________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૯
૧૧૭
વ્યવહારપથમાં આવનારા છે. છેદન-ભેદનાદિને પ્રાપ્ત કરનારા છે. તેઓ પણ અનાદિકાળથી બાદરસૂક્ષ્મનિગોદોમાં જા-આવ કરે છે. તેઓ વ્યવહારરાશિવાળા છે. અને જેઓ કોઈક સિદ્ધના ગમનથી અવ્યવહારરાશિમાંથી વ્યવહારરાશિમાં આવેલા છે. તેવા વ્યવહારરાશિવાળા જીવો સિદ્ધિમાં ગયેલા જીવોથી અવચ્છિન્ન છે. અને તેઓ વ્યવહારરાશિમાં અનંત હોવા છતાં તેઓ કરતાં અનંતગુણા સિદ્ધના જીવો છે.
વળી પૂર્વપક્ષીએ ત્રીજું અનુમાન કરેલ કે સાંવ્યવહારિક જીવો આવલિકાના અસંખ્યાતમાભાગ પ્રમાણ પુદ્ગલપરાવર્તના સમયના પરિમાણવાળા હોવાથી પરિમિત છે માટે સાંવ્યવહારિક રાશિમાં રહેલા બધા જ જીવો અવશ્ય સિદ્ધ થાય છે. તેનું સમાધાન કરતાં કહે છે કે પૂર્વપક્ષીએ આપેલી આ આપત્તિ પ્રાપ્ત થાય પરંતુ અભવ્ય વ્યવહારરાશિમાં છે તે શાસ્ત્રસિદ્ધ છે અને તેઓ ક્યારેય મોક્ષે જતા નથી તે શાસ્ત્રસંમત છે. તેથી કાયસ્થિતિ પ્રતિપાદક સૂત્રો જે ઉત્કૃષ્ટ કાયસ્થિતિ બતાવે છે તે નિગોદ રૂપે, તિર્યંચરૂપે કે નપુંસકારિરૂપે વ્યાવહારિક વિશેષ વિષયવાળા છે તેમ કલ્પના કરવી જોઈએ. અથવા સૂત્રનો કોઈ અન્ય જ અભિપ્રાય છે તે વિષયમાં બહુશ્રુતો પ્રમાણ છે.
આશય એ છે કે પૂર્વે બતાવેલ કાયસ્થિતિ સૂત્રમાં કહેલ કે “તિર્યંચગતિ, અસંજ્ઞી પંચેન્દ્રિય, વનસ્પતિમાં હે નાથ ! ઉત્કૃષ્ટથી હું આવલિકાના અસંખ્યભાગ પુદ્ગલપરાવર્ત ભમ્યો.” તે કથનને તિર્યંચરૂપે કે નપુંસકરૂપે ગ્રહણ કરીને વિશેષ વ્યવહારરાશિમાં રહેલા જીવોને આશ્રયીને છે પરંતુ વ્યવહારરાશિમાં રહેલા સર્વજીવોને આશ્રયીને નથી, એ પ્રમાણે જે જે કાયસ્થિતિના પ્રતિપાદક સૂત્રો છે તે સર્વ વ્યવહારી જીવોને આશ્રયીને નથી પરંતુ વ્યવહારરાશિમાં રહેલા નિગોદના જીવો કે કોઈક અન્ય જીવોને આશ્રયી છે તેમ માનવું જોઈએ. અને સૂત્રનો અભિપ્રાય કોઈક વિશેષ છે તેનો વિચાર અવશ્ય કરવો જોઈએ. અને ન કરવામાં આવે તો ભવભાવનાવૃત્તિઆદિના વચનથી અભવ્યોને અને ભવ્ય જીવોને આવલિકાના અસંખ્યભાગ પ્રમાણ પુદ્ગલપરાવર્તથી અધિક સંસારનું કથન છે તે ઘટે નહિ.
વળી જે પૂર્વપક્ષીએ કહેલ કે આધુનિક પ્રકરણાદિમાં પ્રજ્ઞાપનાદિ આગમના વિરુદ્ધ વચનો દેખાય છે ત્યાં આધુનિક પ્રકરણકાર ભગવાનના શાસનમાં રહેલા હોવાથી તેઓને ભગવાનના વચનથી વિપરીત કહેવાનો પરિણામ નથી તોપણ અનાભોગથી જ તેઓએ વિપરીત કહેલું છે. વળી પૂર્વપક્ષીએ કહેલ કે “અભવ્યો વ્યવહારી કે અવ્યવહારી નથી પરંતુ વ્યવહારિવાદિ વ્યપદેશથી બહાર છે.” તે પૂર્વપક્ષીનું અતિસાહસ વિસ્મિત છે; કેમ કે પ્રાચીન પ્રકરણકારોનો અભિપ્રાય શો છે ? તે જાણ્યા વગર તેઓનાં રચાયેલાં પ્રકરણો પ્રમાણભૂત નથી તેમ કહેવામાં મહાઆશાતનાનો પ્રસંગ છે. વળી, અભવ્યોને વ્યવહારિકથી બાહ્ય સ્વીકારવામાં આવે તો કાયસ્થિતિ પ્રતિપાદકસૂત્રાનુસાર નિયતકાસ્થિતિરૂપ સંસારના પરિભ્રમણની અભવ્યોને અનુપપત્તિ થશે અર્થાત્ સૂક્ષ્મનિગોદમાંથી નીકળ્યા પછી અભવ્ય પણ નિયત કાયસ્થિતિને કહેનારા વચન અનુસાર તે તે કાયમાં ભમે છે તે તેમાં સંગત થાય નહીં; કેમ કે કાયસ્થિતિ પ્રતિપાદક સૂત્રો વ્યવહારરાશિમાં આવેલા જીવોને આશ્રયીને છે. અહીં પૂર્વપક્ષી કહે કે કાયસ્થિતિના પ્રતિપાદક સૂત્રો વ્યવહારરાશિમાં રહેલા ભવ્ય જીવોને આશ્રયીને છે. અભવ્યને આશ્રયીને નથી. તેને ગ્રંથકારશ્રી