________________
૯૬
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૯
“સર્વ થોડા જીવો નોસૂક્ષ્મ-કોબાદર=સિદ્ધ છે; કેમ કે સિદ્ધના જીવોનું સૂક્ષ્મ જીવરાશિથી અને બાદર જીવરાશિથી અનંતતમ ભાગ કલ્પપણું છે-અનંતમા ભાગનું છે. તેનાથી સિદ્ધના જીવોથી, બાદર જીવો અનંતગુણા છે; કેમ કે બાદરનિગોદના જીવોનું સિદ્ધથી અનંતગુણપણું છે. તેનાથી=બાદર જીવોથી, સૂક્ષ્મ અસંખ્યાતગુણા છે; કેમ કે બાદરનિગોદ જીવોથી સૂક્ષ્મનિગોદ જીવોનું અસંખ્યપણું છે.” તિ શબ્દ આગમતી વૃત્તિના કથનની સમાપ્તિ માટે છે.
તેથી જ=સિદ્ધના જીવો કરતાં બાદરનિગોદના જીવો અનંતગુણા છે તેથી જ, આગમતી બાધાતા પરિહાર માટે બાદરનિગોદના જીવો અવ્યવહારરાશિવાળા સ્વીકારવા જોઈએ. અને અહીં=બાદરનિગોદતા જીવોને અવ્યવહારરાશિવાળા સ્વીકારવામાં, અનુમાનનો પ્રયોગ છે. પ્રથમ અનુમાન બતાવે છે – બાદરનિગોદતા જીવો વ્યવહારરાશિવાળા નથી; કેમ કે તેઓનું બાદરનિગોદના જીવોનું, સિદ્ધોથી અનંતગુણપણું છે, જે પ્રમાણે સૂક્ષ્મનિગોદતા જીવો. અને બીજું અનુમાન બતાવે છે – અનાદિમાન એવા સૂક્ષ્મ-બાદર એવા લિગોદતા જીવો અવ્યવહારી જ છે, અન્યથાઅનાદિમાન સૂક્ષ્મ-બાદરનિગોદતા જીવોને અવ્યવહારી ન સ્વીકારવામાં આવે તો, વ્યવહારિવભવનના અને સિદ્ધિગમતના અપર્યવસિતત્વની=અનંતપણાની અનુપપત્તિ છે. અને અપર્યવસિતપણું વ્યવહારિવભવન અને સિદ્ધિગમતનું અપર્યવસિતપણું “સિક્સેતિ નત્તિયા વિર..” ઈત્યાદિ શાસ્ત્રવચનથી સિદ્ધ છે. અને ત્રીજું અનુમાન બતાવે છે – સાંવ્યવહારિક રાશિવાળા જીવો સિદ્ધ જ થાય છે; કેમ કે આવલિકાના અસંખ્યભાગ પુદ્ગલપરાવર્ત પરિમિત છે. વ્યતિરેકમાં સિદ્ધો અને લિગોદતા જીવો દષ્ટાંત તરીકે કહેવા જોઈએ.
વનથી કોઈ શંકા કરે કે “સર્વ જીવો વ્યવહારી અને અવ્યવહારીપણાથી બે પ્રકારના છે અને સૂક્ષ્મ એવા નિગોદના જીવો જ અંત્ય છે. અને તેનાથી અન્ય સૂક્ષ્મનિગોદના જીવોથી અચ, વ્યવહારી છે એ પ્રમાણે યોગશાસ્ત્રવૃત્તિનું વચન હોવાથી બાદરનિગોદના જીવોના વ્યવહારિત્વની સિદ્ધિ હોવાને કારણે કેવી રીતે અવ્યવહારીપણું છે=બાદરનિગોદતા જીવોનું કેવી રીતે અવ્યવહારીપણું છે? અર્થાત્ અવ્યવહારીપણું તથી એ પ્રમાણે કોઈ કહે તો તેને નવીન કલ્પના કરનાર પૂર્વપક્ષી કહે છે – તારી વાત બરાબર નથી. ત્યાં યોગશાસ્ત્રની વૃત્તિના પાઠમાં, સૂક્ષ્મનિગોદ જ અંત્ય છે. એ પ્રકારે સૂક્ષ્મ અને નિગોદ શબ્દના સમાસના પાઠનું પણ દર્શન હોવાથી તારી વાત બરાબર નથી, એમ અવય છે. અને ત્યાં=સૂક્ષ્મ અને નિગોદ શબ્દના સામાસિક પાઠમાં સૂક્ષ્મ અને નિગોદ એ પ્રમાણે ઈતરેતરદ્ધદ્ધસમાસના કરણમાં અસંગતિની ગંધનો પણ અભાવ છે. અર્થાત્ સૂક્ષ્મજીવો અને નિગોદતા જીવો અવ્યવહારી છે તેવો અર્થ પ્રાપ્ત થવાથી બાદરનિગોદના જીવોને અવ્યવહારી સ્વીકારવામાં અસંગતિની અપ્રાપ્તિ છે.
અહીં પ્રશ્ન થાય કે સૂક્ષ્મનિગોદ શબ્દનો સમાસ કરીને ઇતરેતરદ્વન્દ્રસમાસ કરવામાં આવે તો સૂક્ષ્મ જીવો અને બધા નિગોદના જીવો અવ્યવહારી સિદ્ધ થાય, પરંતુ સૂક્ષ્મ શબ્દથી નિગોદથી અન્ય એવા સૂક્ષ્મ પૃથ્વીકાયાદિ જીવો અવ્યવહારી પ્રસિદ્ધ નથી. તેના નિરાકરણ અર્થે પૂર્વપક્ષી કહે છે –