________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૯
સંસારમાં પરિભ્રમણ આવલિકાના અસંખ્યભાગ સમય પ્રમાણ પુદ્ગલપરાવર્તનો અતિક્રમ નથી જ; કેમ કે આવલિકાના અસંખ્યભાગ પુદ્ગલપરાવર્તાના અસંખ્યગુણોનું પણ અસંખ્યાતપણું છે એ પ્રમાણે પ્રતીતિ હોતે છતે “મૂયો મૂયા' શબ્દો દ્વારા આનન્યની કલ્પનાની ગંધ પણ ક્યાંથી હોય ? તેથી ‘મૂયો મૂવ:' પરિભ્રમણમાં પણ અસંખ્યાતપણું તદવસ્થ જ છે વ્યવહારરાશિવાળા જીવોનું અસંખ્યાતપણું તદવસ્થ જ છે. આથી જ તેટલા કાળ વડે=અવ્યવહારરાશિમાંથી વ્યવહારરાશિમાં આવ્યા પછી આવલિકાના અસંખ્યાતભાગ સમય પ્રમાણ પુદ્ગલપરાવર્તરૂપ તેટલા કાળ વડે, સર્વ વ્યાવહારિકોની સિદ્ધિ કહેવાઈ છે. એ પ્રમાણે પર વડે નવીન કલ્પના કરનાર એવા પર વડે, સ્વમતનું સમાધાન કરાયું છે. તે પણ એકાંત રમણીય નથી. કેમ એકાંત રમણીય નથી ? તેમાં હેતુ કહે છે –
“આ રીતે=નિગોદમાંથી નીકળીને વ્યવહારરાશિમાં આવ્યા પછી ફરી ફરી નિગોદમાં જવું અને અન્ય ભવોમાં આવવું જીવ કરે છે એ રીતે, વિકસેન્દ્રિય, એકેન્દ્રિયમાં જવા-આવવા વડે અનંત પુદ્ગલપરાવર્ત અતિ દુઃખિત સંસાર વિરોધ કરાયો" ઇત્યાદિ દ્વારા “અને અન્યદા કોઈ પણ રીતે આર્યદેશમાં ઉદ્ભવ માતંગાદિમાં લઈ જવાયોઃકર્મ પરિણામ દ્વારા લઈ જવાયો, ત્યાંથી પણ અભક્ષ્ય ભક્ષણાદિ દ્વારા નરક પાતાદિના ક્રમથી રસમૃદ્ધિ અને અકાર્યના પ્રવર્તન દ્વારા જ લીલાથી જ પસાર કરીને અનંત પુદ્ગલપરાવર્ત સંસારમાં ધારણ કરાયો.” ઇત્યાદિ દ્વારા મોટા ગ્રંથ વડે-મોટા વિસ્તાર વડે ભુવનભાનુકેવલિચરિત્રાદિમાં વ્યાવહારિકત્વને પામેલા પણ સંસારી જીવની વિચિત્ર ભવના અન્તરિતપણાથી અનંત પુદ્ગલપરાવર્તના પરિભ્રમણનું પ્રગટ સિદ્ધપણું છે. અને યોગબિંદુસૂત્રવૃત્તિમાં પણ નર-નારકાદિભાવથી અનાદિ સંસારમાં અનંતપુદ્ગલપરાવર્તતા ભ્રમણનું સ્વભાવપણું કહેવાયું છે. તે આ પ્રમાણે –
“નાનાગતિના સમાશ્રયવાળો અનાદિનો આ સંસાર છે. અહીં=સંસારમાં, પુગલોના પરાવર્તો અનંતા તે પ્રકાર પસાર કરાયા.”
યોગબિંદુની ટીકા આ પ્રમાણે છે –
“અનાદિ અવિદ્યમાન મૂલ આરંભવાળો, આ પ્રત્યક્ષથી દેખાતો સંસાર=ભવ, કેવો છે ? એને કહે છે – નાનાગતિનો જુદી જુદી ગતિનો, આશ્રય છે=નર-નારકાદિ વિચિત્ર પર્યાય પાત્ર વર્તે છે. અને તેથી ઔદારિકાદિ વર્ગણારૂપ સર્વ પુગલોનું ગ્રહણ અને મોક્ષરૂપ પરાવર્તા, અહીં=સંસારમાં, અનંત-અનંત વાર સ્વભાવવાળા, તે પ્રકારે પસાર થયા=શાસ્ત્રમાં પ્રસિદ્ધ એવા પ્રકારથી પસાર થયા.” કોને પસાર થયા ? તેથી. કહે છે – “તસ્વભાવપણાના વિયોગથી અનંત પુદ્ગલપરાવર્તના પરિભ્રમણના સ્વભાવપણાના વ્યાપારથી સર્વ જ જીવોને આમની અનંત પુદ્ગલપરાવર્તાની, સંવિ–સંર્વેદન, ઘટે છે. અન્યથા નહીં. તે સૂક્ષ્મબુદ્ધિથી વિચારવું જોઈએ.” આની ટીકા આ પ્રમાણે છે –