________________
૧૨૪
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૧ તથાપણું યુક્ત નથી=માષતુષાદિમુનિના જેવું પ્રબલ બોધતા વિપર્યાસકારીપણાનું અભાવપણું યુક્ત તથી; કેમ કે તેઓનું સશયિક અને અનાભોગ મિથ્યાદષ્ટિનું, વિપર્યાશક્તિયુક્તપણું છે તેઓના સંશયમાં અને અતધ્યવસાયમાં વિપર્યાસશક્તિયુક્તપણું છે. આથી તેઓનો શુભ પરિણામ પણ મિથ્યાત્વીઓનો શુભ પરિણામ પણ, હરિભદ્રસૂરિ વડે ફલથી અશુભ જ કહ્યો છે તે આ પ્રમાણે –
“ગલમસ્ય, ભવવિમોચક, વિષાત્ર ભોજીના જેવા પ્રકારનો આ=પરિણામ શુભ પણ તત્કલથી અશુભ જ છે. એ રીતે આ પણ મિથ્યાષ્ટિનો શુભ પરિણામ પણ, તલથી અશુભ જ છે" એમ અવય છે. (ઉપદેશપદ, ગાથા૧૮૮)
ઈતિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. ઉપદેશપદનો અર્થ ટીકાકાર સ્પષ્ટ કરે છે –
ગલ-છેડામાં સ્થાપન કરાયેલા માંસવાળો લોહમય કાંટો, જે મત્સ્યના ગ્રહણ માટે જલમાં સંચારણ કરાયેલો હોય છે. તેના=માંસના ખાવા માટે પ્રવૃત્ત એવો મત્સ્ય પ્રતીત જ છે. ત્યાર પછી-ગલ અને મત્સ્યનો અર્થ કર્યા પછી, ગલમસ્યનો સમાસ સ્પષ્ટ કરે છે. ગલથી ઉપલક્ષિત એવો મત્સ્ય એ ગલમસ્ય. (આ સમાસથી એ પ્રાપ્ત થાય કે માછીમાર દ્વારા કાંટા ઉપર માંસ લગડિલું હોય, અને તે કાંટો જલમાં નંખાયેલો હોય, અને તે માંસ ખાવા જે મત્સ્ય પ્રવૃત્ત હોય તે મત્સ્ય ગલમત્સ્ય કહેવાય.) ભવથી દુઃખબહુલ એવા કુયોનિરૂપ ભવથી, કાગડો, શિયાળ, કીડીઓ આદિ દુઃખિત જીવોને તેવા પ્રકારના કુત્સિત વચનના સંસ્કારથી="કોઈએ કહેલું હોય કે આવા દુઃખિત જીવોને મારી નાંખવાથી તેઓને દુઃખથી મુક્ત કરાય છે તે તેઓ પ્રત્યેની દયા છે". તેવા કુત્સિત વચનના સંસ્કારથી, પ્રાણના નાશ વડે જેઓ મુકાવે છે, એ ભવવિમોચક પાખંડ વિશેષ છે. વિષથી મિશ્ર એવું અન્ન, તેને જે ખાય, તેના સ્વભાવવાળો જે તે તેવો છે વિષાણભોજી છે. ત્યાર પછીeગલમસ્ય, ભવવિમોચક અને વિષાણભોજીનો અર્થ કર્યા પછી, ત્રણેનો સમાસ સ્પષ્ટ કરે છે – ગલમસ્ય, ભવવિમોચક અને વિષાણભોજીનો દ્વન્દ્રસમાસ છે. તેઓને=ગલમસ્યાદિને જેવો આ=પ્રત્યપાય ફળવાળો જ પરિણામ છે અનર્થ ફળવાળો જ પરિણામ છે. કેમ ? તેથી કહે છે –
મોહને કારણે અજ્ઞાનને કારણે, પર્યત દારૂણપણું હોવાથી સ્વકલ્પનાથી શુભ પણ તેઓનો શુભ પરિણામ પણ, અશુભ જ સંક્લિષ્ટ જ, છે. તેઓના સ્વકલ્પનાથી શુભ પરિણામ કઈ રીતે છે ? તે કહે છે – કેમ કે સ્વરુચિ વગર તેઓને તે પ્રકારની પ્રવૃત્તિનો અયોગ છે. સ્વકલ્પનાથી સુંદર પણ પરિણામ સંક્લિષ્ટ જ કેમ છે ? તેમાં હેતુ કહે છે – તેના ફલથી એ કથનમાં નિર્દેશનું તત્સુલતઃ એ પ્રકારના નિર્દેશનું, ભાવપ્રધાનપણું હોવાથી, તસ્કૂલતાનો અર્થ તલવાતું કરવાનો છે. અર્થાત્ અશુભ પરિણામનું ફલાણું છે. હવે પ્રકૃતિમાં યોજાને કરે છે-ઉપદેશપદના