________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૩
૧૪૯
દીપ્રાદષ્ટિમાં પ્રાણાયામ હોય છે-અશુભ ભાવોનું રેચન, શુભભાવોનું પૂરણ અને આત્મામાં પુરાયેલા શુભ ભાવોના સ્થિરકરણરૂપ કુંભનાત્મક પ્રાણાયામ હોય છે. પ્રશાન્તવાહિતાનો લાભ હોવાને કારણે યોગની પ્રવૃત્તિમાં ઉત્થાન દોષનો વિરહ છે, તત્ત્વનું શ્રવણ છે યોગમાર્ગના પરમાર્થને બતાવનાર તત્વાતત્વના વિભાગને અનુકૂળ માર્થાનુસારી ઊહપૂર્વક તત્વનું શ્રવણ છે, પ્રાણથી પણ ધર્મનું અધિકપણાથી પરિજ્ઞાન, તત્વશ્રવણથી ગુરુભક્તિનો ઉદ્રેક થવાને કારણે સમાપતિ આદિના ભેદથી તીર્થંકરનું દર્શન થાય છે. વળી મિત્રાદિ દૃષ્ટિના યોગનું સ્વરૂપ દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે –
અને મિત્રાદષ્ટિ તૃણના અગ્નિના કણની ઉપમાવાળી છે તૃણનો અગ્નિ અત્યંત અલ્પ માત્રામાં હોય છે તેમ મિત્રાદષ્ટિમાં કલ્યાણનું કારણ બને તેવો યોગમાર્ગ વિષયક બોધ અતિ અલ્પ માત્રામાં હોય છે.
પરમાર્થથી અભીષ્ટ કાર્યક્ષમ નથી. જેમ ગાઢ અંધકારમાં તૃણનું તણખલું સહેજ બળતું હોય તેટલામાત્ર પ્રકાશથી ઈષ્ટ સ્થાને જવા માટે પુરુષ પ્રયત્ન કરી શકે નહિ તેમ મિત્રાદષ્ટિના બોધથી ઈષ્ટ કાર્ય કરવાનું સામર્થ્ય નથી. કેમ અભીષ્ટ કાર્યક્ષમ નથી ? તેથી કહે છે –
પ્રયોગકાળ સુધી સખ્યમ્ અનવસ્થાન છે=મિત્રાદેષ્ટિમાં તૃણ જેવો જે અલ્પ બોધ થયેલો તે અલ્પ બોધ હોવાથી ટકતો નથી. અહીં પ્રશ્ન થાય કે મિત્રાદૃષ્ટિનો બોધ પ્રવૃત્તિકાળ સુધી કેમ ટકતો નથી ? તેથી કહે છે –
અલ્પવીર્યપણું હોવાથી, તેનાથી મિત્રાદષ્ટિના બોધથી, પટુસ્મૃતિના કારણરૂપ એવા સંસ્કારના આધાતની અનુપપત્તિ છે. તેથી વિકલ પ્રયોગ થવાને કારણે યોગમાર્ગની પ્રવૃત્તિ બોઘથી વિકલ થવાને કારણે ભાવથી વંદનાદિ કાર્યનો અયોગ છે. “તિ’ શબ્દ મિત્રા દૃષ્ટિના બોધતા કથનની સમાપ્તિ માટે છે.
તારાદષ્ટિ ગોમયના અગ્વિના કણ સદશ છે. આ પણ=બીજી દષ્ટિ પણ, ઉક્ત કલ્પ જ છે-મિત્રાદષ્ટિ તુલ્ય જ છે, =જેમ મિત્રાદષ્ટિ અભીષ્ટ કાર્યક્ષમ ન હતી. તેમ આ દૃષ્ટિ પણ મિત્રાદૃષ્ટિ કરતાં કંઈક અધિક બોધવાળી હોવા છતાં અભીષ્ટ કાર્યક્ષમ નથી; કેમ કે તત્વથી વિશિષ્ટ સ્થિતિ અને વીર્યથી વિકલ છે=મિત્રાદષ્ટિના બોધ કરતાં કંઈક અધિક સ્થિતિ અને અધિક વીર્ય હોવા છતાં આત્મકલ્યાણાર્થે વંદનાદિ ક્રિયામાં ભાવથી યત્ન થઈ શકે તેવી વિશિષ્ટ બોધની સ્થિતિ અને બાંધકાળમાં વીર્યનું વિકલપણું છે, આનાથી પણ=તારાદષ્ટિતા બોધથી પણ, પ્રયોગકાળમાં=આત્મકલ્યાણાર્થે વંદનાદિની ક્રિયાકાળમાં, સ્મૃતિના પાટવની અસિદ્ધિ છે. સ્મૃતિના પાટવની અસિદ્ધિને કારણે તેના અભાવમાંs પ્રયોગકાળમાં સ્મૃતિના અભાવમાં, પ્રયોગનું વિકલપણું છે. વંદનાદિ ક્રિયાકાળમાં પ્રયોગનું વિકલપણું