________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૨
તેઓ=આદિધાર્મિક જીવો, અત્યંત મુગ્ધપણાને કારણે કોઈ દેવતાવિશેષને નહીં જાણતા વિશેષ પ્રવૃત્તિને હજુ પણ યોગ્ય નથી=સુદેવાદિને જ નમસ્કાર કરવા જોઈએ, અન્યને નહીં એ પ્રકારની વિશેષ પ્રવૃત્તિને હજી યોગ્ય નથી, પરંતુ સામાન્યરૂપ જ પ્રવૃત્તિ યોગ્ય છે=સુદેવ=કુદેવાદિ વિભાગ વગર સામાન્યરૂપ જ નમસ્કારાદિ પ્રવૃત્તિને યોગ્ય છે.
1199611
૧૩૬
તો ક્યારે વિશેષથી=સુદેવ અને કુદેવના વિભાગરૂપ વિશેષથી, પ્રવૃત્તિ સ્વીકારાય છે ? એ પ્રમાણે આશંકા કરીને કહે છે -
1
ગુણાધિક્યના પરિજ્ઞાનથી અને પોતાના આચારનું અધિકપણું હોતે છતે તેનાથી=અરિહંતાદિથી, અન્ય એવા દેવોના અદ્વેષથી વિશેષમાં પણ=અરિહંતાદિમાં પણ, આ=પૂજન, ઇચ્છાય છે. ૧૨૦ા
ગુણાધિક્યના પરિજ્ઞાનથી=દેવતાન્તરથી ગુણવૃદ્ધિનો અવગમ હોવાથી=અન્યદર્શનના દેવો કરતાં અરિહંતાદિમાં ઘણા ગુણોનો અવગમ હોવાથી, વિશેષમાં પણઅરિહંતાદિમાં પણ, આ=પૂજન, ઇચ્છાય છે. વળી સામાન્યથી શું કહેવું ? આદિધાર્મિક જીવોને સામાન્યથી આ પૂજન ઇચ્છાય છે. એનું શું કહેવું ? એ ‘વિ’ શબ્દનો અર્થ કર્યો છે.
કેવી રીતે વિશેષમાં આ પૂજન ઇચ્છાય છે ? તેથી કહે છે
તદન્યોના=પૂજ્યમાન એવા તીર્થંકર દેવતાથી વ્યતિરિક્ત એવા બુદ્ધાદિ દેવતાન્તરોના, અદ્વેષથી=અમત્સરથી, આ પૂજન ઇચ્છાય છે, એમ અન્વય છે. ‘તથા' શબ્દ વિશેષણના સમુચ્ચય માટે છે. તે વિશેષણ બતાવે છે આત્માનું=પોતાનું, દેવતાન્તરોને આશ્રયીને આચારનું અધિકપણું હોતે છતે અન્ય દેવોના અમત્સરથી આ પૂજન ઇચ્છાય છે, એમ અન્વય છે. ।।૧૨૦।।
-
અહીં=શ્ર્લોક-૧૨૦માં, આદિધાર્મિકને વિશેષની અજ્ઞાનદશામાં=અન્ય દેવો કરતાં તીર્થંકરના વિશેષની અજ્ઞાન દશામાં, સાધારણ દેવભક્તિ જ કહેવાઈ છે. દાનાધિકારમાં પાત્ર ભક્તિ પણ આની=આદિધાર્મિકની, વિશેષના અજ્ઞાનમાં=સુપાત્ર અને કુપાત્રરૂપ વિશેષના અજ્ઞાનમાં, સાધારણ જ કહેવાઈ છે=સર્વ દર્શનવાળા ત્યાગીઓની સાધારણ ભક્તિ જ કહેવાઈ છે. અને તેના જ્ઞાનમાં=કુપાત્ર કરતા સુપાત્રના ભેદના જ્ઞાનમાં, વિશેષથી કહેવાઈ છે=સુપાત્રની જ ભક્તિ કરવી જોઈએ એ પ્રમાણે વિશેષથી ભક્તિ કહેવાઈ છે, તે આ પ્રમાણે –
વ્રતમાં રહેલા, લિંગિ=સાધુ વેશમાં રહેલા પાત્ર છે—અવિશેષથી પાત્ર છે=કોઈ પણ દર્શનમાં રહેલા હોય તો આદિધાર્મિકને ભક્તિને પાત્ર છે, વળી વિશેષથી સ્વસિદ્ધાંતના અવિરોધથી જેઓ સદા જ વર્તે છે તેઓ પાત્ર છે.
1192211
વ્રતમાં રહેલા=હિંસા, અમૃતાદિ પાપસ્થાનકની વિરતિવાળા, લિંગીવ્રત સૂચક તેવા પ્રકારના વસ્ત્રવાળા પાત્ર છે=અવિશેષથી ભક્તિને પાત્ર છે. આમાં પણવ્રતધારીની ભક્તિમાં પણ, વિશેષને કહે છે. અપાચક=સ્વયં પાકને નહીં કરનારા, વળી ઉપલક્ષણથી બીજા દ્વારા પાકને નહીં કરાવનારા અને પાક કરનારાની અનુમોદના નહીં કરનારા એવા લિંગી જ વિશેષથી પાત્ર છે. અને સ્વસિદ્ધાંતના અવિરોધથી=જૈન શાસ્ત્રમાં કહેવાયેલી ક્રિયાના અનુલ્લંઘનથી જેઓ સદા જ=સર્વકાલ જ, વર્તે છે=પ્રવૃત્તિ કરે છે, તેઓ ભક્તિને પાત્ર છે. ।।૧૨૨।।
ભાવાર્થ:
જે જીવોમાં મિથ્યાત્વની મંદતા છે અને તેના કારણે તત્ત્વની જિજ્ઞાસાદિ ગુણો થયા છે તેવા જીવો