________________
૧૧૦
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૯
ગુટિકા જીર્ણ થયે છતે અપર અપર ગુટિકા ભવિતવ્યતા આપતી હતી. કેવલ સૂક્ષ્મ જ મારું રૂપ એકાકાર તેના પ્રયોગથી=ગુટિકાના પ્રયોગથી સર્વદા કરતી હતી. વળી ત્યાં એકાક્ષ નિવાસ નગરમાં આવેલા તીવ્ર મોહોદય અને અત્યંત અબોધને જાણે કુતૂહલ બતાવતી ન હોય તે રીતે ગુટિકાના પ્રયોગથી મારા અનેક આકારવાળા સ્વરૂપને પ્રગટ કરતી હતી. ઇત્યાદિ (આ સર્વ કથનમાં પ્રથમ અનાદિ વનસ્પતિ નામના કુલપુત્રો કહ્યા. ત્યાર પછી કહ્યું
પૂર્વમાં મારું એક આકારવાળું સૂક્ષ્મ સર્વદારૂપ કરતી હતી. તેથી નક્કી થાય કે અનાદિ વનસ્પતિમાં સૂક્ષ્મ એકાકારવાળું રૂપ સૂક્ષ્મનિગોદના જીવોને છે. તે અસંવ્યવહાર નામનું નગર છે. અને ત્યાંથી એકેન્દ્રિયના પાડામાં લાવ્યા પછી અનેક આકાર ભવિતવ્યતા કરે છે. તેનાથી ફલિત થાય છે કે બાદરનિગોદના જીવો અને સૂક્ષ્મનિગોદના જીવો પરસ્પર પરાવર્ત પામતા વ્યવહારરાશિવાળા જીવો છે; કેમ કે ત્યાં કહેલ કે આ પાડો અસંવ્યવહાર નગર સાથે બહુતર તુલ્ય છે.)
સમયસારવૃત્તિમાં પણ કહેવાયું છે
‘અથવા સંવ્યવહારિક અને અસંવ્યવહારિક જીવો છે.'
-
અને તેની ટીકા આ પ્રમાણે છે
‘અથવા’ એ દૈવિધ્યના જ પ્રકારાન્તર ઘોતના માટે છે. આને જ સ્પષ્ટ કરતાં કહે છે=જૈવિધ્યને સ્પષ્ટ કરતાં કહે છે
-
ત્યાં=સંસારી જીવોમાં, જે અનાદિ કાળથી આરંભીને સૂક્ષ્મનિગોદમાં રહે છે ક્યારે ત્રસાદિ ભાવને પામ્યા નથી તે અસંવ્યવહારી છે. જે વળી સૂક્ષ્મનિગોદથી નિર્ગત શેષ જીવોમાં ઉત્પન્ન થયેલા છે તે સંવ્યવહારી છે. તે વળી=સંવ્યવહારી બનેલા તે વળી, સૂક્ષ્મનિગોદપણાને પ્રાપ્ત પણ સંવ્યવહારિક જ કહેવાય છે. આ=આગળ કહે છે એ, અહીં=પૂર્વના કથનમાં, હૃદય–તાત્પર્ય, છે. સર્વ સંસારીઓનું પ્રથમ અનાદિ કાળથી માંડીને સૂક્ષ્મનિગોદમાં જ અવસ્થાન છે. તેનાથી નીકળેલા શેષ જીવોમાં ઉત્પન્ન થયેલા પૃથ્વી આદિ વ્યવહારના યોગથી સંવ્યવહારિક છે. તે જોકે ક્યારેક ફરી પણ તે જ નિગોદમાં=સૂક્ષ્મનિગોદમાં જાય છે. પરંતુ ત્યાં પણ=સૂક્ષ્મનિગોદમાં પણ સંવ્યવહારિક જ છે; કેમ કે વ્યવહારપતિતપણું છે=વ્યવહારને પ્રાપ્તપણું છે, જેઓ ક્યારે પણ તેમાંથી=સૂક્ષ્મનિગોદથી, નીકળ્યા નથી ‘અસ્થિ’ ઇત્યાદિ વિશેષણવતીના વચનથી ત્યાં જ=સૂક્ષ્મનિગોદમાં જ, ઉત્પત્તિ-વ્યયવાળા છે. તેઓ તથાવિધ વ્યવહારથી અતીતપણું હોવાને કારણે=અન્યાન્ય ભવોમાં ગમનરૂપ વ્યવહારથી અતીતપણું હોવાના કારણે અસંવ્યવહારિક જ છે.
વિશેષણવતીના પાઠનો અર્થ આ પ્રમાણે છે
“અનંતા જીવો છે, જેઓએ ત્રસાદિ પરિણામ પ્રાપ્ત કર્યો નથી. અનંતાનંત એવા તેઓ પણ
=
છે.”
ત્યાં જ=સમયસાર વૃત્તિમાં જ, આગળ કહેવાયું છે
-
નિગોદવાસને અનુભવે
“તેર પ્રકારના જીવો છે. જેમકે એક-સૂક્ષ્મનિગોદરૂપ અસંવ્યવહાર ભેદ છે. અને બાર પ્રકારના સંવ્યવહારિકો છે. પૃથ્વી, અપ, તેજ, વાયુ, નિગોદ-સૂક્ષ્મ-બાદરપણાથી બે બે ભેદો અને પ્રત્યેક વનસ્પતિકાય તથા ત્રસ." સાંવ્યવહારિક અને અસાંવ્યવહારિકપણા વડે જીવોનું વૈવિધ્ય પહેલાં બતાવ્યું. ત્યાં અસાંવ્યવહારિક નામનો એક જ