________________
૧૦૬
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૯ व्यावहारिकविशेषविषयत्वं वा कल्पनीयम्, अन्यो वा कश्चित् सूत्राभिप्राय इत्यत्र बहुश्रुता एव प्रमाणम्, अवश्यं च सूत्राभिप्रायः कोऽपि मृग्यः, अन्यथा बहवो भव्यास्तावदेतावतः कालात्सिध्यन्ति, अन्ये तु स्वल्पात्, अपरे तु स्वल्पतरात् यावत्केचिन्मरुदेवी स्वामिनीवत्स्वल्पेनैव कालेन सिध्यन्ति, अभव्यास्तु कदाचिदपि न सिध्यन्ति, भवभावनावृत्त्यादिवचनादभव्यानां भव्यानां च यदुक्ताधिकसंसारभेदभणनं तत्रोपपद्येत । यत्तुपरेणोक्तं-'यत्तु क्वचिदाधुनिकप्रकरणादौ प्रज्ञापनाद्यागमविरुद्धानि वचनानि भवन्ति, तत्र तीर्थान्तर्ववर्तिनामसद्ग्रहाभावादनाभोग एव कारणम्; तथा अभव्या न व्यवहारिणो नाप्यव्यवहारिणः, किन्तु व्यवहारित्वादिव्यपदेशबाह्या इति ते व्यावहारिकमध्ये न विविक्षितास्तेषां सम्यक्त्वप्रतिपतितानामनन्तभागवर्तित्वेनाल्पत्वादिति तदतिसाहसविजृम्भितम्, अभिप्रायमज्ञात्वा प्राचीनप्रकरणविलोपे महाशातनाप्रसङ्गात् । अभव्यानामपि व्यावहारिकबहिर्भावे नियतकायस्थितिरूपसंसारपरिभ्रमणानुपपत्तेर्यादृच्छिककल्पनयाऽसमञ्जसत्वप्रसंगात्, नोव्यवहारित्वनोअव्यवहारित्वपरिभाषामात्रस्य चाभव्येष्विवोक्ताधिकसंसारिजीवेष्वपि कल्पयितुं वा शक्यत्वाच्च न किंचिदेतदिति दिग् ।।९।। ટીકાર્ય :
....વિંચિલિતિ વિપૂર્વપક્ષીના પ્રશ્નોના જવાબ આપતાં ગ્રંથકારશ્રી કહે છે – આ રીતે–નથી પ્રજ્ઞાપનાવૃત્તિનો પાઠ ગ્રહણ કરીને સ્થાપન કર્યું એ રીતે, પ્રજ્ઞાપનાવૃત્તિના અભિપ્રાયને અનુસરીને અભવ્યોનું જે અવ્યવહારિકપણું સ્થાપન કરાય છે તે શું વ્યાવહારિક લક્ષણના અયોગથી છે? અથવા પરિભાષાન્તરના આશ્રયણથી છે?=શાસ્ત્રમાં વ્યવહારરાશિવાળા જીવોની જે પરિભાષા કરી છે તે પરિભાષા કરતાં અન્ય પરિભાષાના આશ્રયણથી છે? આદ્ય વિકલ્પ બરાબર નથી=અભવ્યોમાં વ્યવહારિકના લક્ષણનો અયોગ છે તે વિકલ્પ બરાબર નથી; કેમ કે લોકવ્યવહારના વિષયરૂપ પ્રત્યેક શરીરવત્વાદિરૂપ તેના લક્ષણનું અભવ્યોમાં પણ સત્ત્વ છે. અને અનંતદ્રવ્યક્રિયાના ગ્રહણ અને પરિત્યાગવાળા એવા તેઓને=અભવ્યોને, અવ્યવહારરાશિથી વિતિર્ગતપણારૂપે વ્યવહારિકત્વનું ઉપદેશપદ પ્રસિદ્ધપણું છે. અને તે રીતે તેનો=ઉપદેશપદનો, ગ્રંથ છે –
જે કારણથી ભવમાં (૧) સકલ પણ દ્રવ્યલિંગ-ક્રિયા ભવમાં પ્રાયઃ અનંત અતીત થઈ. ત્યાં પણ અનંત દ્રવ્યલિંગક્રિયામાં પણ આ ધર્મબીજ, થયું નહિ જ” આની વૃત્તિ–ઉપદેશપદ ગાથાની ટીકા, આ પ્રમાણે છે –
જે કારણથી દ્રવ્યલિંગ ક્રિયા પૂજાદિ અભિલાષથી અવ્યાવૃત્તમિથ્યાત્વાદિમોહના મલપણાને કારણે દ્રવ્યલિગ પ્રધાન શુદ્ધશ્રમણભાવયોગ્ય પ્રત્યુપેક્ષણા પ્રમાર્જનાદિ ચેણ, ભવમાં અનંતા-અનંત નામક સંખ્યા વિશેષથી યુક્ત વ્યતિક્રાન્ત થઈ. સકલ પણ તેવા પ્રકારની સામગ્રીના વશથી અર્થાત્ પ્રણિધાન આશય રહિત પરિપૂર્ણ ક્રિયાના અંગોનું સેવન કરી શકે તેવા પ્રકારના બોધાદિ સામગ્રીના વશથી, પરિપૂર્ણ પણ, સર્વ જીવોને પ્રાય: અનંતી વખત થઈ, એમ પૂર્વ સાથે સંબંધ છે.