________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૧
૧૨૫
ઉદ્ધરણમાં ગલમસ્યાદિનો અર્થ કર્યા પછી ગાથાના અંતમાં જે પ્રકૃતિ કથન છે તેમાં તે ગલમસ્યાદિ પદાર્થનું યોજના કરતાં કહે છે – આ રીતેeગલમસ્યાદિપરિણામની જેમ આ પણ=જિનાજ્ઞાના ઉલ્લંઘનથી ધર્મના આચારનો પરિણામ પણ, તલપણાથી અશુભ ફલપણાથી અશુભ જ છે; કેમ કે આજ્ઞા પરિણામના શૂન્યપણાને કારણે ઉભયત્ર પણ ધર્મની આચરણમાં અને ગલમસ્યાદિની પ્રવૃત્તિમાં પણ, સમાનપણું હોવાને કારણે સમાન જ ફલ છે." એ પ્રકારની આ આશંકામાં=ઉદ્ધરણની પૂર્વે કહ્યું કે માલતુષાદિને સંશય અને અનધ્યવસાય પ્રબલ વિપર્યાસકારી નથી પરંતુ સાંશયિક અને અનાભોગ મિથ્યાદૃષ્ટિએ તો સંશય અને અધ્યવસાય વિપર્યાસ શક્તિ યુક્ત હોવાથી લઘુ કહી શકાય નહિ. એ પ્રકારની આ આશંકામાં, કહે છે – ભાવાર્થ :
માપતુષાદિ મુનિઓ ચારિત્રના પરિણામવાળા છે તેથી નિયમ સમ્યગ્દષ્ટિ છે, તેથી ભગવાનના વચનમાં સંશય કે અનધ્યવસાય નથી. પરંતુ સ્થિર નિર્ણય છે કે સંસારથી નિસ્તારનો ઉપાય સર્વજ્ઞનું વચન છે અને સર્વજ્ઞના વચનથી કરાયેલી પ્રવૃત્તિ જ સંસારથી નિસ્તારનું કારણ છે અને સર્વજ્ઞના વચનના પરમાર્થને જાણનારા ગુણવાન ગુરુ છે, તેવો સ્થિર નિર્ણય છે. તેથી સર્વજ્ઞના વચનાનુસાર પ્રવૃત્તિ કરવા માટે ગુણવાન ગુરુના વચનથી જ સર્વ પ્રવૃત્તિ કરે છે, આમ છતાં ગુણવાન ગુરુ તેમની ભૂમિકાનુસાર ઉચિત બોધ કરાવવા અર્થે જે કંઈ ઉપદેશ આપે તે ઉપદેશવચનથી ગુરુ શું કહેવા માંગે છે ? તેવો નિર્ણય કોઈક સ્થાનમાં ન થાય તો માષતુષાદિ મુનિઓને સંશય પણ થાય છે કે ગુરુ આમ કહે છે કે આમ કહે છે અને કોઈ સ્થાનમાં ગુરુ જે કહે છે તેના વિષયમાં સ્પષ્ટ બોધ ન થાય તો અનાભોગ પણ વર્તે છે. તોપણ ભાવથી ચારિત્રના પરિણામવાળા એવા માણતુષાદિ મુનિના સંશય અને અનાભોગને લઘુ કહી શકાય. પરંતુ મિથ્યાદૃષ્ટિ જીવોને તો જિનવચનમાં જ સંશય કે અનધ્યવસાય છે. તેથી સાંશયિક કે અનાભોગ મિથ્યાષ્ટિ
જીવોમાં જે સંશય છે તે ફલથી લઘુ છે એમ જે ગ્રંથકારશ્રીએ પૂર્વગાથામાં કહ્યું તે યુક્ત નથી; કેમ કે ઉપદેશપદમાં હરિભદ્રસૂરિ મહારાજા ગલમસ્યાદિના પરિણામ જેવો મિથ્યાદૃષ્ટિનો શુભ પરિણામ પણ ફલથી અશુભ જ છે તેમ કહેલ છે. માટે સાંશયિક અને અનાભોગ મિથ્યાષ્ટિમાં વર્તતો સંશય અને અનાભોગ ફલથી લઘુ છે તેમ કહી શકાય નહિ. એ પ્રકારની કોઈકની શંકામાં ગ્રંથકારશ્રી કહે છે –
ગાથા :
मज्झत्थत्तं जायइ जेसि मिच्छत्तमंदयाए वि । ण तहा असप्पवित्ती सदंधणाएण तेसिपि ।।११।।
છાયા :
मध्यस्थत्वं जायते येषां मिथ्यात्वमन्दतयाऽपि । न तथाऽसत्प्रवृत्तिः सदन्धज्ञातेन तेषामपि ।।११।।