________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૯
૧૧૧ રાશિ છે; કેમ કે સૂક્ષ્મનિગોદોનું જ અસાંવ્યવહારિકપણું છે. અને તે આ-પૃથ્વી આદિ પાંચ સૂક્ષ્મ બાદરપણાથી બે ભેદવાળા છે. તેથી ૧૦ ભેદ પ્રાપ્ત થાય અને પ્રત્યેક વનસ્પતિ અને વ્યસ. એમ બાર ભેદ છે.
અને ભવભાવના વૃત્તિમાં પણ કહેવાયું છે – “અનાદિનો આ ભવ છે અને અનાદિનો આ જીવ છે. તથા સામાન્યથી તેને=જીવને, અનાદિનો જ્ઞાનાવરણીયાદિ કર્મનો સંયોગ છે. અપર્યવસિત અભવ્યો છે. સપર્યવસિત વળી ભવ્યો છે. વિશેષથી કર્મ સામાન્યરૂપે નહિ, પરંતુ વર્તમાનમાં વિદ્યમાનરૂપ વિશેષથી, વળી મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગો વડે કર્મોનો સંયોગ થાય છે. એથી સર્વ પણ જીવોને સાદિ જ છે=જ્ઞાનાવરણીયાદિ કર્મનો સંયોગ સાદિ જ છે. થયેલો એવો આ મિથ્યાત્વાદિ ભાવોથી થયેલો એવો આ કર્મનો સંયોગ, અકામનિર્જરા, બાલાપકર્મ, સમ્યક્ત, જ્ઞાન અને વિરતિના ગુણો વડે અવશ્ય વિઘટન પામે છે. તેથી સપર્યવસિત જ છે=સર્વ જીવોનો કર્મનો સંયોગ સપર્યવસિત જ છે, અને તે કારણથી કર્મ પુદ્ગલના સંયોગના અનુભાવથીઃકર્મ પુગલના સંયોગના વિપાકથી સર્વ પણ જીવો પૂર્વમાં અનંતાનંત પુદ્ગલપરાવર્ત અનાદિ વનસ્પતિ નિગોદોમાં વસે છે. ત્યાં અનાદિ વનસ્પતિમાં, એક નિગોદ શરીરમાં અનંતા પિંડિત થાય છે. અસંખ્ય નિગોદના સમુદાયથી નિષ્પન્ન ગોલક ભાવરૂપે પરિણમન પામે છે. એક સાથે અનંતા જીવો ઉચ્છવાસ લે છે. સાથે નિ:શ્વાસ લે છે, સાથે આહાર કરે છે, સાથે આહારને પરિણમન પમાડે છે, સાથે ઉત્પન્ન થાય છે, સાથે મૃત્યુ પામે છે, થીણદ્ધિમહાનિંદ્રા અને ગાઢ જ્ઞાનાવરણીય આદિ કર્મ પુદ્ગલના ઉદયથી પોતાને વંદન કરતા નથી, પરને જાણતા નથી, શબ્દને સાંભળતા નથી, સ્વરૂપને જોતા નથી, ગંધને સૂંઘતા નથી, રસને જાણતા નથી, સ્પર્શને જાણતા નથી, કૃતાકૃતનું સ્મરણ કરતા નથી, બુદ્ધિપૂર્વક ચાલતા નથી, સ્પંદન કરતા નથી, શીતને અનુસરતા નથી, ગરમીને અનુસરતા નથી. કેવલ તીવ્ર વિષયવેદનાથી અભિભૂત મદ્યપાનથી મત્ત થયેલા મૂચ્છિત મનુષ્યની જેમ યથોત્તર કાલ તેઓમાં વસીને કોઈક રીતે તથાભવ્યત્વના અને ભવિતવ્યતાના નિયોગથી કોઈક રીતે તેવા પ્રકારના વિઘટિત કર્મ પુદ્ગલના સંયોગથી ત્યાંથી નીકળીને કેટલાક જીવો સાધારણ વનસ્પતિમાં આદુ, સૂરણ, ગાજર, વજકંદાદિરૂપે ઉત્પન્ન થાય છે.” ઈત્યાદિથી આગળનો પાઠ લેવો. અને ત્યાં ભવભાવનામાં, પ્રદેશાત્તરમાં કહેવાયું છે –
ત્યાર પછી બલિ રાજા વડે કહેવાયું, હે સ્વામિન્ ! તો આ જ સાંભળવા ઇચ્છું છું. કૃપા કરીને આપ નિવેદન કરો. ત્યાર પછી કેવલિ વડે કહેવાયું –હે મહારાજ ! સર્વ આયુષ્ય વડે આ કહેવા માટે શક્ય નથી. કેવલ જો તને કુતૂહલ છે તો સાંભળ, સંક્ષેપ કરીને કંઈક કહેવાય છે. અત્યારથી અનંત કાલ પૂર્વે ખરેખર તું “ચારિત્ર સૈન્યના સહાયવાળો થઈને મોહરૂપી શત્રુના બળને ક્ષય કરીશ", એથી કર્મપરિણામ વડે અસવ્યવહાર નગરથી બહાર કાઢીને વ્યવહાર નિગોદમાં લવાયો. ત્યાર પછી વિજ્ઞાત એવા આ વ્યતિકરવાળા અને પ્રકુપિત એવા મોહ શત્રુઓ વડે તેમાં જ=વ્યવહાર નિગોદમાં અનંતકાળ તું ધારણ કરાયો. ત્યાર પછી પૃથ્વી, અમ્, તેઉ, વાઉ, વનસ્પતિ, બેઇંદ્રિય, તેઈંદ્રિય, ચઉરિંદ્રિય, પંચેન્દ્રિય, નરકોમાં, અનાર્ય એવા મનુષ્યોમાં કર્મપરિણામ વડે તું લવાયો. વળી, વળી અનંત વાર કુપિત થયેલા એવા મોહાદિ વડે વ્યાવર્તન કરાવીને તેઓ વડે=મોહાદિ વડે, અતિદુઃખિત જ્યાં સુધી ભાવિત થયો ત્યાં સુધી અનંત પુદ્ગલપરાવર્ત સુધી નિગોદાદિમાં તું પશ્ચાદ્ભુખ લઈ જવાયો. ત્યાર પછી આર્યક્ષેત્રમાં પણ મનુષ્યપણું અનંત વાર પ્રાપ્ત કરાયું. પરંતુ ક્યારેક કુજાતિભાવથી નિષ્ફળ કરાયું. ક્યારેક કુલદોષથી નિષ્ફળ કરાયું. ક્યારેક જાતિ અંધ,