________________
૧૦૮
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૯ વળી, પ્રજ્ઞાપનાવૃત્તિના અભિધાનથી જ બાદરનિગોદના જીવોનું વ્યવહારીપણું છે તે સ્થાપન કરવા માટે અન્ય હેતુ કહે છે –
ત્યાં પ્રજ્ઞાપતામાં, આ સૂત્ર સંવ્યવહારિકને આશ્રયીને જાણવું આવલિકાના અસંખ્યભાગ પ્રમાણ પગલપરાવર્ત વનસ્પતિની ઉત્કૃષ્ટ સ્થિતિ છે” તેમ કહેનારું સૂત્ર સાંવ્યવહારિકોને આશ્રયીને જાણવું. અસાંવ્યવહારિકોને આશ્રયીને નહિ. આ સ્વબુદ્ધિથી વિભૂમ્મિત નથી જે કારણથી જિનભદ્રગણી ક્ષમાશ્રમણ (વિશેષણવતીમાં) કહે છે –
“કાયસ્થિતિના કાલાદિ પણ શે જીવોને આશ્રયીને છે. અનાદિ વનસ્પતિને આશ્રયીને નહિ. જે સંવ્યવહાર બાહ્ય છે.”
“અહીં આદિ શબ્દથી વિશેષણવતીના ઉદ્ધરણમાં આદિ શબ્દથી, સર્વ પણ જીવો વડે અવંતી વખત શ્રુતજ્ઞાનનો બોધ કરાયો તેનું ગ્રહણ છે, ઈત્યાદિ. જે આ જ પ્રજ્ઞાપતાસૂત્રમાં કહેવાશે. અને પૂર્વમાં જે કહેવાયું તેનો પરિગ્રહ છે તેથી કોઈ દોષ નથી." એ પ્રમાણે આગળમાં પૂર્વમાં પ્રજ્ઞાપનાનો જે પાઠ આપ્યો તેનાથી આગળમાં, વ્યક્ત જ અનાદિ વનસ્પતિથી અતિરિક્તોને વ્યવહારિત્વનું અભિધાન છે. તેથી બાદરનિગોદના જીવોનું વ્યવહારિત્વ પ્રતીત થાય છે. એમ પૂર્વની સાથે જોડાણ છે. અને અનાદિ વનસ્પતિ એ પ્રમાણે સૂક્ષ્મનિગોદનું જ અભિધાન છે પ્રજ્ઞાપતાના પાઠમાં સૂક્ષ્મનિગોદનું જ અભિધાન છે, બાદરનિગોદતું નહીં. ગ્રંથાંતરમાં પણ આ જ અભિપ્રાય જણાય છે બાદરનિગોદતા જીવો વ્યવહારરાશિવાળા છે એ જ અભિપ્રાય જણાય છે. લઘુઉપમિતિભવપ્રપંચ ગ્રંથમાં શ્રીચંદ્રસૂરિના શિષ્ય દેવેન્દ્રસૂરિજી વડે કહેવાયું છે –
આ લોકમાં અનંત જીવથી યુક્ત યથાર્થ નામવાળું અસંવ્યવહાર નામનું વિખ્યાત નગર છે. ત્યાં અસંવ્યવહાર નગરમાં અનાદિ વનસ્પતિ નામના કુલપુત્રો વસે છે. કર્મપરિણામ રાજા વડે નિયુક્ત કરાયેલા તીવ્ર મહોદય અને અત્યંત અબોધ નામના મહત્તમ અને બલાધ્યક્ષ સદા સ્થાયિ ત્યાં અસંવ્યવહાર નગરમાં, રહે છે. તે બંને દ્વારાતીવ્ર મોહોદય અને અત્યંત અબોધ દ્વારા કર્મપરિણામ મહારાજાની આજ્ઞાથી અસંખ્ય નિગોદ નામના ખંડોમાં (ઓરડાઓમાં) દિવસરાત નાંખીને સંપીડન કરીને તે સર્વ પણ કુલપુત્રકો પ્રસુપ્તની જેમ, મૂચ્છિતની જેમ, મત્તની જેમ, મૃતની જેમ ધારણ કરાય છે. તે કુલપુત્રકો સ્પષ્ટ ચેષ્ટા, ચૈતન્ય ભાષાથી વજિત, છેદ, ભેદ, પ્રતિઘાત, દાહાદિને પ્રાપ્ત કરતા નથી જ. વળી, અપર સ્થાનના ગમન વગેરે અન્ય પણ કોઈ લોકવ્યવહાર ક્યારેય તેઓ વડે કરાતો નથી. સંસારી જીવ એવી સંજ્ઞાવાળા વાસ્તવ્ય એવા કુટુંબી સાથે મારા વડે પણ પૂર્વમાં ત્યાં અસંવ્યવહાર નગરમાં અનંતકાળ પસાર કરાયો. (આ સાક્ષીપાઠમાં વ્યવહારરાશિવાળા જીવો છેદ, ભેદ, પ્રતિઘાત, દાહાદિને પ્રાપ્ત કરતા નથી એમ કહ્યું. તેનાથી અવ્યવહારરાશિવાળા સૂક્ષ્મનિગોદના જીવ છે તેમ સિદ્ધ થાય છે, કેમ કે બાદરલિગોદતા જીવોને છેદ-ભેદની પ્રાપ્તિ છે.)
અને અહીં જ લઘુઉપમિતિભવપ્રપંચ ગ્રંથમાં જ, કંઈક અંતરમાં અન્ય સ્થાનમાં, કહેવાયું છે –