________________
૧૧૨
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૯ બધિર, ખોડ-ખાંપણ આદિ વૈરૂપ્યથી નિષ્ફળ કરાયું. ક્યારેક કુષ્ઠાદિ રોગોથી નિષ્ફળ કરાયું. ક્યારેક અલ્પ આયુષ્યપણાથી નિષ્ફળ કરાયું. આ રીતે અનંત વાર મનુષ્યપણું પ્રાપ્ત કરાયું. પરંતુ ધર્મનું નામ પણ જાણ્યા વગર તે પ્રમાણે જ પરામુખ ફરીને અનંત પુદ્ગલપરાવર્ત એકેંદ્રિયાદિમાં ફર્યો, ત્યાર પછી એક વખત શ્રી નિલય નગરમાં ધનતિલક શ્રેષ્ઠીનો વૈશ્રમણ નામનો પુત્ર તું થયો. અને ત્યાં સ્વજન, ધન, ભવન, યૌવન, સ્ત્રી તત્ત્વાદિરૂપ આ અખિલ જગતને અનિત્ય જાણીને આપમાં ત્રાણ કરવામાં સમર્થ એવા શરણરૂપ ધર્મને હે લોકો ! તમે ભજો. એ પ્રમાણે વચનના શ્રવણથી ધર્મ કરવાની બુદ્ધિ થઈ. તે પણ કેવલ કુદૃષ્ટિથી થયેલી પરમાર્થથી મહાપાપબુદ્ધિ જ થઈ. અને તેનાથી વશ થયેલા એવા તારા વડે સ્વયંભૂ નામના ત્રિદંડીનું શિષ્યપણું સ્વીકારયું. ત્યાર પછી તે પણ મનુષ્યપણું નિષ્ફળ કરીને, સંસારમાં અનંત પુદ્ગલ પરાવર્તોને વ્યાવર્તિત એવો તું ભ્રમણ કરાયો. ત્યાર પછી અનંત કાલ સુધી ફરી ફરી વચવચમાં મનુષ્યપણું પ્રાપ્ત કરાયું. પરંતુ આ કુધર્મબુદ્ધિ નિવર્તન થઈ નહિ; કેમ કે શુદ્ધ ધર્મના શ્રવણનો અભાવ હતો. તેનો અભાવ પણ=શુદ્ધ ધર્મ શ્રવણનો અભાવ પણ, ક્યારેક સદ્ગુરુના યોગના અભાવથી, ક્યારેક આળસરૂપ મોહાદિ હેતુના સમૂહથી હતો. ક્યારેક શુદ્ધ ધર્મના શ્રવણમાં પણ આ=કુધર્મની બુદ્ધિ નિવૃત્ત થઈ નહીં; કેમ કે શૂન્યપણાને કારણે તેના અર્થનું અનવધારણ હતું. ક્યારેક તત્ત્વનું અશ્રદ્ધાન હતું. તેથી ધર્મના ઉદ્દેશથી ધર્મના છલ વડે પશુવધાદિ મહાપાપોને કરીને તે પ્રમાણે જ અનંત પુદ્ગલપરાવર્ત તું ભમ્યો."
અને શ્રાવકદિનકૃત્યવૃત્તિમાં પણ કહેવાયું છે
1
“અહીં જ સદા લોકાકાશપ્રતિષ્ઠિતઅનાદિઅપર્યવસિતભવચક્ર નામના નગરના ઉદરમાં વર્તનારો જંતુ સૂક્ષ્મનિગોદ અપર પર્યાયવાળા અનાદિ વનસ્પતિમાં અનંત-અનંત પુદ્ગલપરાવર્ત સુધી સાથે આહાર, ઉચ્છ્વાસ, નિ:શ્વાસ, અંતર્મુહૂર્તની અંદર જન્મ-મરણની વેદનાસમુદાયને અનુભવે છે. ઇત્યાદિ. અને એ રીતે તેવા પ્રકારના ભવ્ય જીવો પણ અનંત કાળ સુધી અવ્યવહારરાશિમાં રહીને કર્મપરિણામ રાજાના આદેશથી તેવા પ્રકારની ભવિતવ્યતાના નિયોગથી વ્યવહારરાશિમાં પ્રવેશથી ઉત્કર્ષથી બાદરનિગોદ, પૃથ્વી, અપ, તેઉ, વાયુમાંથી પ્રત્યેકમાં ૭૦ કોટાકોટિ સાગરોપમ રહે છે. અને આ ક્રિયા સર્વત્ર જોડવી આ જ સૂક્ષ્મમાં=નિગોદાદિ સૂક્ષ્મમાં અસંખ્ય લોકાકાશ પ્રદેશ સમાન ઉત્સર્પિણીઅવસર્પિણી રહે છે.”
પુષ્પમાલા બૃહવૃત્તિમાં પણ કહેવાયું છે
“આ પ્રમાણે મનુષ્યજન્મ દુર્લભ કેવી રીતે પ્રતિપાદિત કરાય છે ? તે કહેવાય છે. કારણ સાંભળ=તેનું કારણ
સાંભળ.
અવ્યવહાર નિગોદમાં ત્યાં સુધી સર્વ જંતુઓ પ્રથમ અનંત પુદ્ગલપરાવર્ત સ્થાવરપણા વડે રહે છે. ત્યાર પછી નીકળેલા પણ વ્યવહાર વનસ્પતિમાં અનંતકાલ પ્રમાણ અનંતકાય આદિ ભાવથી ૨હે છે. ત્યાંથી પણ બહાર નીકળેલા પૃથ્વી, જલ, તેજ, વાયુ દરેકમાં અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી વસે છે. સંખ્યાત કાળ વિગ્લેંદ્રિય આદિ પ્રત્યેકમાં વસે છે. આ રીતે ફરી ફરી વ્યવહારરાશિમાં ભમે છે.”
-
પુષ્પમાલાની લઘુવૃત્તિમાં કહેવાયું છે - “આદિમાં સૂક્ષ્મનિગોદમાં જીવના અનંત પુદ્ગલપરાવર્તો કાળ છે. ત્યાંથી અનંત કાલ વ્યવહાર વનસ્પતિમાં વાસ છે. ભૂમિ, જલ, અગ્નિ, પવનમાં પ્રત્યેકમાં અસંખ્ય ઉત્સર્પિણી, અવસર્પિણી અને વિક્લેન્દ્રિયમાં સંખ્યાત કાળ ફરી ફરી ભ્રમણ જ છે. કોઈ રીતે તિર્યંચ પંચેન્દ્રિય, કોઈ રીતે