________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૨
૧૩૯
ટીકાર્ય :
યં વાસ્થાનામિબ્રદિપિ.... વિવેચચિયામ: II અને આ રીતે પૂર્વે યોગબિંદુની સાક્ષીથી સ્પષ્ટતા કરી એ રીતે, આનું આદિધાર્મિકતું, અનાભિગ્રહિક પણ ગુણકારી પ્રાપ્ત થયું. અને તે રીતે અનાભિગ્રહિકમિથ્યાત્વ ગુણકારી છે તે રીતે, અનાભિગ્રહિક પણ આભિગ્રહિક તુલ્યપણું હોવાથી તીવ્ર જ છે. એ પ્રમાણે “સુનિશ્ચિમચદ્ધિ ગાથાની સંમતિ બતાવવાપૂર્વક જે કહે છે, તે નિરસ્ત જાણવું; કેમ કે મુગ્ધ જીવોને પોતાના સ્વીકારમાં તેનું અનાભિગ્રહિકમિથ્યાત્વનું, ગુણપણું છે.
અહીં પ્રશ્ન થાય કે તો પછી અયોગવ્યવચ્છેદબત્રીશીમાં “સુનિશ્ચિત ઇત્યાદિ દ્વારા સર્વ દર્શન પ્રત્યેના માધ્યથ્યને દોષરૂપ કેમ કહેલ છે ? તેના સમાધાનરૂપે હેતુ કહે છે –
સુનિશ્ચિત ઈત્યાદિ શ્લોક દ્વારા વિશેષ જાણનારના માયાદિ દ્વારા માધ્યશ્મના પ્રદર્શનનું જ દોષપણાનું પ્રતિપાદન છે. અને આવી આદિધાર્મિકની, સમ્યગ્દષ્ટિની જેમ અવિશેષ પ્રતિપત્તિ=સર્વ દર્શનો સારાં છે એ પ્રકારનો અવિશેષ સ્વીકાર, દુષ્ટ છે. એમ શંકા ન કરવી; કેમ કે અવસ્થાના ભેદથી=આદિધાર્મિક કરતાં સમ્યફતત્વની પ્રાપ્તિરૂપ અવસ્થાના ભેદથી, દોષનું વ્યવસ્થાપન છે=સર્વ દર્શનોને સુંદર સ્વીકારવામાં મિથ્યાત્વરૂપ દોષનું કથન છે, અન્યથા=અવસ્થાના ભેદથી સર્વ દર્શન સુંદર છે એમ સ્વીકારવામાં દોષની પ્રાપ્તિ ન હોય તો, સાધુની જેમ સમ્યગ્દષ્ટિને સાક્ષાત્ દેવ-પૂજાદિ પણ દુષ્ટ થાય એમ વિભાવન કરવું. આના દ્વારા પૂર્વમાં કહ્યું કે આ રીતે આદિધાર્મિકનું અનાભિગ્રહિકમિથ્યાત્વ ગુણકારી પ્રાપ્ત થયું એના દ્વારા પરનો એકાંત અભિનિવેશ=પર એવા કોઈક પૂર્વપક્ષીનો “અન્ય એવા દર્શનના દેવોને નમસ્કાર કરવો એકાંતે દુષ્ટ છે' એ પ્રકારનો અભિનિવેશ, નિરસ્ત જાણવો, એમ અવય છે.
પરનો એકાંત અભિનિવેશ શું છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – પૃથ્વી આદિતી આરંભની પ્રવૃત્તિની અપેક્ષાએ પોતપોતાના દેવોની આરાધનામાં પ્રવૃત્ત એવા જીવોનો અધ્યવસાય શોભન છે; કેમ કે દેવાદિ શુભગતિનું હેતુપણું છે. એમ કહીને સર્વ દેવતાઓને નમસ્કાર કરવાની ક્રિયા સુંદર છે એમ જેઓ કહે છે તે અસત્ છે.
સર્વ દેવોને નમસ્કાર કરવાનો અધ્યવસાય કેમ સુંદર નથી ? તેમાં પૂર્વપક્ષી યુક્તિ આપે છે – તેવા પ્રકારના અધ્યવસાયનું પોતપોતાના દેવની આરાધનાની પ્રવૃત્તિના અધ્યવસાયનું, શોભનપણું હોતે છતે સમ્યક્તના ઉચ્ચારણના કાળમાં ‘નો વપૂરૂ સ્થિgવા ઈત્યાદિ આલાવાથી મિથ્યાત્વના પ્રત્યાખ્યાનની અનુપપત્તિની પ્રસક્તિ છે=મિથ્યાત્વનું પચ્ચકખાણ કરાય છે તે સંગત થાય નહિ.
કેમ સમ્યક્ત ઉચ્ચરાવતી વખતે સર્વ દેવોને નમસ્કાર કરવારૂપ મિથ્યાત્વનું પચ્ચખાણ સંગત થાય નહિ ? તેમાં યુક્તિ બતાવે છે –
“શુભ અધ્યવસાયનું અથવા શુભ અધ્યવસાયના હેતુનું સર્વ દેવોને નમસ્કાર કરવારૂપ શુભ અધ્યવસાયનું કે સર્વ દેવોને નમસ્કાર કરવારૂપ શુભ અધ્યવસાયના હેતુરૂપ પ્રવૃત્તિનું પ્રત્યાખ્યાન થાય