________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૧
સદંધના દૃષ્ટાંતથી=સમીચીન એવા અંધ પુરુષના દૃષ્ટાંતથી અસત્પ્રવૃત્તિ થતી નથી.
તે દૃષ્ટાંત-દાતિકભાવ થા’થી સ્પષ્ટ કરે છે –
૧૨૭
જે પ્રકારે સદંધ પુરુષ શાતાવેદનીયના ઉદયને કારણે અનાભોગથી પણ માર્ગમાં જ જાય છે, તે પ્રકારે નિર્બીજપણું હોવાથી અથવા નિર્બીજભાવને અભિમુખપણું હોવાથી, મોહના અપકર્ષજનિત મંદ રાગદ્વેષના ભાવવાળો એવો અનાભોગવાળો મિથ્યાદૅષ્ટિ પણ જિજ્ઞાસાદિ ગુણના યોગને કારણે માર્ગને જ અનુસરે છે, એ પ્રમાણે કહેવાયું છે. અને લલિતવિસ્તરામાં કહેવાયું છે કે “અનાભોગથી પણ સદંધ ન્યાયથી માર્ગગમન જ છે. એ પ્રમાણે અધ્યાત્મચિંતકો કહે છે.”
અહીં=ગાથાના કથનનું અત્યાર સુધી ટીકાનું વર્ણન કર્યું તેમાં, આ હૃદય છે=આ તાત્પર્ય છે ખરેખર સ્વપક્ષમાં અત્યંત આગ્રહવાળા પણ કેટલાક મિથ્યાદૃષ્ટિઓને પણ પ્રબલ મોહપણું હોતે છતે પણ કારણાન્તરથી થતો જે રાગ-દ્વેષની મંદતારૂપ ઉપશમ ઘણી વખત પણ દેખાય છે, તે પાપાનુબંધીપુણ્યબંધનું હેતુપણું હોવાથી પર્યંતમાં દારુણ જ છે.
કેમ પર્યંત દારુણ છે ? તેમાં હેતુ કહે છે –
તેના ફલના સુખમાં વ્યામૂઢ એવા તેઓને=કોઈક રીતે થયેલા રાગદ્વેષની મંદતારૂપ ઉપશમના ફલના સુખમાં વ્યામૂઢ એવા તે મિથ્યાદૅષ્ટિઓને, પુણ્યાભાસ કર્મોનો ઉપરમ થયે છતે નરકાદિ પાતનો અવશ્યભાવ છે. એથી=ગાઢ મિથ્યાદૃષ્ટિઓનો ઉપશમ પણ પર્યંત દારુણ છે એથી, અસત્ પ્રવૃત્તિનો હેતુ જ આ છે=ઉપશમ છે. અને ગુણવાન પુરુષના પ્રજ્ઞાપનાને યોગ્યપણાથી જિજ્ઞાસાદિગુણના યોગથી મોહના અપકર્ષથી પ્રયુક્ત એવા રાગ-દ્વેષની શક્તિના પ્રતિઘાતરૂપ જે ઉપશમ તે વળી સત્પ્રવૃત્તિનો હેતુ જ છે; કેમ કે આગ્રહની નિવૃત્તિને કારણે સદર્થના પક્ષપાતનું પ્રધાનપણું છે. ‘કૃતિ’ શબ્દ ‘વમત્ર દૈવયં’થી શરૂ કરાયેલા કથનની સમાપ્તિ માટે છે. ।।૧૧।।
ભાવાર્થ:
અવતરણિકામાં શંકા કરેલ કે માષતુષાદિ મુનિઓ જેવા મહાત્માઓને કોઈક ઠેકાણે સંશય કે અન્નધ્યવસાય હોય તેને લઘુદોષ કહી શકાય; કેમ કે જ્ઞાનાવરણીયાદિના ઉદયને કારણે તે પ્રકારે શાસ્ત્રના પદાર્થમાં કોઈક ઠેકાણે સ્પષ્ટ નિર્ણય ન થવાથી સંશય કે અનધ્યવસાય થાય છે. પરંતુ સાંશયિક કે અનાભોગ મિથ્યાદ્દષ્ટિ જીવોને જે સંશય કે અનધ્યવસાય છે તે વિપર્યાસનું કારણ હોવાથી લઘુભૂત કઈ રીતે કહી શકાય ? અર્થાત્ કહી શકાય નહિ. તેનું સમાધાન કરતાં ગ્રંથકા૨શ્રી કહે છે કે જે જીવોમાં મિથ્યાત્વની મંદતાને કા૨ણે પણ રાગ-દ્વેષ રહિતપણારૂપ મધ્યસ્થપણું થાય છે તેવા જીવોમાં પણ સદંધ ન્યાયથી તેઓનું મિથ્યાત્વ તે પ્રકારે અસત્પ્રવૃત્તિનો હેતુ થતો નથી. તેથી સાંશયિક મિથ્યાદ્દષ્ટિમાં કે અનાભોગ મિથ્યાદ્દષ્ટિમાં જે વિપર્યાસ છે તે અસત્પ્રવૃત્તિનો હેતુ હોવા છતાં અત્યંત અસત્પ્રવૃત્તિનો હેતુ નથી પરંતુ સદંધ ન્યાયથી તેઓ સમ્યક્ત્વને સન્મુખ જનારા છે. માટે તેઓના મિથ્યાત્વને પણ ગ્રંથકારશ્રીએ લઘુભૂત કહેલ છે.