તત્ત્વથી સર્વક્ષેત્ર અને સર્વકાળમાં એક જ છે. ૧૦૩પારમાર્થિક સર્વજ્ઞ એક છે તે કારણથી સર્વજ્ઞની સામાન્યથી જ જેટલાઓને પ્રતિપત્તિ છે તેઓ સર્વે પણ મુખ્ય સર્વજ્ઞને પામેલા છે, એ પ્રકારે સર્વોચ્ચ યુક્તિ છે. ૧૦૪. વળી સર્વજ્ઞનો સંપૂર્ણ રીતે વિશેષ જ સર્વ છદ્મસ્થો વડે જણાતો નથી, તે કારણથી સર્વજ્ઞને કોઈ પામેલો નથી. II૧૦પા છદ્મસ્થ વિશેષથી સર્વજ્ઞને જાણતા નથી તે કારણથી, સામાન્યથી પણ સર્વજ્ઞને જે નિર્ચાજ જ સ્વીકારે છે, તે અંશથી જ આ સર્વ ઉપાસકો, બુદ્ધિમાનોને સમાન જ છે. NI૧૦૬ના જેમ જ દૂરાસન્નાદિ ભેદ હોતે છતે પણ, એક