________________
ધર્મપરીક્ષા ભાગ-૧
૧૧૩
મનુષ્યપણાને, પ્રાપ્ત કરે છે. ત્યાર પછી પણ અહીં=સંસારમાં, ક્ષેત્ર, કુલ, આરોગ્ય, આયુ, બુદ્ધિ આદિ યથોત્તર દુષ્પ્રાપ્ય છે.”
ગાથા-૯
ધર્મરત્ન પ્રકરણની વૃત્તિમાં પણ કહેવાયું છે “શ્રેષ્ઠિ તેના નમન માટે ગયો અને શાસ્ત્રવિધિથી ગુરુને નમીને યથાસ્થાને બેઠો. હવે સૂરિએ દેશના કરી. અવ્યવહારરાશિમાં અનંત પુદ્ગલપરાવર્તો ભમીને આ જીવ વ્યવહારરાશિમાં કોઈ પણ રીતે પ્રવેશ કરે છે. ત્યાં પણ=વ્યવહારરાશિમાં પણ બાદરનિગોદ, પૃથ્વી, જલ, તેજ, વાયુ આદિમાં ૭૦ કોટાકોટિ સાગરોપમ ઉત્કૃષ્ટ કાલ વસે છે. આ પાંચ સૂક્ષ્મમાં અસંખ્ય લોક સમાન અવસર્પિણી રહે છે. સામાન્ય બાદરમાં અંગુલના અસંખ્યાત ભાગ પ્રમાણ=અંગુલના અસંખ્યાત ભાગ પ્રમાણ આકાશપ્રદેશ પ્રમાણ, ઉત્સર્પિણી અવસર્પિણી પ્રમાણ રહે છે.” ઇત્યાદિ.
સંસ્કૃત નવતત્ત્વમાં પણ કહેવાયું છે
“જિનેશ્વરો વડે સૂક્ષ્મનિગોદો જ અવ્યવહારી કહેવાયા છે. તેનાથી ઇતર=અવ્યવહારરાશિથી ઇતર, તે=સૂક્ષ્મનિગોદના જીવો, અને અન્ય પણ જીવો વ્યવહારી કહેવાયા છે.”
-
-
પ્રસ્તુત ગાથામાં ગ્રંથકારશ્રીએ અભવ્યોને આભિગ્રહિકમિથ્યાત્વ છે તે બતાવવા માટે આભિગ્રહિકમિથ્યાત્વના છ વિકલ્પો બતાવ્યા. તેમાં નવીન કલ્પના કરનારે કહ્યું કે અભવ્યોને વ્યક્ત મિથ્યાત્વ હોતું નથી અને તેનું સ્થાપન ક૨વા માટે નવીન કલ્પના કરનારે પ્રજ્ઞાપનાવૃત્તિનો પાઠ આપ્યો. અને તેના બળથી અભવ્યોમાં અવ્યક્ત મિથ્યાત્વ છે તેમ સ્થાપન કરવા યત્ન કરેલ અને તેની પુષ્ટિ કરતાં કહેલ કે બાદરનિગોદના જીવો પણ અવ્યવહા૨૨ાશિમાં સ્વીકા૨વા જોઈએ. ત્યાર પછી પૂર્વપક્ષીએ ત્રણ અનુમાન કરેલ (૧) બાદરનિગોદના જીવો વ્યવહા૨ી નથી. (૨) અનાદિમાન એવા સૂક્ષ્મ-બાદરના જીવો અવ્યવહારી જ છે. (૩) સંવ્યવહારિકવાળા જીવો અવશ્ય સિદ્ધ થાય છે; કેમ કે આવલિકાના અસંખ્ય ભાગ પુદ્ગલપરાવર્તના સમયના પરિમાણ તુલ્ય પરિમિત સંખ્યાવાળા છે.
તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રીએ અત્યાર સુધી અનેક પ્રકરણ ગ્રંથની સાક્ષી આપીને સ્થાપન કર્યું કે બાદરનિગોદના જીવો અવ્યવહા૨૨ાશિવાળા નથી, પરંતુ અનાદિ સૂક્ષ્મનિગોદના જીવો જ અવ્યવહારરાશિવાળા છે. હવે તે સર્વ કથનનું નિગમન કરતાં કહે છે -
તે કારણથી આવા પ્રકારનાં વચનો વડે અનાદિ સૂક્ષ્મનિગોદનું જ અસંવ્યવહારિકપણું છે. અને અન્યોનું=અનાદિ સૂક્ષ્મનિગોદથી અન્ય જીવોનું, વ્યવહારિકપણું છે. તે પ્રમાણે સ્થિત હોતે છતે પર વડે કહેવાયેલી=નવીન કલ્પના કરનાર વડે કહેવાયેલી, એક યુક્તિ બાકી રહે છે. “ત્યાં જેટલા સિદ્ધ થાય છે.” ઇત્યાદિ દ્વારા વ્યવહારરાશિથી સિદ્ધોનું અનંતગુણપણું વ્યવસ્થાપન કર્યું અને તેનાથી બાદરનિગોદનું અનંતગુણપણું હોવાને કારણે=સિદ્ધો કરતાં અનંતગુણપણું હોવાને કારણે બાદરનિગોદના જીવોનું અવ્યવહારીપણું વ્યવસ્થાપન કરાયું=પૂર્વપક્ષી દ્વારા સ્થાપન કરાયું તે અસત્ છે.
કેમ અસત્ છે ? તેમાં યુક્તિ બતાવે છે –