________________
૧પ૦
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૩
હોવાથી, તેનાથીeતારાદષ્ટિમાં કરાયેલી વંદનાદિ ક્રિયાથી, તે પ્રકારના કાર્યનો અભાવ છે=ભાવથી વંદનાદિનું ફળ મળે તે પ્રકારના કાર્યનો અભાવ છે.
તિ’ શબ્દ તારા દષ્ટિતા બોધની સમાપ્તિ માટે છે. બલાદષ્ટિ કાષ્ઠના અગ્નિના કણ તુલ્ય છે. ઉક્ત બોધદ્વયથી ઈષત્ વિશિષ્ટ છે=મિત્રા-તારાના બોધથી બલાદષ્ટિ થોડી વિશિષ્ટ છે, તેથી અહીંત્રીજી દૃષ્ટિમાં, થોડી સ્થિતિ અને વીર્ય છે=થોડી બોધની સ્થિતિ છે અને બોધકાળમાં સ્મૃતિનું કારણ બને તેવું વીર્ય છે, આથી પટપ્રાયઃ સ્મૃતિ છે; કેમ કે અહીં ત્રીજી દૃષ્ટિમાં પ્રયોગ સમયમાં પોતાના બોધ દ્વારા ઉચિત ક્રિયાના પ્રયોગ સમયમાં, તેનો ભાવ હોતે છતે સ્મૃતિનો સદ્ભાવ હોતે છતે, અર્થ પ્રયોગમાત્રમાં પ્રીતિ હોવાથી=સંસાર સમુદ્રમાંથી બહાર નીકળવાને અનુકૂળ સમ્યફ પ્રયત્ન થાય તેવા પ્રકારના પરિણામવાળી ક્રિયા કરવામાં પ્રીતિ હોવાથી, યત્ન લેશનો ભાવ છે. ‘ત્તિ' શબ્દ બલાદેષ્ટિના બોધની સમાપ્તિ માટે છે.
દીપ્રાદષ્ટિ દીવાની પ્રભા સદશ છે. ઉક્ત એવા વીર્યબોધ ત્રયથી વિશિષ્ટતા છે=પહેલી ત્રણ દૃષ્ટિમાં યોગમાર્ગને અનુકૂળ જે બોધ અને વીર્ય છે તેના કરતાં વિશિષ્ટતર બોધ અને વીર્ય ચોથી દૃષ્ટિમાં છે. આથી ચોથી દૃષ્ટિમાં પહેલી ત્રણ દષ્ટિ કરતાં વિશિષ્ટતર વીર્ય અને બોધ છે આથી, અહીં ચોથી દષ્ટિમાં, ઉદગ્ર સ્થિતિ અને વીર્ય છેeતીવ્ર કોટિની બોધની સ્થિતિ છે અને બોધ અનુસાર યોગમાર્ગમાં પ્રવૃત્તિને અનુકૂળ એવું સંચિત વીર્ય છે, તે કારણથી પ્રયોગ સમયમાં ચોથી દૃષ્ટિતા બોધથી નિયંત્રિત ઉચિત ક્રિયા કરવાના સમયમાં, પવી પણ સ્મૃતિ છે. અર્થાત્ ક્વચિત્ અપટુ સ્મૃતિ હોય તો ક્વચિત્ પવી પણ સ્મૃતિ હોય. આ રીતે પૂર્વમાં કહ્યું કે ચોથી દૃષ્ટિમાં ઉદગ્ર સ્થિતિ-વીર્ય છે તેથી વંદનાદિ ક્રિયાકાળમાં પી સ્મૃતિ પણ છે એ રીતે, ભાવથી પણ અહીં-ચોથી દષ્ટિમાં, વંદનાદિ વિષયક દ્રવ્ય પ્રયોગ છે; કેમ કે તેવા પ્રકારની ભક્તિને કારણે સમ્યગ્દષ્ટિ જેવી ભાવથી વંદનાદિની પ્રવૃત્તિ કરતાં વિલક્ષણ એવી ભક્તિ હોવાને કારણે, યત્નમેદની પ્રવૃત્તિ છે=સમ્યગ્દષ્ટિ જીવ કરતાં અલ્પ માત્રાના ભાવવાળી વંદનાદિની ક્રિયાની પ્રવૃત્તિ છે, “ત્તિ' શબ્દ ચોથી દષ્ટિના સ્વરૂપની સમાપ્તિ માટે છે. પ્રથમ ગુણસ્થાનકડો પ્રકર્ષ આટલો છે=પ્રથમ દષ્ટિથી માંડીને ચોથી દૃષ્ટિ સુધી છે, એ પ્રમાણે શાસ્ત્રના જાણનારાઓ કહે છે. અને આ રીતે પ્રસ્તુત ગાથામાં મિત્રાદિ ચાર દૃષ્ટિઓનું વર્ણન કર્યું એ રીતે, કહેવાયેલા યોગદષ્ટિ સમુચ્ચય ગ્રંથના અર્થના અનુસારથી મિથ્યાષ્ટિઓને પણ મિત્રાદિદષ્ટિના યોગથી તેવા પ્રકારના ગુણસ્થાનકત્વની સિદ્ધિ હોવાથી મોક્ષનું કારણ બને તેવા પારમાર્થિક ગુણોના સ્થાનકપણાની સિદ્ધિ હોવાથી, અનાભિગ્રહિકને તેવા પ્રકારની પ્રવૃત્તિનો સંભવ હોવાને કારણે અનાભિગ્રહિક મિથ્યાષ્ટિને ગુણનિષ્પત્તિનું કારણ બને તેવા પ્રકારની દેવ-ગુરુની ભક્તિની પ્રવૃત્તિનો સંભવ હોવાને કારણે, તેઓનો અનાભિગ્રહિતપણું જ શોભન છે તેવા જીવમાં પક્ષપાત વગર સર્વ દેવોને નમસ્કાર કરવારૂપ અનાભિગ્રહિકપણું ? શોભન છે, તે પ્રમાણે પ્રાપ્ત થયું. ૧૩