________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૯
૧૧૫ “જે વળી કોઈક ઠેકાણે ક્વચિત્ આધુનિક પ્રકરણાદિમાં પ્રજ્ઞાપનાદિ આગમના વિરુદ્ધ વચનો છે. ત્યાં તીર્થાત્તરવર્તીઓને અસદ્ગહનો અભાવ હોવાથી અનાભોગ જ કારણ છે. અને અભવ્યો વ્યવહારી નથી અને અવ્યવહારી પણ નથી, પરંતુ વ્યવહારિવાદિ વ્યપદેશથી બાહ્ય છે. તેથી તેઓ વ્યવહારિકમાં વિવક્ષિત નથી; કેમ કે તેઓનું અભવ્યોનું સમ્યક્તપ્રતિપતિતજીવોથી અનંતભાગવર્તીપણું હોવાના કારણે અલ્પપણું છે". તે અતિ સાહસ વિસ્મિત છે; કેમ કે અભિપ્રાયને જાણ્યા વગર પ્રાચીન પ્રકરણના વિલોપમાં મહાઆશાતનાનો પ્રસંગ છે. અભવ્યોના પણ વ્યવહારિકતા બહિર્ભાવમાં પૂર્વપક્ષે કહ્યું એ પ્રમાણે અભવ્યોને વ્યવહારિત્વથી બાહ્ય સ્વીકારવામાં આવે તો, નિયત કાયસ્થિતિરૂપ સંસારના પરિભ્રમણની અનુપપત્તિ છે.
અહીં પૂર્વપક્ષી કહે કે નિયત કાયસ્થિતિ બતાવનારાં સૂત્રો ભવ્યને આશ્રયીને છે. અભવ્યને આશ્રયીને નથી. તેથી નિયત કાયસ્થિતિરૂપ સંસારના પરિભ્રમણની અનુપાતિનો દોષ આવશે નહિ.
તેથી ત્રીજો હેતુ કહે છે – વાદચ્છિક કલ્પના વડે અસમંજસત્વનો પ્રસંગ છેઃનિયત કાયસ્થિતિ પ્રતિપાદક સૂત્રો ભવ્યને આશ્રયીને છે, અભવ્યને આશ્રયીને નથી એ પ્રકારની યાદચ્છિક કલ્પનાથી અસમંજસત્યનો પ્રસંગ આવશે.
કેમ અસમંજસત્વનો પ્રસંગ આવશે ? તેથી ચોથો હેતુ કહે છે – તોવ્યવહારિત્વ-નોઅવ્યવહારિત્વપરિભાષામાત્ર, અભવ્યની જેમ ઉક્ત અધિક સંસારવાળા જીવોમાં પણ=પ્રકરણકારોએ આવલિકાના અસંખ્યભાગ પુદ્ગલપરાવર્તથી અધિક સંસારમાં પરિભ્રમણ કરનારા વ્યવહારરાશિવાળા જીવો બતાવ્યા છે તેવા જીવોમાં પણ, કલ્પના કરવું શક્યપણું છે. આગગાથાની ટીકાના પ્રારંભમાં નવીન કલ્પના કરનાર મતનો પ્રારંભ કર્યો એ, કંઈ અર્થવાળું નથી. એ પ્રમાણે દિશા છે.” ૯. ભાવાર્થ :
પૂર્વપક્ષી પ્રજ્ઞાપનાવૃત્તિના અભિપ્રાયને અનુસરીને અભવ્યોને અવ્યવહારી સ્થાપન કરે છે. ત્યાં ગ્રંથકારશ્રી પૂર્વપક્ષીને પ્રશ્ન કરે છે કે વ્યવહારરાશિવાળા જીવોનું જે લક્ષણ છે તે લક્ષણ અભવ્યોમાં ઘટતું નથી. માટે અભવ્ય અવ્યવહારી છે ? કે અભવ્યને અવ્યવહારી સ્વીકારવા માટે અવ્યવહારીપણાની નવી પરિભાષાનું પૂર્વપક્ષી આશ્રમણ કરે છે માટે અભવ્ય અવ્યહારી છે ? આ બે વિકલ્પો અભવ્યને અવ્યવહારી સ્વીકારવા માટે સંભવે. તેમાં પહેલો વિકલ્પ સંગત નથી; કેમ કે લોકવ્યવહારના વિષયભૂત પ્રત્યેક શરીરપણું આદિ વ્યવહારીપણાનું લક્ષણ અભવ્યમાં છે. વળી ઉપદેશપદમાં સ્પષ્ટ શબ્દોમાં અભવ્ય વ્યવહારરાશિ અંતર્ગત છે તેમ કહેલ છે. માટે અભવ્યમાં વ્યવહારિત્વ લક્ષણનો અયોગ સ્વીકારી શકાય નહિ. હવે જો પૂર્વપક્ષી નવી પરિભાષા કરે કે આવલિકાના અસંખ્યભાગ પુદ્ગલપરાવર્તથી અધિક સંસારવાળા જે હોય તે અવ્યવહારી છે. તેવી પરિભાષાથી અભવ્યોને અવ્યવહારી સ્વીકારી શકાય પરંતુ તે પરિભાષા જો બહુશ્રતો સ્વીકારે તો તેવી પરિભાષાથી અભવ્ય અવ્યવહારી સિદ્ધ થવા છતાં અવ્યક્ત મિથ્યાત્વવાળા છે તે સિદ્ધ થઈ શકે નહિ.