________________
૧૦૦
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૦ સાંશયિક પણ સર્વ દર્શન, જૈનદર્શન, તેના એક દેશ, એક પદ, એક વાક્યાદિમાં સંશયના ભેદથી ઘણા પ્રકારનું છે. અનાભોગ પણ સર્વાસવિષયઅવ્યક્તબોધસ્વરૂપ અને વિવક્ષિત કિંચિત્ અંશ વિષયક અવ્યક્તબોધસ્વરૂપ એ પ્રમાણે અનેક પ્રકારનું છે.
અનાભિગ્રહિકાદિ ચાર મિથ્યાત્વના અનેક પ્રકારો બતાવ્યા અને આભિગ્રહિકમિથ્યાત્વના છે ભેદો પૂર્વની ગાથામાં બતાવ્યા. આ રીતે મિથ્યાત્વના અનેક ભેદો કેમ છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
મહામોહરૂપી તટના વર્તનનો પ્રકાર એક નથી. “ત્તિ' શબ્દ મિથ્યાત્વના અવાંતર અનેક ભેદોમાં હેતુની ની સમાપ્તિ માટે છે.એથી આ આભિગ્રહિકાદિ મિથ્યાત્વમાં અનાભિગ્રહિક, સાંશયિક, અનાભોગરૂપ ત્રણ ફલથી=પ્રજ્ઞાપનીયતારૂપ અથવા ગુરુ પારdવ્યરૂપ ફળની અપેક્ષાએ, લઘુ છે; કેમ કે વિપરીત અવધારણરૂપ વિપર્યાસના વ્યાવૃતપણાને કારણે ક્રૂર અનુબંધરૂપ ફલકપણાનો અભાવ છે. આભિગ્રહિક અને આભિનિવેશિકરૂપ બે મિથ્યાત્વ ગુરુ છે; કેમ કે વિપર્યાસરૂપ હોવાને કારણે સાનુબંધ ફ્લેશમૂલપણું છે. અને ઉપદેશપદમાં કહેવાયું છે –
“અને આ=વિપર્યાસ, અહીં ગુરુ છે. અનધ્યવસાય અને સંશય એવા નથી, જે કારણથી આનાથી–વિપર્યાસથી સર્વઅનર્થફલવાળી અસત્પત્તિ થાય છે.”
અસપ્રવૃત્તિના હેતુપણારૂપે જ દુષ્પતિકારવાળો એવો વિપર્યાસ અહીં સંશય, અતધ્યવસાય અને વિપર્યાસમાં મોટો દોષ છે પરંતુ અનધ્યવસાય અને સંશય આવા પ્રકારના નથી; કેમ કે અતત્વના અભિનિવેશના અભાવના કારણે તે બેનું સંશય અને અધ્યવસાયનું, સુપ્રતીકારપણું હોવાને કારણે અત્યંત અનર્થ સંપાદકત્વનો અભાવ છે. એ પ્રકારે આનો ઉપદેશપંદની સાક્ષીપાઠવો તાત્પર્ધાર્થ છે. II૧૦I. ભાવાર્થ :
પૂર્વ ગાથામાં આભિગ્રહિકમિથ્યાત્વના અવાંતર છ ભેદો બતાવ્યા. હવે પ્રસ્તુત ગાથામાં બાકીના ચાર મિથ્યાત્વના અવાંતર ભેદો બતાવે છે. (૨) અનાભિગ્રહિકમિથ્યાત્વના પ્રકારો :
અનાભિગ્રહિકમિથ્યાત્વના પરિણામના ભેદથી ઘણા ભેદો થાય છે. જેમ કેટલાક જીવો યોગમાર્ગની રૂચિ થવાથી યોગ વિષયક પ્રવૃત્તિ કરે છે. અને સર્વ દર્શનોના યોગમાર્ગને જાણવા યત્ન કરે છે. અને વિશેષ પ્રજ્ઞા ન હોવાથી વિચારે છે કે સર્વ દર્શનકારો મોક્ષની વાતો કરે છે, ત્યાગ-તપની વાતો કરે છે. અહિંસાદિ ધર્મ કહે છે. તેથી સર્વ દર્શનો સુંદર છે. આ પ્રકારનું સર્વજ્ઞ કથિત ધર્મ અને લૌકિક ધર્મ સર્વને સુંદર કહેવાનો અધ્યવસાય (૧) અનાભિગ્રહિકમિથ્યાત્વ છે. વળી કેટલાક જીવો જૈનદર્શનને સ્વીકારતા હોય. અન્યદર્શનને સુંદર ન માનતા હોય તો પણ જૈનદર્શનના સ્થાનકવાસી, શ્વેતાંબરાદિ સર્વ ભેદોમાં સમાનપણાની બુદ્ધિ થવાથી આ સર્વ દર્શનો સુંદર છે. એ દેશ વિષયક (૨) અનાભિગ્રહિકમિથ્યાત્વ છે. એ રીતે અન્ય-અન્ય રીતે દેશ વિષયક અનાભિગ્રહિકના અનેક ભેદો થઈ શકે છે.