________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૯
૧૦૯
ત્યાં એકાક્ષનિવાસ નામના નગરમાં પ્રથમ આમના વડે જવા યોગ્ય છે. અને તમારા બેને પણ તે સ્વીકારવું જોઈએ. તે બે વડે પણ=તીવ્ર મહોદય અને અત્યંત અબોધ વડે પણ, તે પ્રમાણે કહેવાય છn=અમે જવા ઈચ્છીએ છીએ એમ કહેવાય છતે, તે સર્વ પણ=સંસારી જીવો અને તીવ્ર મોહોદય અને અત્યંત અબોધ તે સર્વ પણ, તે નગરમાં ગયા, અને તે નગરમાં મહાન એવા પાંચ પાડાઓ છે. હે તવંગી= અગૃહીતસંકેતા ! આગળ રહેલા એક પાડાને અંગુલીથી બતાવતાં તીવ્ર મહોદયે મને આ પ્રમાણે કહ્યું.
શું કહ્યું? તે સ્પષ્ટ કરે છે – હે ભદ્ર ! આ પાડામાં વિશ્વસ્ત માનસવાળો એવો તું રહે. પૂર્વના નગરની સાથે તુલ્યપણું હોવાથી સંસારી જીવ જે પૂર્વમાં સૂક્ષ્મનિગોદમાં હતો, તે નગરની સાથે તુલ્યપણું હોવાથી, આ=નવો પાડો તને વૃતિને દેનારો થશે. કઈ રીતે પાશ્ચાત્ય નગરની તુલ્ય આ નવો પાડો છે ? તે “યથાદથી સ્પષ્ટ કરે છે –
ત્યાં પાશ્ચાત્ય નગરમાં, પ્રાસાદના ગર્ભાગારમાં રહેલા લોકો અનંતા પિડિત અંગવાળા છે. તે પ્રમાણે જ આ પણ પાડામાં છે. ફક્ત તેઓ પાશ્ચાત્ય નગરના લોકો, લોકવ્યવહાર પરાડમુખ વર્તે છે. તે કારણથી બુદ્ધિમાનો વડે અસંવ્યવહારી કહેવાયા છે. વળી, આ=નવા પાડામાં રહેલા લોકો, ગમનાગમનાદિ લોકવ્યવહારને સર્વદા કરે છે. તે કારણથી સંવ્યવહારિક કહેવાય છે. “અનાદિ વનસ્પતિ' એ પ્રમાણે તેઓનું–પાશ્ચાત્ય નગરમાં રહેનારા લોકોનું, નામ છે. વળી આમનું=નવા પાડામાં રહેનારા લોકોનું, વનસ્પતિ એ પ્રમાણે નામ છે. જે પ્રમાણે આ બીજો ભેદ છે. (આ ઉદ્ધરણથી એ સિદ્ધ થાય કે સંસારી જીવ અનાદિ સૂક્ષ્મ વનસ્પતિમાં હતો. ત્યાંથી નીકળીને પ્રથમ વાર બાદરનિગોદમાં આવે છે અને તે પાડામાં જીવો અનંતા સંપિંડિત છે. તેથી નક્કી થાય છે કે બાદરનિગોદ વ્યવહારરાશિ છે.).
વૃદ્ધ ઉપમિતિભવપ્રપંચ ગ્રંથમાં પણ આ પ્રમાણે જ=બાદરનિગોદના જીવો વ્યવહારરાશિવાળા છે એ પ્રમાણે જ, કહેવાયેલું છે, તે આ પ્રમાણે –
આકાલપ્રતિષ્ઠિત અનંતજીવોથી યુક્ત અસંવ્યવહાર નામનું નગર આ લોકમાં સંસારમાં છે. ત્યાં સર્વ નગરમાં અસંવ્યવહાર નામના સર્વ નગરમાં કુલ૫ત્રકો છે – ઈત્યાદિ ત્યાર પછીનો ઉપમિતિનો પાઠ ઈત્યાદિથી સંગ્રહ કરવો.
ભવિતવ્યતા વડે મહત્તમ અને બલાધિકૃત કહેવાયા. મારા વડે અને તમારા બે વડે આ બધા જીવોની સાથે જવું જોઈએ અનાદિ વનસ્પતિમાંથી નીકળીને અન્ય પાડામાં જવું જોઈએ. જે કારણથી ભર્યું છે દેવતા જેને એવી નારી છે તેથી મારા વડે=ભવિતવ્યતા વડે, સંસારી જીવ મુકાવો જોઈએ નહિ. અને જે કારણથી તમારા બંનેએ પણ=તીવ્ર મોહોદય અને અત્યંત અબોધે પણ, એકાક્ષ નામનું નગર રક્ષણ કરવા યોગ્ય છે. ત્યાં=નગરમાં આ લોકો વડે પ્રથમ જવા યોગ્ય છે=આ લોકોને પ્રથમ જવાનું છે. તેથી તમારા બે સાથે આમને=આ જીવોને ત્યાં રહેવું યુક્ત છે, અન્યથા નહીં. ત્યાર પછી જે કારણથી “ભવિતવ્યતા જાણે છે" એ પ્રમાણે કહીને તેમનું=ભવિતવ્યતાનું વચન મહત્તમ અને બલાધિકૃત વડે સ્વીકારાયું. સર્વ પણ પ્રવૃત્ત થયા=અનાદિ વનસ્પતિમાંથી નીકળીને અન્ય ભવમાં જવા માટે પ્રવૃત્ત થયા, તે એકાક્ષનિવાસ નામના નગરમાં આવ્યા, તે નગરમાં મોટા પાંચ પાડાઓ વિદ્યમાન છે. ત્યાર પછી એક પાડાને કરના અગ્રભાગ વડે બતાવતા તીવ્ર મહોદય વડે હું કહેવાયો. હે ભદ્ર ! સંસારી જીવ ! તું આ પાડામાં રહે. જે કારણથી આ પાડો અસંવ્યવહાર નગરથી બહુતર સમાન વર્તે છે. અહીં રહેતા તને ધૃતિ થશે'. ઇત્યાદિથી ત્યાંથી આગળનો પાઠ ગ્રહણ કરવો. ત્યાર પછી હું જ્યારે તે અસંવ્યવહાર નગરમાં હતો, ત્યારે મને આયુષ્યની પૂર્વ પૂર્વ