________________
૧૧૬
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૯ અને પૂર્વપક્ષીએ અનુમાન કરેલ કે અભવ્ય અવ્યક્ત મિથ્યાત્વવાળા છે, અવ્યવહારરાશિવાળા હોવાથી સંપ્રતિપન્ન નિગોદના જીવોની જેમ. તે સ્થાનમાં પરિભાષા કરાયેલા અવ્યવહારિત્વના બળથી અવ્યક્ત મિથ્યાત્વ સિદ્ધ થઈ શકે નહિ. પરંતુ અનાદિ વનસ્પતિમાં ઘટતું એવું અવ્યવહારીપણું હોય તો અભવ્ય અવ્યક્ત મિથ્યાત્વવાળા સિદ્ધ થઈ શકે. માટે પરિભાષાથી સ્વીકારાયેલા અભવ્યમાં અવ્યવહારીની સાથે ગ્રંથકારશ્રીને કોઈ વિરોધ નથી.
વળી, પૂર્વપક્ષીએ પ્રજ્ઞાપનાના પાઠના બળથી સ્થાપન કરેલ કે બાદરનિગોદના જીવોને વ્યવહારરાશિવાળા સ્વીકારી શકાય નહિ, તે પ્રકારના પૂર્વપક્ષીના કથનમાં પણ જો પૂર્વપક્ષી અભવ્યમાં પારિભાષિક અવ્યવહારિત સ્વીકારે તો તેના બળથી શાસ્ત્રસંમત એવા લક્ષણથી સિદ્ધ વ્યવહારીપણાનો નિષેધ કરી શકાય નહિ. અને બાદરનિગોદના જીવોમાં શાસ્ત્રસંમત એવું લક્ષણસિદ્ધ વ્યવહારીપણું છે, તે બતાવવા માટે ગ્રંથકારશ્રી યુક્તિ આપે છે કે પૃથ્વી આદિ વિવિધ વ્યવહારમાં જે જનારા હોય તે વ્યવહારી કહેવાય. અને તેવું વ્યવહારીપણું સૂક્ષ્મનિગોદના જીવોથી અન્ય સર્વજીવોમાં ઘટે છે. માટે બાદરનિગોદના જીવોને વ્યવહારરાશિ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. વળી પ્રજ્ઞાપનાવૃત્તિના અભિપ્રાયથી પણ બાદરનિગોદના જીવો વ્યવહારરાશિમાં છે તેમ ગ્રંથકારશ્રી યુક્તિથી બતાવે છે.
વળી ઉપમિતિ આદિ અનેક ગ્રંથોના બળથી ગ્રંથકારશ્રીએ બતાવેલ કે બાદરનિગોદના જીવો વ્યવહારરાશિમાં છે. તેથી જ્યારે અનેક પ્રકરણકારોના વચનથી સિદ્ધ થતું હોય કે અનાદિ સૂક્ષ્મનિગોદના જીવો જ અસંવ્યવહારિક છે અને અન્ય સર્વ જીવો વ્યવહારિક છે, ત્યારે બાદરનિગોદના જીવોને અવ્યવહારરાશિમાં સ્વીકારી શકાય નહિ. ફક્ત પૂર્વપક્ષીએ પૂર્વમાં ત્રણ અનુમાનો કરેલ, તેમાંથી પહેલા અનુમાનમાં કહેલ કે બાદરનિગોદના જીવો વ્યવહારી નથી તેનું નિરાકરણ થાય છે. આમ છતાં તેને યુક્તિ આપેલ કે “જેટલા સિદ્ધ થાય છે તેટલા અવ્યવહારરાશિમાંથી વ્યવહારરાશિમાં આવે છે.” એ વચન પ્રમાણે વ્યવહારરાશિમાં રહેલા જીવો કરતાં સિદ્ધોનું અનંતગણું પ્રાપ્ત થાય; કેમ કે જે જીવો વર્તમાનમાં વ્યવહારરાશિમાં છે. તેઓ સિદ્ધના ગમનથી અવ્યવહારરાશિમાંથી વ્યવહારરાશિમાં આવેલા છે. અને સિદ્ધમાં ગયેલા જીવો પણ કોઈક સિદ્ધના ગમનથી અવ્યવહારરાશિમાંથી વ્યવહારરાશિમાં આવીને સિદ્ધિમાં ગયા છે. તેથી વ્યવહારરાશિ કરતાં સિદ્ધોનું અનંતગુણ સ્વીકારવું પડે. અને બાદરનિગોદના જીવો સિદ્ધ કરતાં અનંતગુણા છે. માટે બાદરનિગોદના જીવોને વ્યવહારરાશિવાળા સ્વીકારી શકાય નહિ. આ પ્રકારની પૂર્વપક્ષીની એક યુક્તિ પ્રાપ્ત થાય છે તે પણ ઉચિત નથી. તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે –
વ્યવહારરાશિમાં રહેલા જીવો બે પ્રકારના છે. (૧) સિદ્ધિમાં ગયેલા જીવોથી અવચ્છિન્ન. કે જેની અપેક્ષાએ સિદ્ધના જીવો અનંતગુણા છે. અને (૨) જેઓ કોઈ પણ જીવના સિદ્ધિના ગમનથી વ્યવહારરાશિમાં આવેલા નથી તેવા સામાન્યથી બાદરનિગોદમાં રહેલા અને લોકપથના વ્યવહારમાં આવેલા એવા જીવોને ગ્રહણ કરીને સર્વ વ્યવહારરાશિથી સિદ્ધના જીવો અનંતગુણા નથી. આનાથી એ ફલિત થાય કે જેમ અનાદિથી સંસાર છે તેમ અનાદિથી સૂક્ષ્મનિગોદ અને બાદરનિગોદ છે. અને બાદરનિગોદમાં આવેલા જીવો