________________
૧૦૭
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૯ તોપણ શું ? તેથી કહે છે –
ત્યાં પણ=તે સકલ દ્રવ્યલિંગ ક્રિયામાં પણ, આ ધર્મબીજ ઈત્યાદિ. થયું નહિ જ. અહીં પ્રાયઃ કહેવાથી અવ્યવહારિક રાશિમાં રહેલા અને અલ્પકાળથી જ તેમાંથી નીકળેલા જીવોને છોડીને સર્વ જીવોને અવંતી વખત દ્રવ્ય ક્રિયા થઈ છે, તે બતાવવા માટે પ્રાયઃ શબ્દ કહેલ છે.”
‘નથ’થી પૂર્વપક્ષી કહે છે કે પૃથ્વી આદિ વ્યવહારના યોગથી તેઓને અભવ્યોને, વ્યવહારિકપણામાં પણ આવલિકાના અસંખ્યભાગ પુલપરાવર્તથી અધિક સંસારવાળાપણું હોવાને કારણે વ્યવહારિકપણું તથી તે પ્રમાણે પરિભાષાન્તરનો આશ્રય કરાય છે. એથી બીજો પક્ષ સ્વીકારાય છે. તે પ્રમાણે પૂર્વપક્ષી કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે – સ્વીકાર કરાઓ આવું પારિભાષિક અવ્યવહારીપણું અભવ્યમાં તારા વડે સ્વીકાર કરાઓ, જો બહુશ્રતો પ્રમાણ કરે છે. આ રીતે પારિભાષિક અવ્યવહારીપણું પૂર્વપક્ષી સ્વીકારે એ રીતે, અમને કોઈ ક્ષતિ નથી=અમે અભવ્યને આભિગ્રહિકમિથ્યાત્વ સ્વીકારીએ તેમાં કોઈ ક્ષતિ નથી; કેમ કે મુખ્ય વ્યવહારિક લક્ષણના પરિત્યાગથી તેઓને અભવ્યને અવ્યક્ત મિથ્યાત્વના નિયમના સ્વીકારાદિની વિરુદ્ધ પ્રક્રિયાની અસિદ્ધિ છે. “દિ'=જે કારણથી, પરિભાષા વસ્તુના સ્વરૂપનો ત્યાગ કરાવતી નથી.
ત્તિ’ શબ્દ ‘તે'થી પ્રારંભ કરાયેલા ગ્રંથકારશ્રીના કથનની સમાપ્તિ માટે છે. આના દ્વારા-ગ્રંથકારશ્રીએ પૂર્વપક્ષીને ઉત્તર આપતાં કહ્યું કે અભવ્યમાં વ્યવહારિકત્વના લક્ષણો અયોગ હોવાથી કે પરિભાષાના આશ્રયણથી શું અભવ્ય અવ્યવહારી છે ? તેમાં પ્રથમ વિકલ્પ સંગત તથી તે બતાવ્યું અને પરિભાષાના આશ્રયણથી અભવ્યમાં અવ્યવહારિકપણું સ્વીકારવામાં કોઈ ક્ષતિ નથી તેમ ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું એના દ્વારા, બાદરનિગોદ જીવોના વ્યવહારિકત્વનો નિષેધ પણ નિરાકૃત કરાયો; કેમ કે પરિભાષામાત્રથી=પૂર્વપક્ષીએ પરિભાષા કરીને અભવ્યમાં અવ્યવહારિકપણું સ્થાપન કર્યું એટલામાત્રથી, લક્ષણસિદ્ધ વ્યવહારિકત્વને નિષેધ કરવા માટે અશક્યપણું છે=વ્યવહારિકત્વના લક્ષણથી સિદ્ધ એવું બાદરનિગોદતા જીવોમાં રહેલા વ્યવહારિકપણાનો નિષેધ કરવો અશક્ય છે.
બાદરનિગોદના જીવોમાં લક્ષણસિદ્ધ વ્યવહારિકપણું છે તે બતાવવા અન્ય હેતુ કહે છે – પ્રાપ્ત સૂક્ષ્મનિગોદથી ઇતર પર્યવસિત અનુગત પૃથ્વી આદિ વિવિધવ્યવહારના યોગિવરૂપ એવા તેનું લક્ષણસિદ્ધ વ્યવહારિકતું, અનાદિ સૂક્ષ્મનિગોદથી ઈતર સર્વ જીવોમાં વૃત્તિપણું છે. વળી ચગ્રાહ્ય શરીરપણું એ ઉપલક્ષણ છે, લક્ષણ નથી. એ પ્રમાણે આપણે બંનેને=પૂર્વપક્ષી અને ગ્રંથકારશ્રીને સમાન છે; કેમ કે અન્યથા–ઉપલક્ષણ ન સ્વીકારવામાં આવે તો, અમને સૂક્ષ્મ પૃથ્વીકાયાદિમાં અવ્યાપ્તિ છે. એની જેમ તારા મતમાં બાદરનિગોદમાં અતિવ્યાપ્તિનો પણ પ્રસંગ છે. વળી, પ્રજ્ઞાપતાવૃત્તિના
અભિપ્રાયથી પણ બાદરનિગોદના જીવોનું વ્યવહારીપણું પ્રતીત થાય છે; કેમ કે “જે વળી અનાદિ * કાળથી માંડીને નિગોદ અવસ્થાને પામેલા જ રહે છે. તેઓ વ્યવહાર પથથી અતીત હોવાને કારણે અસંવ્યવહારિકો છે.” એ પ્રમાણેના વચનથી જ અનાદિ વનસ્પતિ જીવોને જ અવ્યવહારિકત્વનું અભિધાન છે.