________________
૧૨૧
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૦ (૩) આભિનિવેશિકમિથ્યાત્વના પ્રકારો -
આભિનિવેશિકમિથ્યાત્વ પણ મતિભેદાદિથી અનેક પ્રકારનું છે. જેમ જમાલીને મતિભેદથી આભિનિવેશિકમિથ્યાત્વ થયેલ; કેમ કે “સંથારો પથરાતો હતો ત્યારે સંથારો પથરાઈ ગયો” એ વચનથી જમાલીને મતિભેદ થયેલો. અને તેના કારણે પોતાના બોલાયેલા વચનમાં આદરરૂપ અભિનિવેશથી મિથ્યાત્વ થયેલ. વળી, ગોવિંદાચાર્ય પૂર્વમાં વ્યર્ડ્સાહિત હોવાથી આભિનિવેશિકમિથ્યાત્વ હતું. ગોવિદાચાર્ય બૌદ્ધ દર્શનના વિદ્વાન પુરુષ હતા અને યાદ્વાદીથી પોતાનો પરાજય થતો હોવાને કારણે સાદ્ધવાદના અધ્યયનના આશયથી દીક્ષા ગ્રહણ કરેલ, તોપણ તેઓમાં પૂર્વે સ્યાદ્વાર દર્શન તત્ત્વને કહેનારું નથી એવું વિપરીત ગ્રહણ હતું. તેથી સ્યાદ્વાદ ભણવા છતાં ક્ષણિકવાદ સત્ય છે તેવો બોધ હતો. તેથી ક્ષણિકવાદ પ્રત્યે જે તેમનો અભિનિવેશ હતો તે પૂર્વમાં વ્યક્ઝાહિતપણાને કારણે હતો. અને જ્યારે શાસ્ત્રના અધ્યયન કરતાં કરતાં કોઈક શાસ્ત્રનાં વચનોથી પૂર્વે જે વિપરીત ગ્રહણ હતું તે નિવર્તન પામે છે. તેથી ભગવાનના વચનમાં સ્થિર શ્રદ્ધાવાળા તે મહાત્મા બને છે. વળી, સંસર્ગથી ભિક્ષુકને આભિનિવેશિકમિથ્યાત્વ હતું. ભિક્ષુ નામના કોઈક સાધુને અન્યદર્શનીના સંસર્ગને કારણે તે દર્શન પ્રત્યે સુંદરતાની બુદ્ધિરૂપ આભિનિવેશિકમિથ્યાત્વ હતું. વળી, ગોષ્ઠામાહિલને કોઈક સ્થાનમાં વિપરીત અભિનિવેશને કારણે આભિનિવેશિકમિથ્યાત્વ હતું. (૪) સાંશયિકમિથ્યાત્વના પ્રકારો :
વળી સાંશયિકમિથ્યાત્વ પણ અનેક પ્રકારનું છે. જેમ કેટલાક તત્ત્વના અર્થી જીવો સર્વ દર્શનનો અભ્યાસ કરતા હોય અને સર્વ દર્શનોના પદાર્થમાં કોઈક કોઈક સ્થાને યુક્તિથી પદાર્થનો નિર્ણય ન કરી શકે તો સંશય થાય કે આ સર્વ દર્શનો તત્ત્વને બતાવનારાં છે છતાં આ સ્થાનમાં તેઓનું વચન યથાર્થ છે કે નહિ ? તેવા જીવોને સર્વ દર્શન વિષયક સંશય થવાને કારણે અર્થાત્ આ સર્વ દર્શનોમાંથી કોઈક દર્શન સર્વજ્ઞથી પ્રરૂપિત છે કે નહિ ? એ પ્રકારનો સંશય થવાથી સાંશયિકમિથ્યાત્વ વર્તે છે. વળી કેટલાક જીવોને જૈનદર્શન જ સર્વજ્ઞ કથિત છે તેવો નિર્ણય હોય અને તત્ત્વના અર્થી એવા તે જીવોને જૈનદર્શનના વચનમાં ક્યાંક સંશય થાય અને તેથી ભગવાનના વચનમાં સંદેહ ઉત્પન્ન થાય કે આ વચન યથાર્થ છે કે નહિ ? તો તે સાંશયિકમિથ્યાત્વ બને. વળી કેટલાકને જૈનદર્શનના એક દેશમાં કે ભગવાને કહેલાં શાસ્ત્રોના એક પદમાં, વાક્યમાં સંશય થાય તો તે પણ સાંશયિકમિથ્યાત્વ છે. આ રીતે સાંશયિકમિથ્યાત્વના અનેક ભેદો પડે છે. (૫) અનાભોગમિથ્યાત્વના પ્રકારો :
અનાભોગમિથ્યાત્વ પણ અનેક પ્રકારનું છે – જેમ કેટલાક જીવોને તત્ત્વમાર્ગ વિષયક કોઈ વિચારણા જ હોતી નથી. તેથી આત્મકલ્યાણ માટે શું કરવું અને શું ન કરવું જોઈએ ? તે વિષયમાં સર્વથા અનાભોગ વર્તે છે. તેથી યોગમાર્ગમાં વિષયમાં સર્વાશમાં જેઓને અવ્યક્ત બોધ છે, તેઓને સર્વાશ વિષયક અનાભોગ વર્તે છે. વળી કેટલાક જીવો તત્ત્વના અર્થી હોય છે. અને તત્ત્વને જાણવા માટે સ્વશક્તિ અનુસાર ઉદ્યમ કરે છે. તોપણ ભગવાનના વચનના પારમાર્થિક રહસ્યની પ્રાપ્તિ વિષયક કોઈક સ્થાનમાં અવ્યક્ત બોધ વર્તે છે. માટે સમ્યક્તમાં અપેક્ષિત જઘન્ય બોધમાં પણ કોઈક સ્થાનનો તે ઊહ કરી શકતા નથી. તેથી તેવા