________________
૯૨
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૯
આદિ શાસ્ત્રમાં સ્વીકૃત છે માટે વનસ્પતિનો ઉત્કૃષ્ટ કાલ આવલિકાના અસંખ્યાત ભાગ પ્રમાણ પુદ્ગલપરાવર્ત સ્વીકારવો સંગત નથી એ પ્રકારનો અર્થ શંકાથી ફલિત થાય છે. તેનો ઉત્તર આપતાં પ્રજ્ઞાપનાવૃત્તિમાં ‘ઉચ્ચતે'થી કહે છે –
અહીં=સંસારમાં બે પ્રકારના જીવો છે : સાંવ્યવહારિક અને અસાંવ્યવહારિક. ત્યાં=બે પ્રકારના જીવોમાં, જે નિગોદના અવસ્થાનથી ઉદ્વર્તન પામીને પૃથ્વીકાયાદિ ભવોમાં વર્તે છે. તેઓ લોકોમાં દષ્ટિપથમાં આવેલા છતાં પૃથ્વીકાયાદિ વ્યવહારમાં અનુપાતને પામે છે. એથી સાંવ્યવહારિક કહેવાય છે. તેઓ જોકે ફરી પણ નિગોદ અવસ્થાને પ્રાપ્ત કરે છે તો પણ તેઓ સાંવ્યવહારિક જ છે; કેમ કે સંવ્યવહારમાં પતિતપણું છે=સંવ્યવહારમાં એક વખત આવેલા છે. વળી જેઓ અનાદિ કાળથી માંડીને નિગોદ અવસ્થાને પામેલા જ રહેલા છે તેઓ વ્યવહારપથથી અતીત હોવાથી અસાંવ્યવહારિક કહેવાય છે.
કેવી રીતે આ જણાય છે ? બે પ્રકારના જીવો છે ? સંવ્યવહારિક અને અસંવ્યવહારિક. તેનો જવાબ આપે છે –
યુક્તિવશથી જણાય છે. હવે તે યુક્તિ સ્પષ્ટ કરે છે –
અહીં=સંસારમાં, પ્રત્યુત્પન્ન વનસ્પતિનું પણ વર્તમાન ક્ષણમાં જે જીવો વનસ્પતિરૂપે ઉત્પન્ન થઈ રહ્યા છે તે વર્તમાન ક્ષણમાં ઉત્પન્ન થતાં વનસ્પતિના જીવોનું પણ, નિર્લેપત=વનસ્પતિમાંથી બહાર નીકળીને અન્ય ભવમાં જવારૂપ નિર્લેપન, આગમમાં પ્રતિષિદ્ધ છે, તો વળી સકલ વનસ્પતિનું અને ભવ્યોનું પણ નિર્લેપનનું શું કહેવું ? અર્થાત્ સકલ વનસ્પતિના જીવો અને ભવ્યોના જીવો વનસ્પતિમાંથી નીકળીને અન્ય ભવોમાં જવારૂપ નિર્લેપનને પ્રાપ્ત કરતા નથી. અને તે=આગમમાં સકલ વનસ્પતિનું નિર્લેપન પ્રતિષિદ્ધ છે તે, જો અસાંવ્યવહારિકરાશિમાં રહેલા અત્યંત વનસ્પતિ ન હોય તો કેવી રીતે સંગત થાય ? અર્થાત્ સંગત થાય નહીં, તેથી જણાય છે કે અસાંવ્યવહારિકરાશિ છે. એથી તેમાં રહેલા વનસ્પતિ જીવોની અનાદિતા છે. વળી આ પણ ગાથા ગુરુના ઉપદેશથી આવેલા શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે – “અનંતા જીવો છે જેના વડે ત્રસાદિ પરિણામ પ્રાપ્ત કરાયો નથી. તે પણ અનંતાનંત નિગોદવાસને અનુભવે છે.” તેથી આનાથી પણ ગુરુના ઉપદેશથી પ્રાપ્ત થયેલી ગાથાથી પણ, અસાંવ્યવહારિક રાશિની સિદ્ધિ છે.
અને કહેવાયું છે – “પ્રત્યુત્પન્ન વનસ્પતિનું નિર્લેપન નથી, ભવ્યોનું નિર્લેપન નથી તે= પ્રત્યુત્પન્ન વનસ્પતિ અને ભવ્યોનું નિર્લેપન નથી તે, જો અત્યંત વનસ્પતિ નથી તો યુક્ત થાય નહિ=ઘટે નહિ. અને એ રીતે અનાદિ વનસ્પતિનું અસ્તિત્વ અર્થથી સિદ્ધ થયું."
આ પણ ગાથા શાસ્ત્રમાં ગુરુ ઉપદેશથી આવેલી છે. “અનંતા જીવો છે.” ઈત્યાદિ ૧૮માં પદમાં કહેવાયું છે=નતુથી પ્રારંભ કરાયેલું આખું કથન ૧૮મા પદમાં છે. તેથી=પ્રજ્ઞાપનાવૃત્તિના કથનથી સિદ્ધ થયું કે સંવ્યવહારિકવાળા જીવો આવલિકાના અસંખ્યાત ભાવ પ્રમાણપુદ્ગલપરાવર્તવાળા છે ત્યાર બાદ અવશ્ય સિદ્ધિ પામે છે તેથી, અભવ્યો અવ્યવહારિક જ છે. અન્યથા=અભવ્યને અવ્યવહારી ન સ્વીકારવામાં આવે તો, અસંખ્ય પગલપરાવર્તના કાળમાં તેઓના સિદ્ધિગમનનો અથવા અવ્યવહારિત્વ ભવનનો પ્રસંગ છે.