________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૯ तत्सूक्ष्मपृथिव्यादिजीवानामसंख्येयत्वेनाल्पत्वाद्, अवश्यंभाविव्यवहारित्वाद्वाऽविवक्षणादिति सम्भाव्यते, सम्यग्निश्चयस्तु बहुश्रुतगम्य इति । एवं चासांव्यवहारिका जीवाः सूक्ष्मपृथिव्यादिषु निगोदेषु च सर्वकालं गत्यागतीः कुर्वन्तीति सम्पन्नम्, इत्थं च तत्र येऽनादिसूक्ष्मनिगोदेभ्य उद्वृत्त्य शेषजीवेषूत्पद्यन्ते (ते) पृथिव्यादिविविधव्यवहारयोगात्सांव्यवहारिकाः, ये पुनरनादिकालादारभ्य सूक्ष्मनिगोदेष्वेवावतिष्ठन्ते (ते) तथाविधव्यवहारातीतत्वादसांव्यवहारिका इति । प्रवचनसारोद्धारवृत्तावपि 'अनादिसूक्ष्मनिगोदजीवा अव्यवहारिणः' इत्यत्र सूक्ष्मा पृथिव्यादयश्चत्वारो, निगोदाश्च (?सूक्ष्म) बादरसाधारणवनस्पतयः, न विद्यते आदिर्येषां तेऽनादयः=अप्राप्तव्यवहारराशय इत्यर्थः । तथा च सूक्ष्माश्च निगोदजीवाश्चेति द्वन्द्वः, अनादयश्च ते सूक्ष्मनिगोदजीवाश्चेति कर्मधारय इति समासविधिर्द्रष्टव्यः, सर्वत्रापि कर्मधारयकरणे बादरनिगोदजीवानां व्यवहारित्वसम्पत्तावुक्तागमबाधप्रसङ्गादिति चेत् ? ટીકા :
ગત વ .. વાપ્રસાિિત વેત્ ? આથી જગવ્યવહારરાશિવાળા જીવો ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતભાગ પ્રમાણ પુદ્ગલપરાવર્ત સંસારમાં હોય છે આથી જ, બાદરનિગોદતા જીવો પણ અવ્યવહારરાશિવાળા સ્વીકારવા જોઈએ. અન્યથા=બાદરલિગોદના જીવોને અવ્યવહારરાશિવાળા ન સ્વીકારવામાં આવે અને વ્યવહારરાશિવાળા છે તેમ કહેવામાં આવે તો, બાદરલિગોદના જીવોથી સિદ્ધના જીવોને અનંતગુણ માનવાનો પ્રસંગ આવે. હિં=જે કારણથી, જેટલા વ્યવહારરાશિથી સિદ્ધ થાય છે તેટલા જીવો અસંવ્યવહારરાશિથી નીકળીને સાંવ્યવહારિક રાશિમાં આવે છે. જે કારણથી કહેવાયું છે – “અહીં સંસારમાં જેટલા જીવો સંવ્યવહારરાશિથી સિદ્ધ થાય છે તેટલા જ અનાદિવનસ્પતિમાંથી આવે છે.” અને આ રીતે=જેટલા વ્યવહારરાશિમાંથી મોક્ષમાં જાય છે તેટલા અવ્યવહારરાશિમાંથી વ્યવહારરાશિમાં આવે છે એ રીતે, વ્યવહારરાશિથી સિદ્ધો અનંતગુણા જ કહેવાયા, ત્યાં વ્યવહારરાશિઅવ્યવહારરાશિની વિચારણામાં, જો બાદરનિગોદ જીવોનું વ્યવહારીપણું હોય=વ્યવહારરાશિમાં હોય તો બાદરનિગોદ જીવોથી સિદ્ધના જીવો અનંતગુણા પ્રાપ્ત થાય અને સિદ્ધના જીવોથી બાદરલિગોદના જીવો અનંતગુણા છે અને તેનાથી=બાદરનિગોદના જીવોથી, સૂક્ષ્મ જીવો અસંખ્યાત ગુણ છે. જે કારણથી આગમ છે –
“હે ભગવંત ! આ જીવોમાં સૂક્ષ્મજીવોનો, બાદરજીવોનો, નોસૂક્ષ્મ-નોબાદરજીવોનો કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?” “હે ગૌતમ ! સહુથી થોડા જીવો નોસૂક્ષ્મ-નોબાદર=સિદ્ધના જીવો, છે. બાદર જીવો અનંતગુણા છે–સિદ્ધના જીવો કરતાં અનંતગુણા છે, સૂક્ષ્મજીવો બાદરજીવો કરતાં અસંખ્યાતગુણા છે.” તિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે.
આની વૃત્તિ આગમતા ઉદ્ધરણની ટીકા, આ પ્રમાણે છે –