________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૨, ૧૩
૧૪૫
વસ્તુતઃ સમ્યગ્દષ્ટિ જીવો સર્વ દેવોને કરાતી નમસ્કારની ક્રિયાની અનુમોદના કરતા નથી માટે સાધુની ભગવાનની પૂજાની અપ્રવૃત્તિના દૃષ્ટાંતથી આદિધાર્મિકની સર્વ દેવોની નમસ્કારની ક્રિયા સુંદર છે તેમ કહેવું ઉચિત નથી. એ પ્રકારે પૂર્વપક્ષીનો આશય છે. તેને ગ્રંથકારશ્રી કહે છે કે પૂર્વપક્ષીનું આ કથન બરાબર નથી; કેમ કે સુસાધુઓ પણ આદિધાર્મિક જીવોને તેઓની ભૂમિકાનુસાર સર્વ દેવોને નમસ્કાર કરવો જોઈએ તે પ્રકારનો ઉપદેશ આપે છે. તેના દ્વારા આદિધાર્મિકની સર્વ દેવોને નમસ્કારની ક્રિયા અનુમોદ્ય છે તેમ સિદ્ધ થાય છે. ફક્ત સમ્યક્તયુક્ત એવું દેવપૂજાદિ કૃત્યનું સાધુ સ્વરૂપથી અનુમોદન કરે છે અને આદિધાર્મિકનું સર્વદેવનમસ્કારરૂપ કૃત્ય સ્વરૂપથી અનુમોઘ નથી તોપણ માર્ગપ્રાપ્તિનું બીજ હોવાથી અનુમોદન કરવા યોગ્ય છે.
આશય એ છે કે શ્રાવકો ઉત્તમ દ્રવ્યથી ભગવાનની ભક્તિ કરે છે. તે ભગવાનની ભક્તિની ક્રિયા વીતરાગ પ્રત્યેના બહુમાનથી જન્ય હોવાથી સાધુને તે પૂજાની ક્રિયા સ્વરૂપથી અનુમોદ્ય છે. અને આદિધાર્મિક જીવો સર્વ દેવને નમસ્કાર કરે છે તે નમસ્કારની ક્રિયા, કુદેવને નમસ્કારરૂપ હોવાથી સ્વરૂપથી અનુમોદ્ય નથી, તોપણ સર્વ દેવોને નમસ્કાર કરવા દ્વારા મધ્યસ્થ પરિણતિને પ્રાપ્ત કરીને તે આદિધાર્મિક જીવો માર્ગ પ્રાપ્ત કરશે તેથી સર્વ દેવોને નમસ્કારની ક્રિયા આદિધાર્મિક જીવોને માટે માર્ગપ્રાપ્તિનું બીજ હોવાથી સાધુને અનુમોઘ છે. વિરા અવતરણિકા :
अनाभिग्रहिकस्य शोभनत्वमेव गुणान्तराधायकत्वेन समर्थयति - અવતરણિકાર્ચ - અનાભિગ્રહિકમિથ્યાત્વનું ગુણાતર આધાયકપણું હોવાથી શોભનપણાનું જ સમર્થન કરે છે –
ગાથા :
इत्तो अ गुणट्ठाणं पढमं खलु लद्धजोगदिट्ठीणं । मिच्छत्तेवि पसिद्धं परमत्थगवेसणपराणं ।।१३।।
છાયા :
इतश्च गुणस्थानं प्रथमं खलु लब्धयोगदृष्टीनाम् ।
मिथ्यात्वेऽपि प्रसिद्ध परमार्थगवेषणपराणाम् ।।१३।। અન્વયાર્ચ :
રૂત્તો ગ=અને આથી=અનાભિગ્રહિકમિથ્યાત્વ હિતકારી છે એમ પૂર્વમાં કહ્યું આથી, નિદ્ધનોવિઠ્ઠીui= લબ્ધયોગદષ્ટિવાળા, પરમસ્થવેસUTRIv=પરમાર્થ ગષણમાં તત્પર એવા જીવોના,
મિત્તેવિ મિથ્યાત્વમાં