________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૯ •
૯૯
વળી પૂર્વપક્ષી પોતાના પક્ષની પુષ્ટિ અર્થે ત્રીજું અનુમાન કરે છે. સાંવ્યવહારિક જીવો સિદ્ધ જ થાય છે; કેમ કે આલિકાના અસંખ્યભાગ પ્રમાણ પુદ્ગલપરાવર્તોના સમયની સંખ્યા પ્રમાણ છે માટે પિરિમત સંખ્યાવાળા છે. તેમાં અન્વય દૃષ્ટાંત નહીં હોવાથી વ્યતિરેક દષ્ટાંત બતાવે છે : જેમ સિદ્ધના જીવો અને નિગોદના જીવો અપરિમિત સંખ્યાવાળા છે માટે સિદ્ધ થતા નથી. આનાથી પૂર્વપક્ષીને એ સ્થાપન કરવું છે કે વ્યવહા૨૨ાશિવાળા જીવો અનંત છે તોપણ સંખ્યાથી પરિમિત છે; કેમ કે આવલિકાના અસંખ્યાતભાગ પ્રમાણ પુદ્ગલપરાવર્તના સમયો અનંત હોવા છતાં તેટલો કાળ પૂરો થાય છે અને તેટલી સંખ્યા પ્રમાણ વ્યવહા૨૨ાશિવાળા જીવો છે. તેથી સંવ્યવહા૨૨ાશિવાળા જીવો પરિમિત અનંત સંખ્યાવાળા હોવાથી અવશ્ય સિદ્ધ થાય છે. અને જેઓ અપરિમિત સંખ્યાવાળા હોય તેઓ સિદ્ધ થતા નથી. જેમ અપરિમિત સંખ્યાવાળા સિદ્ધના જીવો સિદ્ધ થઈ ગયા હોવાથી સિદ્ધ થતા નથી જેમ નિગોદના જીવો અપરિમિત સંખ્યાવાળા હોવાથી સિદ્ધ થતા નથી.
આ પ્રકારના પૂર્વપક્ષીના અનુમાનથી વ્યવહારરાશિવાળા જીવો સિદ્ધ થાય છે તેમ સિદ્ધ થાય તો અભવ્ય સંવ્યવહારરાશિમાં નથી તેમ સિદ્ધ થાય છે; કેમ કે અભવ્ય ક્યારેય સિદ્ધ થતો નથી અને અભવ્ય અસંવ્યવહા૨૨ાશિવાળા છે તેમ સિદ્ધ થાય તો પૂર્વપક્ષીએ અનુમાન કરીને અભવ્યને અવ્યક્ત મિથ્યાત્વ સ્થાપન કરેલ તે સંગત થાય છે.
વળી પૂર્વપક્ષી પોતાના કથન સાથે યોગશાસ્ત્રવૃત્તિના વચનનો વિરોધ દેખાવાથી તે વિરોધનો પરિહાર કરતાં કહે છે – યોગશાસ્ત્ર વૃત્તિમાં કહેલું છે કે સર્વ જીવો વ્યવહા૨ી અને અવ્યવહારી એમ બે ભેદવાળા છે. અને સૂક્ષ્મનિગોદના જીવો અંત્ય=અવ્યવહા૨ી છે અને તેનાથી અન્ય જીવો વ્યવહા૨ી છે. આ પ્રકારના વચનથી સૂક્ષ્મનિગોદના જીવો જ અવ્યવહારી છે તેમ સિદ્ધ થાય છે અને બાદરનિગોદના જીવો વ્યવહારી છે તેમ સિદ્ધ થાય છે. તેના સમાધાન માટે પૂર્વપક્ષી ‘સૂક્ષ્મનિોવા વાન્ત્યાઃ" એ પ્રમાણે સામાસિક પદ ગ્રહણ કરીને અર્થ કરે છે કે સૂક્ષ્મ અને નિગોદના જીવો બંને અવ્યવહા૨૨ાશિવાળા છે. અને તે પ્રમાણે અર્થ ક૨વાથી સૂક્ષ્મ પૃથ્વીકાયાદિ અને સૂક્ષ્મ-બાદર બંને નિગોદો અવ્યવહા૨રાશિવાળા છે તેમ સિદ્ધ થાય અને સૂક્ષ્મ પૃથ્વીકાયાદિ જીવોને અવ્યવહારરાશિવાળા સિદ્ધ કરવા અર્થે પૂર્વપક્ષી પ્રજ્ઞાપનાવૃત્તિનું આલંબન લે છે. પ્રજ્ઞાપનાવૃત્તિમાં લોકદૃષ્ટિમાં આવેલા જ પૃથ્વી આદિ જીવોને વ્યવહા૨ી કહેલ છે. માટે સૂક્ષ્મ પૃથ્વીને અવ્યવહા૨ી સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. વળી, પ્રવચનસારોદ્વારની વૃત્તિમાં પણ અનાદિ સૂક્ષ્મનિગોદના જીવો અવ્યવહા૨ી છે તેમ કહ્યું છે ત્યાં પણ અનાદિ એવા સૂક્ષ્મના જીવો અને નિગોદના જીવો અવ્યવહારી છે એ પ્રમાણે સમાસ કરીને સૂક્ષ્મ પૃથ્વીકાયાદિ અને સૂક્ષ્મ-બાદર સર્વ નિગોદને અવ્યવહા૨ી પૂર્વપક્ષી સ્થાપન કરે છે. તેમ સ્થાપન કરીને વ્યવહારરાશિવાળા પરિમિત સંખ્યાવાળા હોવાથી અવશ્ય સિદ્ધ થાય છે. અને અભવ્ય જીવો સિદ્ધ થતા નથી માટે અવ્યવહા૨૨ાશિવાળા છે, તેમ પૂર્વપક્ષી કહે છે. તેને ગ્રંથકારશ્રી ‘ઉચ્યતે’થી કહે છે -